________________
વૈષ્ણવને વૈષ્ણવનું પુદ્ગલ.
સારું-ખોટું બધું પુદ્ગલની બાજી છે. આ લોકોએ ભ્રાંતિથી વિભાજન
કર્યું.
હવે ધ્યાન શેનું કરવાનું ? પોતાના એક પુદ્ગલને જ જોવાનું. આત્મા સિવાય બીજું બધું જ આપણી અંદર પુદ્ગલ છે. પછી બધાં જ શેય સ્વરૂપે. એમાં કોઈ વિશેષ નહીં.
પુદ્ગલ બધું એક, એને ચૂંથાગ્રંથ શું કરવાનું ? અનંત પ્રકારની અવસ્થાઓ છે પણ પુદ્ગલ એક જ છે આ બધું.
ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછાય ને તેનો તેઓ જવાબ આપે તે ય પુદ્ગલ જ આપે અને તે પોતે તો જોનાર-જાણનાર જ હોય તેના !
જ્ઞાનીના ખૂબ પરિચયમાં રહેવાય તો સ્હેજે વીતરાગ થઈ જાય ! જે એક પુદ્ગલનો સ્વભાવ છે તે જ સર્વ પુદ્ગલનો સ્વભાવ છે. તેથી ભગવાન મહાવીર માત્ર એક પુદ્ગલને જ જોતાં હતાં.
રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની;
સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ અવસર.... શ્રીમદ્ રાજચંદ્ર....... ૭. જોનાર-જાણતાર તે તેતો જાણતાર
આત્માની અનંત શક્તિ !!! ચોગરદમ જોઈ શકે ! આ ચર્મચક્ષુ તો આગળ જ જોઈ શકે ને આત્મા તો દસેય દિશા, બધા ખૂણા જોઈ શકે.
મિશ્રચેતને ય જોઈ-જાણી શકે ને મૂળ આત્મા ય જોઈ-જાણી શકે, બેમાં ફેર શો ? મિશ્રચેતન વિનાશીને જોઈ શકે ને મૂળ ચેતન વિનાશી અને અવિનાશી બેઉને જોઈ-જાણી શકે.
જ્ઞાનીને કંઈ સૂર્ય-ચંદ્ર પડી ગયેલા દેખાતા હશે ? આત્મા જુએ એ રિયલ દ્રષ્ટિ છે ને આંખો જુએ એ રિલેટિવ દ્રષ્ટિ છે. રિયલ વસ્તુ રિયલને જ જુએ.
71
આત્મા પોતાને જાણે ને પરને પણ જાણે !
ઘણી વાર બુદ્ધિ આત્માના વાઘા પહેરીને જ્ઞાતા-દ્રષ્ટા બને છે ! ખરું જ્ઞાતા-દ્રષ્ટા તો બુદ્ધિથી પર છે. મહાત્માઓ બુદ્ધિથી પર ગયા છે તેથી સ્તો દ૨૨ોજ સત્સંગમાં ખેંચીને અવાય છે ! નહીં તો બુદ્ધિ દ૨૨ોજ સત્સંગમાં આવવા ના દે. બાકી ઘણું ખરું જ્ઞાતા-દ્રષ્ટા બુદ્ધિનું જ હોય.
‘એવું લાગે છે’ થાય ત્યારે દ્રષ્ટા ને જાણવામાં આવે છે ત્યારે જ્ઞાતા તરીકે આત્મા છે ! બુદ્ધિને જે જુએ છે તે ‘આપણે’ છીએ.
આ બુદ્ધિનું જ્ઞાતા-દ્રષ્ટાપણું છે કે આત્માનું એનું ડિમાર્કેશન શું? બુદ્ધિનું તો આમ આંખે દેખાય, ઈન્દ્રિયોથી દેખાય એ બધું અને આત્માનું જ્ઞાન-દર્શન તો જુદું જ. આત્મા દ્રવ્યોને જુએ-જાણે, દ્રવ્યના પર્યાયને જુએ જાણે, એના ગુણને જુએ જાણે. બુદ્ધિ મનના અમુક પર્યાયને જાણી શકે, અહંકારના પર્યાયોને જાણી શકે અને આત્મા એથી આગળનું જુએ-જાણે.
મહાત્માઓને દ્રવ્યનું જોવા-જાણવાપણું ના હોય. એમને તો રાગદ્વેષ ના થાય, એટલે બસ. અક્રમ જ્ઞાન પામ્યાની નિશાની.
આત્મા તો છએ છ દ્રવ્યોને ને તેના પર્યાયને જુએ-જાણે ! આ છેલ્લામાં છેલ્લું.
મહાત્માઓને જુએ-જાણે છે તે બુદ્ધિ. પણ પહેલાં બુદ્ધિ સાથે અહંકાર તે હતો એટલે રાગ-દ્વેષ થતાં હતાં. હવે અહંકાર ના રહ્યો. એટલે રાગ-દ્વેષ ના થાય. આ ય ઘણું બધું કહેવાય. પણ આ રિલેટિવ જ્ઞાન કહેવાય, ખરું જોવું-જાણવું તો બુદ્ધિથી પર છે. હવે આ બુદ્ધિનું જાણવાનું છે એ પરપરિણામ છે એવું જાણે ત્યારે સ્વ-પરિણામને સમજે.
શું
સામાયિકમાં જોઈએ ત્યારે બધું દેખાય, પણ પાછું તેને ય જુએ.
એટલે જોનારનો ય જોનારો છે એ છેલ્લો જોનારો. એની ઉપર કોઈ નહીં. એટલે સામાયિકમાં જુએ એ બુદ્ધિ, અહંકાર એટલે અશાશક્તિ અને એને જોનારો આત્મા એટલે પ્રજ્ઞાશક્તિ.
જોવાનું કાર્ય સહજ હોવું જોઈએ. હવે જ્ઞાતા-દ્રષ્ટા ‘રહેવું પડે છે’,
72