________________
આખો દહાડો જોવા મળે. દાદાની કેવી નિર્મળ સહજતા ! એમની અહંકાર વગરની અદભૂત દશા ! બુદ્ધિ વગરની અબુધ દશા એમની ! આ બધું જોવા મળે. દાદાશ્રીનો ફોટો લેવા ફોટોગ્રાફરો પડાપડી કરે. બિલકુલ સહજ દશા ! અને બીજાને તો “મારો ફોટો પાડે છે” એવું તે ઘડીએ મહીં એ આવ્યા વગર રહે નહીં ને ? એટલે એ અસહજ થયા વગર રહે ? એટલે એનો ફોટો બગડે !
દાદાશ્રી સાહજીકતામાં હોય ત્યાં સુધી તેમને પ્રતિક્રમણ કરવાના ના હોય.
દાદાશ્રી આપણને શીખવાડે છે કે સહજ થવું એવો ભાવ રાખવો. આપણે ધ્યેય કેવો રાખવો કે દાદાની સેવા કરવી છે. એવો સહજ ભાવ રાખવો. પછી એ વખતે શું બને છે એ જોવું. દાદાશ્રીની સેવા મળવી એ તો બહુ મોટી વસ્તુ છે ને ! બહુ મોટી પુણ્ય હોય તો મળે ! દાદાને આમ હાથ જ ના અડાડાયને! એક ફેરો ય હાથ અડાડ્યો તો બહુ મોટી પુણ્ય કહેવાય.
માલિક કોણ ? પબ્લીક ટ્રસ્ટ !
દાદાશ્રી અમેરિકા, ભારત, દેશ-વિદેશ ગયેલા ત્યારે તે પોટલાની જેમ ગયેલા. ‘વિચરે ઉદય પ્રયોગ ! અપૂર્વ વાણી પરમશ્રુત !” એના જેવું!
જેટલો સહજ થાય એટલે આત્મઐશ્ચર્ય પ્રગટ થાય !!
ક્રિયાથી નહીં પણ તે વખતે મહીં ચંચળતા ઉત્પન્ન થાય છે, તેનાથી સહજતા તૂટી જાય છે અને તેનાથી કર્મ બંધાય છે. ચંચળતા શુભ ભાવમાં હોય તો શુભ કર્મ બંધાય ને અશુભ ભાવમાં હોય તો અશુભ કર્મ બંધાય.
છેલ્લી દશાએ જલ્દી પહોંચવા શું કરવું? વ્યવહાર બધો છૂટે ત્યારે કામ થાય. આ વ્યવહાર તને વળગ્યો નથી, તું વ્યવહારને વળગ્યો છું ! જેને ઉતાવળ હોય તેણે અપરિગ્રહી થવું જોઈએ. ફરજિયાત વ્યવહારને શુદ્ધ વ્યવહાર કહ્યો. ખાવું-પીવું, સૂવું વિ. ફરજિયાત છે. નોકરી-ધંધો એ ફરજિયાત વ્યવહાર નથી.
આખો દહાડો શુદ્ધ ઉપયોગમાં રહે છે, પછી કશી ભાંજગડ નહીં.
જંજાળ કેટલી જોઈએ ? જેને આવશ્યક કહેવામાં આવે છે તે. જેના વગર ના ચાલે તે. ખાવું-પીવું, સૂવું બધું સહજ હોય પાછું. વિચારીને કરેલું ના હોય. એ છેલ્લી દશા ! જેટલી અનુઆવશ્યક એટલી ઉપાધિ વધારે ! બાગ-બગીચા કરે, આખો દા'ડો ખોદ ખોદ કરે.
છેલ્લી દિશામાં કેવું? થાળી-લોટો ના જોઈએ. સંડાસ-બાથરૂમે ય ગાયો-ભેંસોની જેમ ! લગ્નના માંડવામાં ય એમને શરમ આવે ? કપડાંય એમાં ના આવે ! સહજતામાં વિવેક ના હોય. ખાવાનું ય ના માંગે ને ? પણ નિયમ છે કે એને સમયે સમયે વસ્તુઓ એની મેળે જ મળી જાય.
અક્રમ માર્ગમાં ફાઈલોનો નિકાલ કરો, જે હોય તે એવું કહ્યું છે પણ ફાઈલો વધારવાનું નથી કહ્યું. એટલે અંદરથી જાગૃતિ એવી હોવી જોઈએ કે વસ્તુઓ એને દુ:ખદાયી લાગ્યા કરે.
અક્રમ જ્ઞાની તો પરિગ્રહ હોવા છતાંય સંપૂર્ણ અપરિગ્રહી હોય. એ કઈ રીતે ? આઈ વીધાઉટ માય ઈઝ ગૉડ ! બધી માયની જ ફાચર છે ને !
સહજ થાય તો પૂર્ણ વિજ્ઞાન અંદર ખુલી જાય ! સંપૂર્ણ ‘વ્યવસ્થિત સમજાય ત્યારે સંપૂર્ણ સહજ થાય. હવે કશાની રાહ જોવાની ના હોય. એનો પાર જ ના આવે.
વ્યવસ્થિત સમજાય એટલું કેવળજ્ઞાન ખુલ્લું થતું જાય. તેટલો સહજ થતો જાય.
વાણી સહજ ક્યારે થાય ? આ ટેપરેકર્ડ બોલે છે એવું એમ થાય ત્યારે. માલિકી વગરની વાણી થાય ત્યારે તે સહજ થાય. મન, વાણી ને વર્તન બધાંયની સહજતા આવે.
સહજાત્મ સ્વરૂપ એ છેલ્લું પદસહજાનંદ. પ્રયત્ન વગરનો આનંદ!!
એક મિનિટ સહજ થયો તે ભગવાન પદમાં આવ્યો. આ અક્રમ વિજ્ઞાનથી મહાત્માઓ સહજ થયા છે.
દાદા ભગવાન કોણ ? આ બ્રહ્માંડના ઉપરી. એનું શું કારણ કે એ આ દેહના માલિક નથી, વાણીના કે મનના માલિક નથી. આ દેહનો