________________
ભાવકર્મ સંપૂર્ણ ગયે કેવળજ્ઞાન થાય.
[૨.૧૩] લોકર્મ નોકર્મ તો આત્મજ્ઞાન હોય તો અડે નહીં, નહીં તો અડવાનાં જ. નોકર્મ એટલે ‘નૉ’ NO . નો નહીં.
જ્ઞાનીનાં ને અજ્ઞાનીનાં નોકર્મ તો સરખાં જ દેખાય પણ જ્ઞાનીને કર્તાપણું ના હોય, ભાવકર્મ ના હોય. તેથી નોકર્મમાંથી નવું ચાર્જ ના થાય, ખરી પડે. સમ્યક દ્રષ્ટિ જ આમાં મુખ્ય કામ કરે છે. દ્રષ્ટિ ફરી માટે નોકર્મ છે. ડિસ્ચાર્જ છે.
નોકર્મ એટલે શું ? પાંચ ઈન્દ્રિયોથી અનુભવમાં આવે છે તે, મનથી થાય તે ય નોકર્મ. મન એનું પ્રેરક છે. ક્રોધ-માન-માયા-લોભ બાદ કરીએ એટલે રહ્યાં તે બધાં નોકર્મ. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાં નોકર્મ. પછી ક્રોધ-માન-માયા-લોભ એ સ્થળની વાત નથી, અહીં સૂક્ષ્મની વાત છે. સ્થૂળ અનુભવાય એ નોકર્મ. ધોલ મારે તે નોકર્મ ને તે વખતે અંદર ક્રોધ થાય તે ભાવકર્મ, જ્ઞાન હોય તે ક્રોધ થાય, ધોલ મારે ત્યારે તો ય તે ભાવકર્મ નથી. માત્ર નોકર્મ ખરી પડતાં છે.
ક્રિયાને નોકર્મ કહ્યું. ક્રિયા વળગે નહીં, જેની આત્મદ્રષ્ટિ થઈ હશે તેને ! દ્રષ્ટિ જ મુખ્ય આધાર બને છે.
ધર્મમાં પાઠ-પૂજા, ઉપવાસ, જપ-તપ કરે તે બધું નોકર્મ. પ્રકૃતિ કરે ને આત્માનો ભાવકર્મ નથી તે બધાં નોકર્મ. હાજતો બધી નોકર્મ. રાગ-દ્વેષ વગરની ક્રિયાઓ એ બધી નોકર્મ કહેવાય. અક્રમ જ્ઞાનમાં ‘હું કર્તા નથી, વ્યવસ્થિત કર્તા છે.’ આ જ્ઞાનથી નવું કર્મ ના બંધાય. જે દેખાય છે તે બધાં નોકર્મ. દાદાશ્રી કર્તાપણાના આધારને જ ઊડાડી મૂકે છે ! એટલે મહાત્માઓની ક્રિયાઓ અજ્ઞાની જેવી જ દેખાય. એટલે બીજા લોકોને કંઈ ફેરફાર ના લાગે. પણ તેમને ભાવકર્મ ઊડ્યાં, રહ્યાં તે નોકર્મ !
નોકર્મના બે ભાગ. એક ચારિત્ર મોહનીય જે મહાત્માઓને હવે રહે ને બીજું મોહનીય જે અજ્ઞાન દશામાં હોય. દર્શન મોહ ગયા પછી
બાકી રહે તે ચારિત્ર મોહ.
નો કષાય મહાત્માને અડે નહીં. જે કષાય કરવા માટે નિમિત્ત બને છે તે નો કષાય. તેનું અક્રમમાં પ્રતિક્રમણ ફાઈલ નંબર વન પાસે કરાવવું.
અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજવલન કષાયનાં ચતુષ્કને ભાવકર્મ કહેવાય.
ક્રમિકમાં નોકર્મ એટલે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક જુગુપ્તા સ્ત્રીવેદ, પુરુષવેદ ને નપુંસક વેદ. રતિ-અરતિ એટલે લાઈક-ડિસ્લાઈક અને જુગુપ્સા એટલે ચીતરી ચઢવી તે. ભય એટલે ભડકાટ. કુદરતી રિફલેકશન... મોટો અવાજ અચાનક થાય તેનાથી શરીર ધ્રુજી જાય એ નોકર્મ, ભય નહીં પણ ખરી રીતે ભડકાટ.
આઠ પ્રકારનાં દ્રવ્યકર્મ તે સંચિતકર્મ ને ફળ આપે તે પ્રારબ્ધકર્મ, તેને નોકર્મ કહ્યાં.
સ્વરૂપ જ્ઞાન પછી અક્રમમાં નોકર્મ અકર્મ કહેવાય, નહીં તો અજ્ઞાન દશામાં નોકર્મ એ સકર્મ.
દરેક ક્રિયામાં ક્રોધ-માન-માયા-લોભ વણાયેલાં હોય છે. તેમાંથી દ્રવ્યકર્મ ઉત્પન્ન થાય. દાદાશ્રી દ્રષ્ટિ બદલી આપે એટલે સંસાર રોગ જાય !
[૨.૧૪] ભાવકર્મ + દ્રવ્યકર્મ + તોકર્મ દ્રવ્યકર્મમાંથી ભાવકર્મ ઉત્પન્ન થાય છે. અને પછી તેમાંથી શું થાય ? ભાવકર્મ અને નોકર્મ બે ભેગાં થઈને પાછું નવું દ્રવ્યકર્મ ઊભું થાય છે. કૉઝિઝમાંથી ઈફેક્ટ ને ઈફેક્ટમાંથી કૉઝિઝ ..... એટલે ભાવકર્મની મા દ્રવ્યકર્મ. અને ઓરિજિનલ, મૂળ દ્રવ્યકર્મ (જે પ્રથમ થયેલું) તેની મા કોણ ? તો કહે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, એક પેઢી પૂરતું જ થાય. પછી દ્રવ્યકર્મમાંથી ભાવકર્મ થાય અને દ્રવ્યકર્મમાંથી ફળ આવે તે નોકર્મ, પછી ભાવકર્મ ને નોકર્મ ભેગાં થાય એટલે નવાં જ દ્રવ્ય કર્મ ઉત્પન્ન થાય. દેહ ને પાટા બે