________________
પ્રકૃતિ કેવી રીતે બંધાય ?
જગ્યાએ. જ્યાં સુધી એકાકાર છે ત્યાં સુધી કાટ વધ્યા જ કરવાનો, વધ્યા જ કરવાનો....
જ્ઞાત', સ્વભાવમાં, વિભાવમાં !
પુરુષ અને પ્રકૃતિ સંકળાયેલા નથી. બે સામિપ્યભાવમાં છે અને આ સામિપ્યભાવમાં હોવાથી પોતાના ‘જ્ઞાન’માં એને વિભ્રમતા ઉત્પન્ન થાય છે. કારણ કે પુરુષ જ્ઞાનમય છે. તે એને વિભ્રમતા ઉત્પન્ન થાય છે કે “આ કોણે કર્યું ?” પછી ‘મેં કર્યું કહેશે અને ખરેખર આ બધું ય પ્રકૃતિ કરે છે. બાકી ‘જ્ઞાન’ બદલાય છે એટલે પ્રકૃતિ ઉત્પન્ન થાય છે અને જ્ઞાન સ્વભાવમાં આવી જાય એટલે પ્રકૃતિ નાશ થઈ જાય. અત્યારે આ જ્ઞાન વિશેષભાવમાં છે અને એ સ્વભાવમાં આવી જાય તો પ્રકૃતિ નાશ થઈ જાય.
બે સનાતન વસ્તુઓ ભેગી થવાથી બેઉમાં ‘વિશેષ ભાવ’ ઉત્પન્ન થાય છે. એમાં બેઉના પોતાના ગુણધર્મો તો રહે જ છે, પણ વધારાના વિશેષ ગુણો ઉત્પન્ન થાય છે. છ મૂળ વસ્તુઓમાં જડ અને ચેતન બે સામીપ્યમાં આવે ત્યારે વિશેષ પરિણામ ઉત્પન્ન થાય છે. બીજાં ચાર તત્ત્વોને ગમે ત્યાં, ગમે તેવી રીતે સામીપ્યમાં આવે તો ય કશી જ અસર થતી નથી.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) શું અરીસો એનો સ્વભાવ બદલે છે ? ના. અરીસો તો પોતાના સ્વભાવમાં જ છે. પણ તેની સામે જાવ તો ‘તે’ પોતાનો સ્વભાવ પણ બતાડે ને ‘વિશેષ ભાવ’ પણ બતાડે, આ બહુ ઝીણી વાત છે. સાયન્ટીસ્ટોને જલ્દી સમજાય.
આ વિશેષભાવ શો છે ? પ્રકૃતિ એની મેળે કેવી રીતે ઊભી થાય છે ? આ બધું મેં જોયેલું છે. હું એ બધું જોઈને કહું છું ! આ બને છે કેવી રીતે ? બેનું સામીપ્યભાવ, બેનું ટચ થવું. તે આ બેના ટચ થયે આત્માની આ દશા થઈ ! એ માન્યતા છૂટવી જોઈએ.
પુદ્ગલ અને ચેતન, બેના ભેગા થવાથી વ્યતિરેક ગુણો ઉત્પન્ન થયા. તેનો જે ભાવ ઉત્પન્ન થાય છે, તેના આધારે પ્રકૃતિ તે પ્રમાણે થયા. કરે છે ભાવથી. રહે છે જુદી પણ અહીં ‘આ’ ભાવ કરે તેવું પૂતળું રચાયા કરે. તે ભાવથી રચાઈ ગયા પછી એના સ્વભાવમાં રહ્યા કરે છે. પછી એ જવાન થાય, પૈડું થાય. પહેલાં ગમતાં પ્રમાણે હોય બધાને, પણ પછી એના સ્વભાવમાં જાય. પૈડું થાય એ ના ગમે પછી. આપણા જેવા ભાવ છે તેવા ભાવે પ્રકૃતિ બની જાય. સંસારી થવાની ઇચ્છા હોય, તેને સ્ત્રી બધું ભેગું થઈ જાય. એ બધાં સંજોગ બાઝી જાય. ‘પોતેજેવો ભાવ કરે, વિશેષભાવ, એવું આ થઈ જાય. પુદ્ગલમાં જ એવો ગુણ છે.
પ્રકૃતિના ગુણો એ ‘પર’ ગુણો છે, આત્માના નથી. જગત ‘પર’ના ગુણોને “સ્વ” ગુણો કહે છે. પ્રકૃતિનો એક પણ ગુણ ‘શુદ્ધચેતન'માં નથી અને ‘શુદ્ધચેતન’નો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, બન્ને ગુણે કરીને સર્વથા જુદા છે. બે જુદા જ છે. સામીપ્યભાવને લઈને એકતા થઈ છે. બીજું કશું છે નહીં. પહેલેથી જુદા છે. આખી ‘રોંગ બિલિફ' જ બેસી ગયેલી જ છે. “જ્ઞાની પુરુષ’ ‘રાઈટ બિલિફ’ આપે એટલે ઉકેલ આવી ગયો ! દ્રષ્ટિફેર જ છે. માત્ર દ્રષ્ટિની ભૂલ છે.
તિવેડાતી રીતિ તોખી !
સૂર્યનારાયણની હાજરીથી આરસના પથ્થર તપે, તેમાં મૂળ ધણી એમ માને કે પથરાનો સ્વભાવ ગરમ છે, એના જેવું આ વિશેષ પરિણામનું છે. સૂર્યનારાયણ આથમી જશે એટલે એ ખલાસ થવાનું. પથરા તો સ્વભાવે કરીને ઠંડા જ છે. એવી રીતે આત્મા ને પુદ્ગલના સામીપ્યભાવથી ‘વિશેષ પરિણામ’ ઊભું થયું, તેમાં અહંકાર ઊભો થયો. મૂળ જે સ્વાભાવિક પુદ્ગલ હતું, તે ના રહ્યું.
બે વસ્તુઓ ભેગી થવાથી બન્નેના સ્વભાવમાં ફેર થતો નથી. પણ ‘અજ્ઞાન દશામાં ત્રીજો ‘વિશેષભાવ’ ઉત્પન્ન થાય છે. જેમ આ ચોપડી અરીસા સામે ધરીએ તો ચોપડી તેનો સ્વભાવ બદલશે નહીં. ત્યારે
એવું છે, હંમેશાં આ દ્રષ્ટિ તો કેવી છે ? આમ બેઠાં હોય તો