________________
દર્શન શું ? જ્ઞાન શું? અંધારામાં બાજુની રૂમમાં ખખડાટ થાય તો બધાંને મહીં થઈ જાય કે ત્યાં “કંઈક છે'! કુતરું છે, બિલાડી છે, કંઈક છે. હવે કંઈક છે એવું થવું એને ‘દર્શન’ કહ્યું. પછી ઊઠીને અંદર જઈને જોઈએ તો દેખાય કે બિલાડી હતી ! ‘કંઈક છે” એ જ્ઞાન અદબદ હતું તેનું પાકું થયું કે બિલાડી જ છે, એને “જ્ઞાન” કહેવાય. એટલે અનડિસાઈડેડ જ્ઞાન એને દર્શન કહેવાય અને ડિસાઈડડ જ્ઞાન એને જ્ઞાન કહેવાય. અને બિલાડી એ જોય થયું ને અદબદ હતું કે “કંઈક જાનવર છે” એ દ્રશ્ય થયું. પેટમાં દુખ્યા કરે છે એ દર્શન અને નિદાન થયું કે “એપેન્ડિકસ છે” તો તે જ્ઞાન કહ્યું.
વિચારીને જુએ એ જોય ને અવિચારીને જુએ એ દ્રશ્ય કહેવાય.
ધુમ્મસ જાય તો સ્પષ્ટ દેખાય નહીં. દ્રવ્યકર્મ ધુમ્મસ જેવું છે. ધુમ્મસમાંથી બહાર નીકળ્યા પછી પણ કંઈ કેટલાંય કાળ સુધી એની અસર રહે.
આવતા ભવ માટે બીજ નાખે તે ભાવકર્મ. બીજ વગરનાં કર્મ તે નોકર્મ અને ગયા અવતારના ચશ્મા તે દ્રવ્યકર્મ. જેવાં ચશ્મા તેવું આખી જિંદગી દેખાય અને ચશ્મા પ્રમાણે સૂઝ પડે.
સ્થૂળ ચશ્માની ખબર પડે પણ આ સૂક્ષ્મ દ્રવ્યકર્મ રૂપી ચશ્માનો ખ્યાલ રહેવો અઘરો છે. જો ચશ્મા લક્ષમાં રહે, પોતે લક્ષમાં રહે ને બહારની હકીકત લક્ષમાં રહે, તો કશો વાંધો નથી.
અક્રમમાં બધું ઊડાડ્યું તેથી કહે છે ને, ‘ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું !”
જ્ઞાનીને સર્વસ્વ સમર્પણ કરે છે તેમાં જીવતો ભાવ અર્પણ થઈ જાય છે ને મડદાલ ભાગ રહે છે. એટલે કે માત્ર ફળ આપવા પૂરતાં રહે છે. જે ફળ આપીને ખરી પડે છે.
ક્રમિક માર્ગમાં ભાવકર્મ ઘટાડતા જાય તેમ તેમ સ્વભાવ ઊઘડતો જાય. જ્યારે અક્રમમાં આખું ભાવકર્મ જ ઊડાડ્યું છે ! કારણ ‘હું ચંદુભાઈ છું’ એ જ ભાવકર્મ છે. જે હવે ઊંડ્યું. ભાવકર્મ ઊડ્યું એટલે નવાં દ્રવ્યકર્મ બંધાય નહીં. કારણ કે ભાવનાં કર્તાય હવે પોતે ના રહ્યાં ! માત્ર અક્રમમાં દાદાશ્રીની પાંચ આજ્ઞા પાળવાની હોય છે, તેનું ચાર્જ થાય છે. જે જબરજસ્તી પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. જે મહાવિદેહમાં સીમંધર સ્વામી પાસે પુર્ણાહૂતિ કરાવવા માટે તમામ સવલતો પૂરી પાડે છે !
આમ આ ભાવકર્મ, દ્રવ્યકર્મ ને નોકર્મની સૂક્ષ્મ સમજ દાદાશ્રીએ સરળ કરી આપી છે. આ સમજ બીજે ક્યાંય મળે તેમ નથી, જોકે અહીં એ શબ્દોમાં જ રજૂ થાય છે પણ મહાત્મા જેમ જેમ જ્ઞાનીની આ સમજને આત્મસાત્ કરતાં જાય છે, તેમ તેમ તેમને આ અનુભવમાં આવે છે. એ સચોટ અનુભવજન્ય હકીકત છે.
3. “કંઈક છે' એ દર્શત તે “શું છે' એ જ્ઞાન દર્શન અને જ્ઞાન. દ્રષ્ટા જુએ તે દર્શન ને જ્ઞાતા જાણે તે જ્ઞાન.
53
મહીં અકળામણ થઈ એની ખબર પડે પણ શેની થઈ એ જયાં સુધી ખબર ના પડે તે દર્શન ને ખબર પડે, જાણવામાં આવે, ડિસાઈડેડ થાય કે અપમાન લાગ્યું તેની અકળામણ થઈ તે જ્ઞાન કહેવાય. ઘણું ઘણું જોવામાં જ આવે છે. જાણવામાં ઓછું આવે. જુએ છે પણ જાણતા નથી. હજુ અનુભવમાં આવતું નથી કે એનો આ શું ફાયદો થયો છે ?
જોયું-જાણ્યું બેઉ રિલેટિવ જ્ઞાન. વિનાશી વસ્તુના આધારે જોયું જાયું માટે રિલેટિવ જ્ઞાન અને “આ જે હું સમજો તે રિલેટિવ જ્ઞાન છે” એ એવી સમજ થઈ એ કેવળજ્ઞાનની નજીકની સમજ ! આ નિર્પેક્ષ જ્ઞાનના પક્ષમાં આવે. જ્ઞાતા-દ્રષ્ટા બેઉ એક જ છે. ડિસાઈડડ થાય ત્યારે દ્રષ્ટા જ જ્ઞાતા થાય છે.
ખરી રીતે તો જ્ઞાન, દર્શન ને ચારિત્રમાં કંઈ ભેદ જ નથી. આત્મા તો એક જ છે. આત્માનું ‘કંઈક ભાન થાય, આત્મા દર્શનમાં આવ્યો એટલે પ્રતીતિ થઈ કહેવાય. પછી જ્ઞાન થાય. નિરંતર પ્રતીતિ રહે અને ક્ષાયિક દર્શન કહ્યું. મહાત્માઓને દાદાશ્રીએ ક્ષાયિક દર્શન આપ્યું છે. હવે અનુભવ કરીને ડિસાઈડ થાય ત્યારે જ્ઞાન થાય અને દર્શન-જ્ઞાન બે ભેગા થાય ત્યારે ચારિત્ર થાય.
અસ્પષ્ટ થવું એ દર્શન ને સ્પષ્ટ થયું તે જ્ઞાન. હું તમને સમજાવું ને તમને સમજ પડી તે તમારું દર્શનમાં આવ્યું
4