________________
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આતાવાણી શ્રેણી - ૧૩ (પૂર્વાર્ધ)
પોતે આત્મા છે પણ પોતાના સ્વરૂપની અજ્ઞાનતાથી ભ્રાંતિ ઊભી થઈ છે કે ‘હું ચંદુભાઈ છું, મેં કર્યું” માન્યું એટલે આ નવું પૂતળું ઊભું થયું. એ પ્રકૃતિ થઈ ગઈ. હવે પોતે કર્યું નથી, થઈ ગઈ છે. એ બે વસ્તુ જુદી પડી જાય તો નવી પ્રકૃતિ ઊભી થવાની બંધ થઈ જાય છે, બસ એટલું જ. પ્રકૃતિ એટલે ચેતન વગરનું પૂતળું. જેમાં ચેતન જ નથી. ખાલી ‘બિલિફ ચેતન’ છે.
બેના સંબંધમાં જે આ બ્રાંતિ ઉત્પન્ન થઈ છે ને, કે “આ હું કરું છું કે આ કોણ કરે છે ?” પછી એ એણે ‘પોતે’ સ્વીકારી લીધું છે કે “આ હું જ કરું છું, મારા સિવાય બીજું અસ્તિત્વ કોઈ છે જ નહીં. નહીં તો કોણ કરી શકે ?”
[૧.૧] પ્રકૃતિ કેવી રીતે બંધાય ?
પ્રકૃતિનું સૂક્ષ્મ સાયન્સ ! પ્રશ્નકર્તા દાદા, પ્રકૃતિ એટલે શું ?
દાદાશ્રી : પ્રકૃતિ એટલે આરોપણ કરીને પૂતળું બનાવેલું છે. આ ‘હું ચંદુભાઈ છું. (ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું, ચંદુભાઈ છું” કરે અને પછી ‘મેં કહ્યું’ એમ કહે. એ જ મૂર્તિમાં પ્રતિષ્ઠા કરી કહેવાય. આ દેહરૂપી મૂર્તિ છે. તેની મહીં પ્રતિષ્ઠા કરી. એટલે પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય અને તે પછી આવતા ભવે ફળ આપે. જેમ આ મૂર્તિમાં પ્રતિષ્ઠા કરીએ તે ફળ આપેને, એવું આ એક્ઝક્ટ ફળ આપે. કારણ કે એક્ઝક્ટ મૂર્તિ છે આ તો. પછી આપણા તાબામાં ના રહે. પછી એ છે તે ફળ આપવા માંડે, એ પ્રકૃતિ. એટલે એ કતિ આપણી જ, અજ્ઞાનતાથી ઊભી થયેલી, પણ આત્માથી નથી થયેલી. બે વસ્તુઓ ભેગી થવાથી થયેલી હતી, વિશેષ ભાવથી !
પ્રશ્નકર્તા : એટલે જડ સાથે ચેતન ભળતાં આ પ્રકૃતિ ઊભી થઈ ?
દાદાશ્રી : હં ! ચેતન અને જડના પરમાણુ બે ભેગા થયા, તે આ ઊભું થઈ ગયું. અહંકાર, ક્રોધ-માન-માયા-લોભ ઊભા થાય છે. ક્રોધમાનનો “અહંકાર’ થયો અને માયા-લોભનું “મારું” (મમતા) થયું, તેનાથી આ ઊભી થઈ પ્રકૃતિ.
બે વસ્તુઓ સાથે થઈ, એનું આ વિશેષ પરિણામ ઉત્પન્ન થાય છે. આ વિશેષ પરિણામ તે આ પ્રકૃતિ.
એમાં એક ‘પુરુષ' પોતે આત્મારૂપ છે, ભગવાન જ છે પોતે. પણ બહારના દબાણથી પ્રકૃતિ ઊભી થઈ ગઈ ! આ બધું કોણ ? આ બધું કોણે કર્યું ? ‘મેં કર્યું” એ બધું ભાન ઉત્પન્ન થાય છે, તે વિશેષ ભાવ છે અને તેનાથી પ્રકૃતિ ઊભી થાય છે.
મૂળ પુરુષને કશું જ થતું નથી. બહારના સંયોગોને લઈને આ વિશેષભાવ ઉત્પન્ન થયો છે. જ્યાં સુધી પુરુષ પોતાની જાગૃતિમાં ના આવે ત્યાં સુધી પ્રકૃતિભાવમાં જ રહ્યા કરે. પ્રકૃતિ એટલે પોતાના સ્વભાવની અજાગૃતિ !
લોખંડ દરિયા કિનારે મૂકી રાખીએ તો ફેરફાર થાય. આમાં લોખંડ કશું જ કરતું નથી. તેમ દરિયાની હવા પણ કશું જ કરતી નથી. હવા જો કરતી હોત તો બધાને કાટ આવત ! આ તો બે વસ્તુનો સંયોગ છે એટલે ત્રીજી વસ્તુ ઉત્પન્ન થાય છે. એ વિશેષ ભાવ છે. જે કાટ થાય છે તે પ્રકૃતિ છે. લોખંડ લોખંડના ભાવમાં છે, જે પ્રકૃતિ પ્રકૃતિના ભાવમાં. આ બેને છૂટાં પાડો તો પુરુષ પુરુષની જગ્યાએ ને પ્રકૃતિ પ્રકૃતિની