________________
મનની બધી અવસ્થાઓને બુદ્ધિ ના જાણી શકે. રાગ-દ્વેષ રહિત જ્ઞાનને અતીન્દ્રિય જ્ઞાન કહેવાય. સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાનથી જોયું-જાણ્યું એને જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય. બીજું બધું કલ્પનાનું ઈન્દ્રિયજ્ઞાન કહેવાય.
‘ચંદુભાઈ’ થઈને મહીં જુએ એ ઈન્દ્રિયજ્ઞાન અને શુદ્ધાત્મા થઈને ‘ચંદુભાઈ’ને જુએ એ આત્માનું જ્ઞાન.
આંખથી જુએ, કાનથી સાંભળે, નાકથી સુંઘે એ બધું ઈન્દ્રિયજ્ઞાન. એ બુદ્ધિ જાણે. એ બધું અજ્ઞાન કહેવાય. બુદ્ધિ એટલે અજ્ઞા. ‘અજ્ઞા’ને ય જાણે તે પ્રજ્ઞા. જે મૂળ આત્માની શક્તિ છે, રીપ્રેઝન્ટેટિવ છે. કરનારો અહંકાર ને જાણનાર પ્રજ્ઞા. કરનારો કર્યા જ કરે, તેને ‘જાણ્યા’ જ કરવાનું.
સાક્ષીભાવ ને દ્રષ્ટાભાવમાં શું ફેર ? સાક્ષી અહંકાર હોય ને દ્રષ્ટા આત્મા હોય. અહંકાર ખલાસ થાય પછી દ્રષ્ટા. ત્યાં સુધી સાક્ષી જ હોય. જેટલો મોહ ઓછો હોય એટલે સાક્ષી વધારે રહી શકે. મોહનો મેણો સાક્ષી તરીકે શી રીતે રહેવા દે ? અને જ્ઞાતા-દ્રષ્ટા તો નિરંતર રહે. એ આત્માની જાગૃતિ છે ને સાક્ષીભાવે એ એક પ્રકારની અહંકારની જાગૃતિ છે.
‘હું ચંદુભાઈ છું’ એવી રોંગ બિલિફ છે ત્યાં સુધી ‘હું જ્ઞાતા છું’ ને ‘હું જ કર્તા છું’ હોય. જ્યારે જ્ઞાનીકૃપાથી નિજ સ્વરૂપનું ભાન થાય ત્યારે ‘હું ચંદુભાઈ નહીં, પણ હું શુદ્ધાત્મા છું’ એ જ્ઞાન થાય, ભાન થાય. અને ચંદુભાઈ જે પહેલાં જ્ઞાતા હતા, તે હવે શેય થઈ જાય છે ને મૂળ જ્ઞાતા જે શુદ્ધાત્મા છે તે ગાદી પર આવે છે !
બે જાતનાં શેય, એક અવસ્થા સ્વરૂપે છે અને બીજું તત્ત્વ સ્વરૂપે શેય છે. અવસ્થા સ્વરૂપે જ્ઞેય બધાં વિનાશી હોય અને તત્ત્વ સ્વરૂપે જ્ઞેય હોય તે અવિનાશી હોય.
જ્ઞાતાભાવ જ્યારે શેયભાવે દેખાય ત્યારે સ્વસ્વભાવમાં આવે. જ્ઞેયમાં મમત્ત્વપણું હતું તે છૂટ્યું. હવે પુદ્ગલને જોયા કરે તો આત્મપુષ્ટિ થાય અને એ પુદ્ગલ ચોખ્ખું થાય. એ પુદ્ગલ પછી પાછાં ના આવે.
જ્યારે તત્ત્વસ્વરૂપે આત્મા દેખાશે ત્યારે બધાં જ તત્ત્વો દેખાશે. ખરું શેય તત્ત્વસ્વરૂપે છે અને તત્ત્વસ્વરૂપે શેય કેવળજ્ઞાને કરીને જ દેખાય.
57
જ્ઞાતાપદ કાયમ ના રહે, એટલે અંશ જ્ઞાનીપદ હોય ને કાયમ જ્ઞાતાપદ રહે તો સર્વાશ થાય. અંશમાંથી સર્વાશ જ્ઞાની એને મેળે જ થાય.
મહાત્માઓનો ડિસ્ચાર્જ કેવો હોય ? ડિસ્ચાર્જ બેટરીઓને પોતે ‘જુએ’ એટલે એ સંકોચાઈ જાય. રતલનો ડિસ્ચાર્જનો બોજો પાશેરનો થઈ જાય. અને ના જુએ ને કર્તા થાય તો ડિસ્ચાર્જ બોજો પાંચ ગણો થઈ જાય.
ધોવાના કપડાં જો ધોયા વગરના રહી જશે તો ફરી ધોવા પડશે
એના જેવું, ડિસ્ચાર્જ કર્યો એટલે ! ભારે ફોર્સવાળા કર્યો હોય તો જ્ઞાતાદ્રષ્ટા ન પણ રહી શકે છતાં પુરુષાર્થ હોય તો રહી શકે. એક ફેર પડ્યો તો ફરી ઊભો થઈ જાય ને ફરી પડે તો ફરી ઊભો થઈ જાય ! તો પુરુષાર્થ કંઈ કાબૂમાં છે ?
દાદાશ્રી પોતાની જાગૃતિ વિશે કહે છે, “એક મિનિટ પણ અમે એક વર્કમાં ના હોઈએ, બે વર્ક દરેક વખતે અમારા હોય ! આ વિધિ, ત્યારે થોડોક જ વખત એક વર્કમાં હોઉં.’ બે વર્ક કયા ? ‘“બહાર નવડાવે ત્યારે હું છે તે મારા ધ્યાનમાં હોઉં એટલે જ્ઞાતા-દ્રષ્ટાપણું હોય. જે નવડાવે એમની જોડે વાતો કરતો જાઉં. એટલે અમારું તો દરેક વખતે બે કાર્ય હોય !' કોઈને એમ ના ખબર પડે કે આ ‘બીજા’ કામમાં છે !’’
વિધિ વખતે દાદા કહે, અમે જ્ઞાતા-દ્રષ્ટા ના રહીએ. તે ઘડીએ એક્ઝેક્ટ જ્ઞાની પુરુષ તરીકે હોઈએ, નહીં તો તમારું કામ ફળે નહીં ને !’ વિધિ વખતે પોતે જ્ઞાની પુરુષ તરીકે જ રહે. ‘એ.એમ.પટેલ’ તરીકે નહીં. અને ‘દાદા ભગવાન’ તો એમની જગ્યાએ જ બેઠાં હોય. એ તરફની દ્રષ્ટિ અમારી બંધ થઈ જાય. અમારી દ્રષ્ટિ એ ઘડીએ સીમંધર સ્વામીમાં હોય, બીજી જગ્યાએ એટલે કે વિધિ કરવામાં હોય !
અવસ્થામાં અવસ્થિત તો અસ્વસ્થ ને ‘સ્વ’માં સ્થિત તો સ્વસ્થ ! અવસ્થા વિનાશી તે અસ્વસ્થ બનાવે ને સ્વ અવિનાશી છે તેથી સ્વસ્થ રાખે.
સ્વસ્થ કે અસ્વસ્થ બેઉનો જાણનાર શુદ્ધાત્મા છે. અસ્વસ્થ ફાઈલ નં. વન છે, તેને ‘જોયા’ કરો. એટલે જેટલું આવરણ વધારે એટલો અસ્વસ્થતાનો સમય લંબાય.
58