________________
૪. જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયક
કહેવાય. ને મારું જ્ઞાનમાં કહેવાય. તમે જે સમજ્યા તે બીજાને પછી સમજ પાડો તો તમારું દર્શન જ્ઞાનમાં પરિણમ્યું કહેવાય ! અને પેલાનું દર્શન થયું કહેવાય.
જ્યાં સુધી જ્ઞાનમાં પરિણમ્યું ના હોય ત્યાં સુધી સામાને સમજણ પાડી શકાય નહીં. દાદાશ્રીને કેવળજ્ઞાન આખું દર્શનમાં આવી ગયું છે, પણ તે સમજાવાય નહીં. જાણેલું સમજણમાં હોય જ. પણ સમજેલું જાણમાં ન પણ હોય.
રસ્તા પરથી જતાં હોઈએ ત્યારે ઝાડવા બધાં સામાન્યભાવે જોઈએ એ દર્શન કહેવાય ને આ લીમડો, આ આંબો એમ વિશેષભાવે જાણીએ ત્યારે તેને જ્ઞાન કહેવાય. વિશેષભાવે જાણવા ગયો તો અટકી ગયો. માટે સામાન્યભાવે જોયા કર. વિશેષજ્ઞાનથી ડખો થાય અને સામાન્યભાવથી વીતરાગતા થાય.
આપણે પૂછીએ તું ક્યાં રહે છે ? અમદાવાદમાં. અમદાવાદમાં ક્યાં ? અડાલજ. અડાલજમાં ક્યાં ? સીમંધર સીટીમાં. સીમંધર સીટીમાં ક્યાં ? બંગલા નં, બે માં ? બેમાં ક્યાં ? મારા રૂમમાં. બીજા રૂમોમાં તો ચકલાં, ઉંદર, વાંદા બધાંય રહે છે. આ બધું ફોરેનમાં જ રહે છે. અને ટૂંકું એક જ. ક્યાં રહે છે ? હું મારા “સ્વદેશમાં રહું છું. હોમ ડિપાર્ટમેન્ટ રહું છું. ફોરેનનું બધું હોમમાં બેસીને જોયા કરે, હોમની બહાર નીકળ્યો કે સફોકેશન થાય. વિગતવાર જાણવા ગયો એટલે ઉપાધિ. મહીં આત્મા વિશે ઊંડું વિગતવાર ઊતરવાનું તેને બદલે બહાર ઉતર્યા એટલા ફસાયા. પછી આત્મામાં ના રહેવાય.
દાદાશ્રી કહે છે કે જગત શું છે એ અમારી સમજમાં સંપૂર્ણ આવ્યું પણ વિગતવાર પૂરેપૂરું ના જણાયું. સમજવામાં સમય ના જાય પણ ડિટેઈલમાં જાણવામાં વધુ સમય જાય.
સૂઝ એટલે દર્શન. જ્ઞાનીની સૂઝ જબરજસ્ત ધોધબંધ હોય. સામાન્ય લોકોને ટીપું ટીપું હોય !
તીર્થંકરોની કેવી સુંદર ઝીણી શોધખોળો છે ! દર્શન અને જ્ઞાનનો કેવો ઝીણો ફોડ આપ્યો !!!
જોવું-જાણવું શું એ આત્માનું કર્મ છે ? ના. એ આત્માનો મૂળ સ્વભાવ છે. સ્વભાવથી બહાર નીકળવું એ કર્મ છે. સ્વભાવની વિરુદ્ધ કરવું એ કર્મ છે. આત્મા સ્વભાવમાં રહે, તેનું ફળ શું ? પરમાનંદ. - જ્ઞાનક્રિયા અને દર્શનક્રિયા બે આત્માની ક્રિયા છે. જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ, ક્રિયાવાળું આ પુલ છે તે પોતાની ક્રિયામાં પરિણમન કરે છે, એ બધી ક્રિયાઓને જોનાર આ જ્ઞાન ઉપયોગ છે. જ્ઞાનક્રિયાથી મોક્ષ ને અજ્ઞાનક્રિયાથી બંધન. ‘વ્યવસ્થિત’ કરે તેને પોતે જાણે એ જ્ઞાનક્રિયા.
‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ' આત્મામાં રહી કર્મોનો નિકાલ કરે તે ખરી જ્ઞાનક્રિયા. બાકી તો બધી અજ્ઞાનક્રિયાઓ છે. જ્ઞાન થયા વિના જ્ઞાનક્રિયા કઈ રીતે સંભવે ? જ્ઞાનધારા ને ક્રિયાધારા બે જુદું જ છે.
જ્ઞાન મળ્યા પછી મહાત્માઓને દર્શન ખુલ્યું એટલે દ્રષ્ટાપદ હોય. પછી જેટલો અનુભવ થાય એટલો જ્ઞાતા રહેવાય. અને દાદાશ્રીને નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય.
કોઈએ ગાળ ભાંડી ને હાલી જવાયું ને પછી જ્ઞાન હાજર થઈ છૂટો પડ્યો. એમ ફરી પાછું વધારે ને વધારે રહેવા માંડે. એટલે એ જ્ઞાતાપદમાં આવે.
જેમ જેમ હિસાબ ચૂકતે થાય તેમ તેમ જ્ઞાન વધતું જાય. જ્ઞાન-દર્શન ભેગાં થાય એટલે ચારિત્રમાં આવે. તે પહેલાં અદીઠ તપ થાય.
સમસરણ માર્ગમાં ન દુનિયાનો કે ન આપણો અંત આવે, અંત તો આવે છે માર્ગનો ! ‘જોનારો’ છૂટ્યો. ચાલનારો બંધનમાં છે. ચાલનારને ‘જોયા’ કરે એ મુક્તિ. બે હવે જુદા પડ્યા. પહેલાં એક જ હતા.
જ્ઞાતા-દ્રષ્ટા એટલે શું ? જ્ઞાન મળ્યા પછી જ્ઞાતા-દ્રષ્ટાપણું મન કે બુદ્ધિ આધારે નથી હોતું. એ પ્રજ્ઞાશક્તિના આધારે છે.
મહીં ફાઈલ નં. વન શું કરી રહી છે, મન શું કરી રહ્યું છે, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધાં શું કરી રહ્યાં છે, તેને જુએ-જાણે એ જ્ઞાતા-દ્રષ્ટાપણું.