________________
વ્યવહારમાં છીએ આપણે ત્યાં સુધી આ ભાગ પછી તો પોતે જ રહ્યો! જ્ઞાયકપણું છે ત્યાં રાગ-દ્વેષ નથી, વીતરાગતા છે. જ્ઞાયકને સંસાર દેખાતો જ નથી. સંસાર તો જ્યાં સુધી દેહાધ્યાસ છે ત્યાં સુધી જ.
દાદાશ્રીને આખું બ્રહ્માંડ સમજમાં આવ્યું પણ જ્ઞાનમાં નથી આવ્યું. જ્ઞાનમાં આવે એટલે બધું દેખાય ! જ્ઞાયક સ્વભાવ છૂટે નહીં તે પરમાત્મા. ત્યાં પરમાનંદ.
૫. આત્મા તે પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ સાહજીકતા એટલે શું ? મન-વચન-કાયાની ક્રિયાઓમાં ડખલ ના કરવી તે. ‘હું કોણ છું’ એ સમજાય ત્યારે સહજ થાય.
આત્મજ્ઞાન પછીનો વ્યવહાર કેવો હોય ? સહજ વ્યવહાર ચાલ્યા કરે. કર્તાપણું છૂટે એટલે વ્યવહાર ઉદય સ્વરૂપ રહ્યો !
સ્વને સ્વ જાણે એ મુક્ત. અને અન્યને અન્ય જાણે ને સ્વને સ્વ જાણે એ મહામુક્ત ! જ્યારે અન્યને અન્ય જાણે ત્યારે મન-વચન-કાયાનો યોગ કંપાયમાન ના થાય તો એ સ્વને સ્વ જાણે અને કંપાયમાન થાય તો સ્વને સ્વ જાણ્યું ના કહેવાય.
જ્ઞાતા-શેય બેઉ એક થાય જ નહીં, બે જુદાં જ હોય. શેયના આધારે જ્ઞાતા છે. મન ફિલ્મ બતાવે ને આપણે તેના જ્ઞાતા. ફિલ્મ પૂરી થાય એટલે ફૂલ ગવર્નમેન્ટ !
પોતે પોતાનો જાણકાર રહે, તેને બીજા જાણકારની જરૂર નથી.
જ્ઞાતા અને જ્ઞાયકમાં શું ફેર ? માત્ર જાણવાનું જ કાર્ય કરે ત્યારે જ્ઞાયક કહેવાય. સત્તામાં હોય ત્યારે જ્ઞાયક.
જ્ઞાયકભાવમાં આવ્યો એ જ ઉપયોગ, બીજું કંઈ નહીં. મહાત્માઓને દાદાશ્રીએ જ્ઞાયકભાવમાં મૂકી દીધા. જ્ઞાયકભાવમાં આવ્યો એટલો વખત કેવળજ્ઞાનના અંશો ભેગા થયા. તેથી આધિ, વ્યાધિ ને ઉપાધિમાં સમાધિ રહે.
‘હું કરું છું ને હું જાણું છું’ એનું મિલ્ચર એનું નામ શેય અને “હું જાણું છું, હું કરતો નથી” એનું નામ જ્ઞાયકભાવ !
જ્ઞાયકભાવને સારું-ખોટું, લંક જ નથી. માત્ર શેય અને દ્રશ્ય જ છે એને માટે.
જ્ઞાયકને હિંસા ય નથી ને અહિંસા ય નથી, પણ ફાઈલ નં. વન પાસે પ્રતિક્રમણ કરાવવું. તેથી પરમાણુઓ થઈ જાય ચોખ્ખા !
જ્ઞાયકભાવ એટલે છેલ્લો ભાવ, પછી દેહ ગમે તે કરતો હોય તો ય તેને કશો દોષ ના અડે. ઝીણામાં ઝીણો દોષ દેખાય ત્યારે જ્ઞાયકભાવ કહેવાય.
જ્ઞાયકને સ્મૃતિનો સંગ નથી, કોઈ આધારની એને જરૂર નથી. જ્ઞાયક એટલે અરીસા જેવું. મહીં બધું જગત દેખાય, સહજપણે.
જ્ઞાયકથી આગળ શું છે ? પછી કોઈ શબ્દ જ નથી. આ તો
દેહાધ્યાસ છૂટે તો વ્યવહાર આત્માની ડખોડખલ બંધ થાય છે, અહંકાર- મમતા જાય એટલે સ્તો ! પછી દેહ દેહના સ્વભાવમાં ને આત્મા આત્માના સ્વભાવમાં રહે, એનું નામ સહજતાં !
પરમ પૂજ્ય દાદાશ્રી ડખોડખલ કરે પણ તે આપણી ડખોડખલ કાઢવા ! હસતાં-હસાવતાં આપણી ડખોડખલ બંધ કરી દે !
જ્ઞાન મળ્યા પછી આત્માનું નિરંતર સહેજે લક્ષ રહે છે. એ સહજ આત્મા થયો કહેવાય. પછી જેમ જેમ દાદાની આજ્ઞામાં રહે તેમ તેમ મનવચન-કાયા સહજ થતાં જાય.
અહંકાર ગેરહાજર તો સહજ ભાવ હાજર. આ બધું બગાડનાર જ અહંકાર છે.
મૂળ આત્મા તો સહજ છે જ, પણ આ વ્યવહાર આત્મા બધું બગાડે છે. એ સહજ થાય તો દેહ સહજ છે જ.
સહજ ભાવે ધોલ મારે તો ય સામાને દુઃખ ના થાય ! એવું જ્ઞાની સિવાય કોણ કરી શકે ?
62