________________
પ્રકૃતિ કેવી રીતે બંધાય ?
[૧.૨]. પ્રકૃતિ એ પરિણામ સ્વરૂપે !
સંબંધ, પ્રકૃતિ તે આત્મા તણો ! પ્રશ્નકર્તા : પ્રકૃતિ સાથે આત્માનો શો સંબંધ છે ?
દાદાશ્રી : પ્રકૃતિ અને આત્માનો કોઈ સંબંધ નથી. પણ પ્રકૃતિ એ આત્માની હાજરીથી ઊભી થયા કરે છે. એવા સંયોગો ભેગા થાય છે કે એની હાજરીથી પ્રકૃતિ ઊભી જ થઈ જાય. હવે સંજોગોને છૂટાં પાડી દે જ્ઞાની પુરુષ, તો ત્યાર પછી ન થાય કશું. એટલે એ ભ્રાંતિથી આગળ જવું પડશે, પુરુષ થવું પડશે. આ પ્રકૃતિ ભ્રાંતિવાળી છે.
તમે આ ચંદુભાઈ માનો છો, એ જ ચાર્જ કરે છે. અને પછી ચંદુભાઈ જ બંધનમાં આવ્યા છે. આ જ્ઞાન મળી જાય, સ્વરૂપનું ભાન થઈ જાય, તો પછી ‘તમે' ચાર્જ કરતા બંધ થઈ ગયા. એટલે પછી એકલું ડિસ્ચાર્જ હોય. તે ડિસ્ચાર્જ તો બંધ કરી શકાય નહીં. ઇફેક્ટિવ હોય તો એ ઇફેક્ટ તો કોઈ બંધ કરી શકે નહીં. નવું ખાવાનું વખતે બંધ કરી દે, પણ ખાધું તેનું શું થાય ? સંડાસ ગયા વગર ચાલે ? એટલે આ “જ્ઞાન” જેને આપેલું છે, એ બધાનું ચાર્જ બંધ થઈ ગયું છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી પ્રકૃતિ જે વિશેષ ભાવથી થઈ છે, તો આત્માને છૂટો ના રાખી શકે ?
દાદાશ્રી : છૂટો જ છે અને છૂટો જ રહે છે. મને દેખાય છે ને ! છે છૂટો પણ તમારી હજુ માન્યતા પહેલાંની જે ચોંટી રહેલી છે ને, તે માન્યતા છૂટતી નથી. ટેવ પડેલી છે ને ! તે ધીમે ધીમે છૂટી જશે. બાકી છે જ છૂટો. તમને છૂટો રહે છે જ.
શું પ્રકૃતિ તે પ્રાણ જાય સાથે ? પ્રશ્નકર્તા : માણસ પોતે દુ:ખી હોય, છતાં પણ આ સંસારમાં એ કેમ લપેટાયા કરે છે ?
દાદાશ્રી : એ લપટાતો નથી, એ દુઃખી છે, પોતાને છૂટવું છે, નથી ગમતું આ. પણ એના હાથમાં સત્તા નથી. પ્રકૃતિના તાબામાં છે. એ પ્રકૃતિથી છૂટે ત્યારે છૂટાય, નહીં તો પ્રકૃતિ અને ગૂંચવ્યા જ કરે. પ્રકૃતિ બંધાઈ ગઈ છે, તેના તાબામાં પોતે છે. આપણા હાથમાં ખેલ રહ્યો નહીં પછી. હવે તો પ્રકૃતિથી છૂટીએ એટલો આપણા હાથમાં ખેલ થાય. બાકી પ્રકૃતિથી જ્યાં સુધી છૂટાયું નથી ત્યાં સુધી પ્રકૃતિ આપણને ગૂંચવ ગૂંચવ કર્યા કરે. પ્રકૃતિથી પરવશ થઈને જગત આખું ફર્યા કરે છે.
પ્રશ્નકર્તા : આપણામાં એવું કહે છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય, તો પછી શું કરવું ?
- દાદાશ્રી : હા, બે સાથે જાય એનો અર્થ એટલો છે કે કેટલીક પ્રકૃતિ જ્ઞાન પ્રાપ્ત થવાથી ઓછી થાય, પ્રકૃતિ એટલે આવરણ. તે અહીં આવરણ હોયને તો આમ જ્યાં હો ત્યાં પોતાની ઇચ્છા પ્રમાણે ના ફરાય. એટલે એ આવરણ તૂટે તો એટલું ઓછું થઈ જાય. બાકી બહુ