________________
પ્રકૃતિ કેવી રીતે બંધાય ?
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : આ પ્રકૃતિમાં પાવર ચેતન જ છે ? તો બિલકુલ જડ વિભાગ નથી એમાં ?
દાદાશ્રી : પ્રકૃતિ જડ જ ને ! એ જડ ઉપર પાવર પેસી ગયેલો
આપણને એક જ લાઈટને બદલે બે લાઈટ દેખાય. આંખ જરા આમ થઈ જાય તો બે દેખાય કે ના દેખાય ? હવે ખરેખર તો એક જ છે. છતાં બે દેખાય છે. આપણે રકાબીમાં ચા પીતાં હોઈએ તો ય ઘણી વખત રકાબીની અંદર એ સર્કલ હોય ને, તે બન્ને દેખાય. એનું શું કારણ ? કે બે આંખો છે, એટલે બધું ડબલ દેખાય છે. આ આંખો ય જુએ છે અને પેલી મહીંલી આંખો ય જુએ છે. પણ તે મિથ્યાદ્રષ્ટિ છે. એટલે આ બધું ઊંધું દેખાડે છે. જો છતું દેખાડે તો બધી ઉપાધિ રહિત થાય, સર્વ ઉપાધિ રહિત થાય. વીતરાગ વિજ્ઞાન એવું છે કે સર્વ દુઃખોનો ક્ષય કરનારું છે, એ વિજ્ઞાન જ એવું છે કે સર્વ દુઃખોથી મુક્ત કરે. અને ‘વિજ્ઞાન” જ એવું હોય, વિજ્ઞાન હંમેશાં ક્રિયાકારી હોય. એટલે એ વિજ્ઞાન જાણ્યા પછી વિજ્ઞાન જ કામ કર્યા કરે, તમારે કશું કરવાનું નહિ. તમારે જ્યાં સુધી કરવું પડે ત્યાં સુધી બુદ્ધિ છે. અને જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે અને અહંકાર છે ત્યાં સુધી આનો નિવેડો લાવવો હોય તો ય નહિ આવે.
પ્રશ્નકર્તા : આ દ્રષ્ટિ બદલવાની શરૂઆત શી રીતે થાય ?
દાદાશ્રી: દ્રષ્ટિ બદલવાની શરૂઆત તો, જ્યારે 'જ્ઞાની પુરુષ' મળે અને એમની પાસે સત્સંગ સાંભળવા આવીએ તો આપણી દ્રષ્ટિ ધીમે ધીમે બદલાય. અત્યારે તમે સાંભળો છો તે તમારી થોડી થોડી દ્રષ્ટિફેર થાય. એમ કરતાં કરતાં અમુક પરિચય થાય એકાદ મહિનો, બે મહિનાનો, એટલે દ્રષ્ટિ બદલાય. અને નહિ તો ‘જ્ઞાની પુરુષ'ને કહીએ કે સાહેબ, મારી દ્રષ્ટિ બદલી આપો, તો એક દહાડામાં ય, એક કલાકમાં જ બદલી આપે !
પ્રશ્નકર્તા : હવે કહ્યું કે આ જડ જે પ્રકૃતિ છે, એને આ ચેતનના સાનિધ્યથી એનામાં હલનચલન થાય છે ?
દાદાશ્રી : હા, જેમ સૂર્યનારાયણ હાજર થાય છે, તેમ આપણે અહીં માણસોની ચંચળતા વધતી જાય છે અને સૂર્યનારાયણની ગેરહાજરી થાય કે ચંચળતા ઘટતી જાય છે. એ એની હાજરીથી જ થાય છે. તેને કંઈ કહેતાં નથી, ઓર્ડર નહીં કરતાં, કશું ય નહીં. એવી રીતે આ આત્માની હાજરીથી, આ પ્રકૃતિની મહીં પાવર ચેતન ભરાય છે. પાવર ચેતન, મૂળ ચેતન નહીં. પાવર ઊડી જાય એટલે ગયું. પાવર હોય ત્યાં સુધી કામ કરે.
એટલે આ મન-વચન-કાયાની ત્રણ બેટરી ચાર્જ થાય છે અને પછી એ ડિસ્ચાર્જ થાય છે અને પાછી નવી ચાર્જ થાય છે. એટલે આત્માની હાજરીથી આ બધું ચાર્જ થયા કરે. એટલે ખરેખર એ જડ છે પણ પાવર ચેતન છે. આ એકલું જડ તો કહી દઈએ, એકલું જડ તો કશું કરતું નથી, પણ આમાં પાવર ચેતન ભરેલું છે. આ ત્રણ બેટરીઓનું પછી ડિસ્ચાર્જ થયા કરે નિરંતર. પાવર ભરેલી બેટરીઓનું ડિસ્ચાર્જ થાય, એને ઈફેક્ટ કહીએ છીએ.
મહીં પ્યાલામાં બરફ હોયને અહીં પ્યાલો મૂકીએ, તો બહાર પાણી ક્યાંથી ભેગું થઈ જાય છે ? એના ઉપર રેલા થાય છે. બહાર પાણીના ડાઘ ક્યાંથી ભેગા થયા ? આ મહીં બરફવાળો પ્યાલો છે. જે હવા અડી એને, તે મોઇશ્ચર(ભૂજ) હતું, તેનું પાણી થઈ ગયું. અને આપણને આમ સીધી રીતે દેખાય નહીં, બુદ્ધિથી સમજાય. પણ આપણા લોકો સમજાવે કે આવું આવું થઈ ગયું એટલે સમજણ પડે એને. પણ આ તત્ત્વોમાં ના સમજણ પડે. આ અહીં આવું થઈ ગયું છે. એ શી રીતે થાય ? એવું લાગે. આ પાણીના રેલા જેમ વિજ્ઞાનથી થાય છે, એવું આ પ્રકૃતિ વિજ્ઞાનથી
પ્રકૃતિ જડ કે ચેતત ? પ્રશ્નકર્તા : આ પ્રકૃતિને શું જડ સમજવી કે ચેતન સમજવી ?
દાદાશ્રી : પ્રકૃતિમાં બિલકુલ ચેતન છે જ નહીં અને જે ચેતન છે એ પાવર ચેતન છે.