________________
જેમ ભૂખ કેવી સહેજાસહેજ લાગે છે ?'
જયારે વ્યવહાર ચોંટે નહીં, અડે ખરું, ત્યારે શુદ્ધ કહેવાય. ‘શુદ્ધ એટલે સહજ!”
આત્મજ્ઞાન થાય એટલે કે નહીં, કેફ ના ચઢે !
ઈફેક્ટમાં કોઈ પણ જાતનો ડખો ના કરવો, એનું નામ સહજ. ડખો કરવો એ ભ્રાંતિ !
કર્તા પુરુષ કરે, તેને જ્ઞાતા પુરુષ નિરંતર જાણ્યા કરે. સામસામી કોઈ કોઈને ડખલ નહીં, એનું નામ વ્યવહારમાં સહજાત્મ સ્વરૂપ.
શરીરનો સ્વભાવ છે ઊંચો-નીચો થાય, કૂદાકૂદ કરે. એ એનું સહજ પરિણામ. જ્ઞાનીને ય ઊંચું-નીચું થાય. અજ્ઞાનીને અહંકારના માર્યા ના થાય. ભગવાન મહાવીરને કાનમાં ગોવાળીયાએ બરુ ખોસ્યું, તે વખતે તેમની આંખમાં કરુણાના આંસુ હતાં ને કાઢતી વખતે વેદનાનાં આંસુ હતા અને મોટી ચીસ પણ પડેલી ! આનું નામ સાહજિક, અહંકારી અહંકારથી સ્થિર રહે. નિર્અહંકારી સહજ રહે.
અજ્ઞાન દશામાં મનના કહ્યા પ્રમાણે ચાલવું એનું નામે ય સાહજીક. વિચારવાનું કે મહેનત કરવાનું કશું નહીં. ગાડું ગબડે તેમ ગબડવા દે. સાહજીકમાં પુરુષાર્થ ના હોય. ભમરડા જ હોય. અને જ્ઞાન થયા પછી સાહજીક ને પરમાત્મા કહેવાય.
ભ્રાંતિ જાય એટલે સહજ થાય. પછી કર્મ ના બંધાય. પછી કારણકાર્ય જ ના રહ્યું.
મહાત્માઓ કૉઝિઝમાં સહજ ને ઈફેક્ટમાં અસહજ. લોકો કૉઝિઝમાં અસહજ હોય. કૉઝિઝમાં અસહજ હોય એટલે કર્મ ચાર્જ થાય !
સહજ સમાધિમાં રહે એ ભગવાન કહેવાય !
રોંગ બિલિફથી અસહજ થયેલું છે આ ! સહજ અવસ્થા કશું કરવાથી પ્રાપ્ત ના થાય. એ તો જ્ઞાની પુરુષની કૃપાથી થાય. ‘સહજ’ અને ‘કરવાનું” એ બેને વેર, નહીં ?!
65
‘વહેલું ઊઠવું છે' એવો સિન્સિયર નિશ્ચય રાખવો, પછી જે બન્યું તે સાચું.
મોક્ષમાં કરાંજવાનું ના હોય, સહજ હોય.
સહજ કેવો હોય ? સવારમાં ચા આપે તે પીવે, ના આપે તો કંઈ નહીં. ખાવાનું મુકે તો ખાય, નહીં તો માંગીને ના ખવાય. એક મહિનો સહજ યોગ માંડી જોવા જેવો ખરો !
મન-બુદ્ધિ-અહંકાર અંદર બધા બૂમાબૂમ કરે, ત્યારે તેને છેટાં રહીને જુએ-જાણે અને બહાર સહજ પ્રાપ્ત સંયોગો. જ્યારે જમવાનું આપે ત્યારે ને ના આપે તો ય સહજ ! આવો સહજ યોગ કો'કને જ હોય, અબજોમાં એકાદને ! એટલે આપણા અક્રમમાં તો આ બધી ભાંજગડ જ ઊડાવી દીધી છે. સહેજાસહેજ જે મળ્યું તે ખરું. એકનો આદર નહીં તો બીજાનો અનાદરે ય નહીં. પ્રાપ્તને ભોગવ.
સહજની પ્રાપ્તિ પ્રારબ્ધને આધીન નથી, એ જ્ઞાનને આધીન છે.
પ્રયત્નથી ચિત્ત પ્રસન્નતા સાહજીક કહેવાય ? પ્રયત્ન એટલે રિલેટિવ એટલે અસહજ જ હોય. રિયલ અસહજ હોય. પ્રયત્ન ય સહજ પ્રયત્ન હોવા જોઈએ. સહજ શક્તિ નિર્વિકલ્પ હોય.
પ્રયાસની જરૂર પણ વચ્ચે કરનારો ના જોઈએ ! પ્રયાસની જરૂર નથી એમ કહીએ તો લોકો કશું કરશે જ નહીં ને ઊંધે રવાડે ચઢશે.
મન-વચન-કાયાની ક્રિયાઓમાં કંઈ ફેર નથી પડતો. માત્ર કર્તાપણાની ડખલ છે. કરનારો ખાલી અહંકાર છે. ‘હું કરું છું’ એ માન્યતા એ આવતા ભવની જવાબદારી લે છે.
ચા યાદ આવે, જમવાનું યાદ આવે એટલે સહજતા તૂટી કહેવાય. એટલે આહારીને સહજ કરવાનો છે.
ક્રોધ-માન-માયા-લોભ ખલાસ જ્યાં થાય ત્યાં સહજતા ઉત્પન્ન થાય જ !
દાદાશ્રી પાસે એટલા માટે પડી રહેવાનું ને ! એમની સહજતા