________________
છેલ્લામાં છેલ્લું જ્ઞાતા-દ્રષ્ટા તો ‘તમને ફાઈલ નં. વન આમ આવતાં-જતાં જુદી દેખાય. “ઓહોહો ! આવો, આવો’ એમ કરે.
ટૂંકામાં આત્મા તો સહજ છે જ. હવે પુદ્ગલને સહજ કર ! કેવી રીતે ? સંપૂર્ણ સહજ એવા જ્ઞાનીને નજીકથી જોયા કરે. એમને જો જો કરવાથી જ સહજ થઈ જવાય. આની કૉલેજો ન હોય. બહારવટિયાની ય કૉલેજો ના હોય. એ તો ઉસ્તાદ પાસે છ મહિના રહે ને, તેને જોઈને જ બહારવટિયો થઈ જાય ! દાદાશ્રીને કોઈ ગાળ ભાંડે તે વખતે તેમની સહજતા જોવા મળી જાય તો તે શક્તિ આપણને ઉત્પન્ન થઈ જાય.
અક્રમ વિજ્ઞાન એ પૂર્ણ સહજ યોગ છે, પૂર્ણ વિજ્ઞાન છે ! અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિ થાય ત્યારે આ પદ પ્રાપ્ત થાય ! આ અપવાદ માર્ગ છે ! જેને આ મળી ગયું, એનું કામ થઈ ગયું !!
૬. એક જ પુદ્ગલને જોવું “પુદ્ગલ સંસારી સંપૂર્ણ નાચ કરે ને આત્મા તેને જુએ” તો જ પૂર્ણાહૂતિ કહેવાય.
ફિલ્મ સહજ હોવી જોઈએ. સંસારીને સંસારીની ને ત્યાગીને ત્યાગીની ફિલ્મ હોય તો ચાલે, પણ સહજ હોવી જોઈએ.
આ છોડું ને તે છોડું. અલ્યા, છોડવાની ભક્તિ કરાય કે ભગવાનની ?
આ પુદ્ગલમાંથી બિલકુલ રસ ના લેવો જોઈએ. રસ ક્યારે ના લેવાય ? પોતે સંપૂર્ણ સ્વરૂપમાં રહે ત્યારે.
કાં તો વર્તમાનમાં વર્તે, કાં તો પોતાના પુદ્ગલને જોવું, આ બે વસ્તુ રાખવી.
આ પુદ્ગલ બાજુની મિત્રાચારી ક્યાં સુધી રાખવી ? જે દગાખોર હોય, તેના જોડે ધીમે ધીમે મિત્રાચારી મોળી કરી નાખવી.
ફાઈલ નં. વન શું કરે છે, શું ખાય-પીવે, એ બધું એકલું તમે જાણ્યા કરો છો પણ જોતાં નથી. પુદ્ગલને નિરંતર જોયા કરવું જોઈએ. પહેલી ફરજ જોવાની ને પછી જાણવાની છે.
જેવું આ ફાઈલ નં. વન અરીસાને જુદી દેખાય એવી ‘આપણને એ જુદી દેખાવી જોઈએ. આના માટે અરીસા સામાયિકમાં પ્રેક્ટિસ કરવાની.
દાદાશ્રીની આજ્ઞા છે, સામાને શુદ્ધ જોશો તો શુદ્ધ થઈ જાય, છૂટો થઈ જાય. - ફાઈલ નં. એકનું પુદ્ગલ શું કરે છે, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાં શું કરે છે, તેને “આપણે” નિરંતર જોયા જ કરવાનું. ભગવાન મહાવીર એક પુદ્ગલને જ નિરંતર જોતા હતા. મહીં શું શું પરિવર્તન થાય છે, શું શું સ્પંદન થાય છે! અરે, આંખની પાંપણ હાલ્યા કરે છે, તેને ય ભગવાન જોયા કરતા હતા !!! લોક ઈન્દ્રિય દ્રષ્ટિથી જુએ અને ભગવાન અતિન્દ્રિય દ્રષ્ટિથી જોતાં હતા !
એક પુદ્ગલને જોવાનું મહાત્માઓને ભગવાનની જેમ ફાવે નહીં ને ? તેથી દાદાશ્રીએ રિયલ-રિલેટિવ બે દ્રષ્ટિથી જોવાનું કહ્યું. પુણિયા શ્રાવકનું સામાયિક થાય આ રીતે !
આપણને ગાળો ભાંડે, તેને ય શુદ્ધાત્મા તરીકે જોવો.
ભગવાન મહાવીર તો માંકણ કેડે તેને ય જુએ, મહાવીર પાસા ફેરવે તેને ય જુએ. શરીરનો સ્વભાવ છે તો થાય તેમ પણ પોતે સહજ જ રહે. ભગવાન મહાવીરને દીક્ષા લીધા પછી શરૂઆતમાં કર્મ ખપાવવામાં ગયું, પછી ‘જોવા’માં ગયું.
એક પુદ્ગલને જોવું એટલે પૂરણ-ગલન થાય છે, એમાં વેઢમી ખાધી એ પુરણ અને એનું પછી આમ ગલન એ બધું નિરંતર જોયા કરે. સુગંધદુર્ગધ બેઉને જોયા કરે. એમાં સારું-ખોટું ના કરે. સારું-ખોટું સાપેક્ષ દ્રષ્ટિએ, સમાજમાં, રિયલમાં નહીં.
પ્રવૃત્તિમાં નિવૃતિ રહે ત્યારે નવું કર્મ ના બંધાય.
પૂરણ-ગલન બન્ને થાય એ મોહ ને એકલું ગલન થાય એ ચારિત્રમોહ, સમકિત પછી એકલું ગલન રહે. પૂરણ ના થાય. પછી દરેકને પોતાનું પુરણ કરેલું પુદ્ગલ ખપાવવું પડશે. જૈનને જૈનનું પુદ્ગલ,