________________
પ્રકૃતિ કેવી રીતે બંધાય ?
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
‘પુદ્ગલ’ એ જીવંત વસ્તુ નથી. પણ એ “આત્મા’ના વિશેષભાવને ગ્રહણ કરે છે ને એવું તૈયાર થઈ જાય છે. એટલે એનામાં ય ફેરફાર થાય છે. “આત્માને કશું કરવું ના પડે.’ ‘એનો’ વિશેષભાવ થયો કે પુદ્ગલ પરમાણુ ખેંચાય પછી એ એની મેળે મૂર્ત થઈ જાય ને પોતાનું કાર્ય કર્યા કરે !
જગતમાં કોઈને કરનારની જરૂર નથી. આ જગતમાં જે વસ્તુઓ છે તે નિરંતર પરિવર્તનશીલ છે. તેના આધારે બધા વિશેષ ભાવો બદલાયા જ કરે ને નવી જ જાતનું દેખાયા કરે બધું !
એટલું જો સમજણ પડે ને તો આ બધા ફોડ પડે. આ આત્મા અક્રિય છે તેને સક્રિય બનાવ્યો, ‘મેં કર્યું આ’ અને પ્રકૃતિ સક્રિય છે, એને આ લોકોએ ‘જડ’ કહી.
થઈ છે.
લોકો જાણે છે એ પ્રકૃતિનો અર્થ નથી. પ્રકૃતિ તો ઊભી થઈ ગયેલી છે. આ તો લોકો ‘ભગવાને રચી’ એવું કહે. ‘ભગવાને લીલા કરી’ કહેશે.
કોણ ર્તા પ્રકૃતિનો ? પ્રશ્નકર્તા : હજી વધુ સમજવા પૂછું છું કે પ્રકૃતિ ને કર્તૃત્વ શક્તિ કોણ આપે છે ? અંતે તો એ જડમાંથી જ થયેલી છે ને ?
દાદાશ્રી : ના, આ પ્રકૃતિ એ તદન જડ નથી. એ નિચેતન-ચેતન છે અને નિશ્ચેતન-ચેતન એ કંઈ અચેતન નથી.
પ્રશ્નકર્તા : એને નિરંતર બદલાતી કહી શકાય ?
દાદાશ્રી : એ તો બદલાયા કરે છે, પણ આ પ્રકૃતિ એ નિશ્ચેતનચેતન છે.
પ્રશ્નકર્તા : નિશ્ચેતન-ચેતન એટલે કઈ શક્તિ કહી શકાય ?
દાદાશ્રી : નિશ્ચેતન-ચેતન એટલે ડિસ્ચાર્જ ચેતન છે. કોઈ પણ વસ્તુ “આપણે” ચાર્જ કરી હોય તો પછી ડિસ્ચાર્જ એની મેળે થાય કે ના થાય ? એમાં ‘આપણે’ કશું કરવું પડે ? એની મેળે ક્રિયા થયા કરે. આમાં કોઈને કશું કરવું પડતું નથી. એટલે આ બધું ડિસ્ચાર્જ છે, ઇફેક્ટિવ છે અને ઈફેક્ટિવ શક્તિને હું નિશ્ચેતન-ચેતન કહું છું. ઇફેક્ટિવમાં ચેતન નહીં હોવા છતાં ચેતન જેવું દેખાય એટલે નિચેતન-ચેતન કહું છું.
પ્રશ્નકર્તા : કર્તુત્વપણું પ્રકૃતિમાં છે ?
દાદાશ્રી : હા, પ્રકૃતિ સ્વભાવ છે એનો. કરવાપણું નિજ સ્વરૂપમાં નથી, આત્મામાં નથી, આત્મા અક્રિય છે. પ્રકૃતિમાં જે પુદ્ગલ પરમાણુ છે, જે ચાર્જ થયેલા છે તે એ ક્રિયાવાન છે, સક્રિય છે એ પોતે. આ નહીં સમજવાથી બધું ગાડું ઊંધું ચાલ્યું. ‘કરે છે કોણ” એ સમજે તો કાયમી ઉકેલ, નહીં તો ના ઉકલે.
ફેર, પ્રકૃતિ તે કુદરતમાં ! પ્રશ્નકર્તા : પ્રકૃતિ શું ? કુદરત શું ? એ સમજાવો.
દાદાશ્રી : કુદરત પરિણામ પામી એ પ્રકૃતિ કહેવાય. H, અને ૦ બે જુદા હોય ત્યારે કુદરત કહેવાય અને બે ભેગા થયા ને પાણી થઈ ગયું એ પ્રકૃતિ કહેવાય.
એટલે પ્રકૃતિ જુદી અને કુદરત જુદી. પ્રકૃતિમાં પુરુષનો વોટ છે. પ્રકૃતિ એ પુરુષના વોટવાળી છે અને પેલી કુદરત પુરુષના વોટ વગરની છે. એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે.
આપણા શરીરનું બંધારણ થઈ ગયું પાંચ ધાતુઓ મેળાપ થઈને, એ પ્રકૃતિ કહેવાય અને એ જુદી જુદી ધાતુ હોય, તેને કુદરત કહેવાય. જુદું હોયને વાયુ, તેજ, આકાશ ત્યાં સુધી એ કુદરત કહેવાય અને એ ભેગું થઈ ગયું ને આ શરીર થઈ ગયું એ પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિમાં કરનાર જોઈએ અને કુદરતમાં કરનાર નહીં. કુદરત એ જ કુદરતી રચના છે.