________________
દ્રષ્ટિ ઊંધી થઈ એટલે ભાવકર્મ શરૂ થયાં. વિશેષ ભાવ થયો. સ્વભાવ ભાવ નહીં. પછી આગળ “હું કરું? એય ભાવકર્મ. કષાયનો સમતા ભાવે નિકાલ કરે તો નવું ચાર્જ ના થાય.
દ્રવ્ય કર્મ અમુક વર્ષોનું, પચાસ-સાઠ વર્ષોનું હોય. એ ખાલી ચશ્મા છે, એ અજ્ઞાનતા નથી. જ્યારે આ બધામાં મુખ્ય અજ્ઞાન છે એ પડદો છે.
આ ચશ્મા પહેરે કોણ ? અહંકાર. આ અહંકારનો મોક્ષ કરવાનો છે, આત્માનો નહીં. આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે.
જ્ઞાન પહેલાં જગત જે સ્વરૂપે જોઈએ એ ‘દ્રષ્ટિ' દ્રવ્યકર્મના આધારે છે. એ દ્રષ્ટિથી અવળા ચાલ્યા. દ્રવ્યકર્મની ‘દ્રષ્ટિ’ એ ચશ્મા.
દ્રવ્યકર્મ. દેહ એ ભાવકર્મનું સાધન છે.
દ્રવ્યકર્મ ને નોકર્મ પરિણામ છે. તેનો પોતે કર્તા નથી અને ભાવકર્મનો કર્તા પોતે છે પણ તે ય નૈમિત્તિક કર્તા છે. સંજોગોનાં દબાણથી ભાવકર્મ થાય છે.
ગયા અવતારનાં ચાર્જ કરેલાં ભાવકર્મનું આ અવતારમાં નોકર્મરૂપે ફળ ભોગવવાં પડે. મુખ્ય ભાવકર્મ છે આમાં, નોકર્મ નહીં. પણ ભાવકર્મ પાછું દ્રવ્યકર્મનાં નિમિત્તથી જ થાય. દ્રવ્યકર્મ ના હોય તો ભાવકર્મ ના થાય.
રાત્રે અગિયાર વાગે મહેમાન આવે તો તેને જોતાં જ “આવો પધારો” કહે. પણ અંદર તરત શું થાય ? ‘અત્યારે કંઈથી મૂઆ ?” તે ‘આવો પધારો’ કહે તે નોકર્મ ને ‘અત્યારે કંઈથી મૂઆ ?” તે ભાવકર્મ. નોકર્મ ઊઘાડા દેખાય. અને “અત્યારે કંઇથી મૂઆ ?” મહીં થયું તે કપટ કર્યું એટલે માયા થઈ. તેથી ભાવકર્મમાં જાય અને અંદર સારો ભાવ હોય તો ય તે ભાવકર્મ. શુભ-અશુભ ભાવ બન્નેવ ભાવકર્મ.
કંઈથી મૂઆ’ કહ્યું તેનું ફળ આવતા ભવે આવે, કૂતરાં થઈને આખો દા'ડો આવનારને ભસ ભસ કરે. લોકો ‘કંઈથી મૂઆ’ કરીને કાઢી મૂકે.
ભાવકર્મ એ ભ્રાંત પુરુષાર્થ. પછી શુભ કે અશુભ બન્ને હોય. અને રિયલ પુરુષાર્થ જ્ઞાનને આધીન હોય. અને દેહની ક્રિયાઓ બધી નોકર્મ. નિકાચિત કર્મે ય નોકર્મ.
વાણી શું છે? એ દ્રવ્યકર્મ છે. મૂળ પરમાણુ દ્રવ્યકર્મનાં છે અને આ અહીંથી બહાર ખેંચાઈને જે સ્વરૂપે નીકળી તે નોકર્મ છે. કોડવર્ડ ને પછી શોર્ટહેન્ડ એ દ્રવ્યકર્મ ને બહાર નીકળી તે નોકર્મ છે.
વિચારો એ નોકર્મ પણ મનની ગ્રંથિ એ દ્રવ્યકર્મ. ચિત્ત-અહંકારબુદ્ધિ એ દ્રવ્યકર્મ પણ વપરાવા માંડ્યું એટલે એ નોકર્મ.
પ્રયોગસા દ્રવ્યકર્મનાં પહેલાં થઈ જાય છે. વિશ્રસા (ચોખ્ખાં) પરમાણુઓ હતાં. તે બોલવા માંડે એટલે “આપણે” મહીં ભાવ કર્યો, તેની સાથે જ પરમાણુ પેઠા તે પ્રયોગસા. પછી મિશ્રા થતાં વાર લાગે. મિશ્રસા થતી વખતે દ્રવ્યકર્મ કહેવાય. દ્રવ્યકર્મ પછી પાછા ઉદયમાં આવે.
દાદાશ્રી જ્ઞાન આપે છે ત્યારે ઊંધી મૂળ ‘દ્રષ્ટિ’ નીકળી જાય છે. એ મૂળ દ્રષ્ટિ પેલી બાજુ દ્રવ્યકર્મમાં જતી રહી જાય છે ને સ્વરૂપમાં જાય છે.
દાદાશ્રી “મૂળ દ્રષ્ટિ’નું ગુહ્ય રહસ્ય આટલામાં જ આપી દે છે કે, કોઈ ગાળ ભાંડે તે નોકર્મમાં જાય પણ એમાં તમારી (મૂળ) દ્રષ્ટિ બદલાઈ જાય તો એમાંથી દ્રવ્યકર્મ ઊભાં થાય. રૌદ્રભાવ ઊભાં થાય તે ભાવકર્મ. અને રૌદ્રભાવ ઊભાં થતી વખતે મૂળ ‘મશીનરી’ આ લાઈટ (દબાય) દેખાય, દ્રષ્ટિ બગડે તે દ્રવ્યકર્મ.” આ દ્રષ્ટિ એ અનુભવની વસ્તુ છે. શબ્દમાં બહુ ઊતરે નહીં. મહાત્માઓને ‘તમને' નોકર્મ વખતે ‘દ્રષ્ટિ ના બગડે. ભાવ ઊભાં થાય તો ય ‘દ્રષ્ટિ' ના બગડે. કારણ કે એની પાછળ હવે હિંસકભાવ ના રહ્યો. એટલે દ્રષ્ટિ ના બગડે તો ચાર્જ ના થાય. પછી તો ભાવકર્મ થાય તે ય વિચાર્જમાં જાય. ભાવકર્મ ને મૂળ દ્રષ્ટિ બગડે, એ બેઉ ભેગું થાય તો જ કર્મ ચાર્જ થાય !
સમ્યક દ્રષ્ટિ થાય પછી ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ જુદું જુદું થાય અને પછી છૂટી જાય. પછી છૂટું જ રહ્યા કરે. પછી કર્મ જ ના બંધાય.
બે તત્ત્વો સાથે રહેવાથી તીસરો વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે, તેનાથી ચશ્મા બને છે.
આત્મા સ્વભાવમાં જ છે પણ ચશ્મારૂપી ધુમ્મસ આવી જાય છે.
52