________________
દ્રા અને દ્રશ્ય બે જુદા જ રહેવા જોઈએ, એનું નામ જાગૃતિ ! ‘શું છે” એને જુએ અને ‘શું બને છે” એને જુએ. ‘શું છે'માં પોતાનું સ્વરૂપ બધાનામાં દેખાય અને એની મેળે બન્યા કરે છે એવું દેખાય. એટલે કામ પૂરું.
કશું કરવાનું નથી, માત્ર જોવાનું. જે જે ભાવ ક્ય, નિશ્ચય કર્યા તે બધું જોયા કરવાનું. આપણામાં ભાવ કરવાની સત્તા છે ? ના. આ તો ગયા અવતારની ડિઝાઈન બોલે છે, તેમાં શી સત્તા ? ઊંધું-છતું, બેઉ જોયા કરવાનું !
આ ગૂંચામણનું કારણ શું ? પાડનાર જુદો છે, પડનાર જુદો છે ને જાણનાર જુદો છે. જાણનારો જો પડનારો ના થાય તો ના ભોગવે ને પડનારો થાય તો ભોગવે !
જ્ઞાન મળ્યા પછી ડિસ્ચાર્જ ફાસ્ટ કરવા શું કરાય ? પછી તો કરનારો જ ના રહ્યા ને ? માટે ‘જોયા’ કરો આપણે. પૂરણ કરેલું તે કડવું-મીઠું ફળ આપીને ગલન થશે..
કેવળજ્ઞાની. પણ એ ધીમે ધીમે પ્રાપ્ત થાય.
જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય તો ‘વ્યવસ્થિત’ સુંદર ચલાવે. શુદ્ધાત્માને પ્રકૃતિની મદદની જરૂર પડે ? ના. આત્મા પરમાત્મા જ છે. સંપૂર્ણ સ્વતંત્ર છે, નિરાલંબ છે ! અનંત શક્તિ, અનંત જ્ઞાનવાળો છે. એ જ્ઞાન સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપ છે, એને કોઈની શી જરૂર ?
શું પ્રકૃતિના માધ્યમથી આત્માનું જાણપણું હોઈ શકે ? ના. આત્મા પોતે સ્વભાવથી જ જાણપણાવાળો છે. જે જાણ પ્રકૃતિમાં આવે છે તે આત્મામાંથી આરોપણ કરેલું છે. બુદ્ધિ એ પોતાનું આરોપણ જ છે. આત્મા સિવાય કોઈનામાં ય જાણપણું નથી જ. હવે નવું આરોપણ કરાય જ નહીં.
- જ્ઞાતા-દ્રષ્ટા એટલે કેવું હોય ? અરીસા સામે આપણે ઊભા હોય તો આપણે દેખાઈએ ને ? એમાં અરીસાને કશું કરવું પડે ? એના સ્વભાવથી જ એની સામે જે કંઈ આવે તે ઝળકે જ. એવી રીતે આત્મામાં બધું ઝળકે. છેલ્લું જ્ઞાતા-દ્રષ્ટા આ રીતે છે !
જેટલો વખત જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા એટલા વીતરાગ. સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા એ સંપૂર્ણ વીતરાગ.
જેટલો શુદ્ધ ઉપયોગ એટલું જ્ઞાતા-દ્રષ્ટાપણું વધારે.
વિનાશી જગત જોડે આત્માનો શું સંબંધ ? જેમ સિનેમાના પડદાની જોડે જોનાર પ્રેક્ષકને હોય તેવો, જોનારને ખાલી જોવાનો જ સંબંધ. સિનેમા ચાલુ તો જોનારની કિંમત ને સિનેમા બંધ હોય તો ?
ચરણવિધિ કરતાં મહીં લીંક તૂટી જાય પછી પાછી મોટે મોટેથી બોલે એટલે ચાલુ થઈ જાય. મહીં આત્માને તો લીંક તૂટી તે ય ખબર પડે ને ચાલુ રહી તે ય ખબર પડે ! ફિલ્મ જ છે. જ્ઞાન કાચું પડ્યું એ કોણ જાણે ? એ જ મૂળ આત્મા. એટલે જ્ઞાતા-દ્રષ્ટાપદનો નિરંતર અનુભવ થાય
જોનાર કોણ ? શુદ્ધાત્મા કે જે ચૈતન્ય પીંડ છે. જોય ને જ્ઞાતા એકાકાર ના થાય, એનું નામ જ્ઞાન. હવે શેયો બધા પોતાને જ્યોતિ સ્વરૂપમાં ઝળકે !
બ્રહ્માંડની અંદર અને બ્રહ્માંડની બહારથી જોવું એટલે શું ? યોમાં તન્મયાકાર થયો એટલે બ્રહ્માંડની અંદર કહેવાય અને જોયોને જોય સ્વરૂપે દેખે ત્યારે બ્રહ્માંડની બહાર કહેવાય. મનમાં વિચારો આવે તેમાં તન્મયાકાર થયો એને બ્રહ્માંડની અંદર કહેવાય અને એને જુદું રહીને જુએ ને તન્મયાકાર ના થાય તેને બ્રહ્માંડની બહાર કહેવાય. પોતાના સ્વરૂપમાં જ રહ્યો એ બ્રહ્માંડની બહાર રહ્યો કહેવાય.
મહાત્માને ઘણીવાર એમ ભાસે કે જ્ઞાતા-દ્રષ્ટાભાવ જતો રહ્યો પણ તેમ ના બને. આ તો ડોઝીંગ થઈ જાય તેથી કંઈ લાઈટ ઓછી જતી રહે છે ?! વ્યવહાર બધો શેય સ્વરૂપે છે ને નિશ્ચય જ્ઞાયક સ્વરૂપે છે. - જ્ઞાતાનો સંબંધ છે આ !
જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં રહે ત્યારે ખૂબ ઠંડક લાગે. એ તો કેવળજ્ઞાનની નજીકની ઠંડક લાગે. ‘હું કેવળજ્ઞાન સ્વરૂપ છું’ એવું પણ કેટલાંક મહાત્માઓને રહે ! આ તો ઓવરડ્રાફટને લીધે આવ્યું છે. સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા રહે એ
59
આ અક્રમ વિજ્ઞાન જ એવું છે કે જયાં વિભાવ ઉત્પન્ન જ ના થાય ! કશું અડે નહીં ને નડે નહીં. પુદ્ગલનું જોર કેટલું હવે ? એ બધું ટેમ્પરરી ને આપણે પરમેનન્ટ છીએ !