________________
ક્રમિક માર્ગમાં ભાવકર્મ એ પોતાની નિજ કલ્પના કહેવાય, માટે ચેતન રૂપ એટલે મિશ્રચેતન થયું. ચેતનની સ્કૂરણા થઈ એટલે પાવર પેઠો પુદ્ગલમાં. એટલે પાવર ચેતન થયું. જ્ઞાન પછી નવો પાવર ના ભરાય.
જડધૂપ એટલે પરમાણુઓ ખેંચાય. ગુસ્સો થયો એ ભાવકર્મ. એના પરમાણુઓ ખેંચે. આ પરમાણુઓ ખેંચાય છે તે બહારનાં ખેંચાતા નથી. બહાર તો તે સ્થૂળરૂપે છે. આ તો અંદરનાં જ પરમાણુઓ નિજ આકાશમાં ખેંચે છે. સૂક્ષ્મના હિસાબે પછી બહાર સ્થળ પરમાણુઓ ભેગાં થઈ જાય ને કાર્યમાં આવે.
પોતે કલ્પના કરી એટલે ડિઝાઈન કરી તેવાં પરમાણુઓ થઈ જાય ! એટલે જેવી સ્કૂરણા થઈ એવા પુદ્ગલ ખેંચે ને તેવું બધું સર્જન થઈ જાય! આ ગધેડો, હાથી, કીડી એ બધું પોતાની જ ફુરણાથી ખડું થયેલું છે પણ તે પરભાવમાં થઈ ગયું છે. પરસત્તામાં થઈ ગયું છે !
આત્મા જ્ઞાનથી અકર્તા છે ને અજ્ઞાનથી કર્તા છે !
જેનો ઉપચાર નથી થયો, ડિઝાઈન નથી થઈ, કોઈ યોજના નથી થઈ તે અનુપચરિત વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. હું કહું છું, જઉં છું, આવું છું, એ ઉપચારિક વ્યવહાર ચરિત થયું તે ઉપચરિત થાય છે ને તેમાંથી ઔપચારિક થાય છે. ઉપચારથી ઘર-ધંધા આદિનો કર્તા છે અને અનુપચર્ય એટલે આ નાક-કાન-આંખ એ આપણે ઘડ્યું ?!,
ભાવકર્મ કરવાથી દેહનું બંધારણ થઈ જાય. ભાવકર્મ કરનારાને (અહંકારને) પુદ્ગલ જોડે કંઈ લેવા-દેવા નથી. પણ ભાવ કર્યા પ્રમાણે પુદ્ગલ બંધાઈ જાય !
અક્રમ જ્ઞાનથી દાદાશ્રીએ ઉપચાર-અનુપચાર ઊડાડ્યું. ક્રમિકમાં દેખાય તેને દ્રવ્યકર્મ કહેવાય. ખરેખર દ્રવ્યકર્મ એ દેખાય નહીં.
ભાવ કોણ કરે છે ? વ્યવહાર આત્મા. ભાવ પ્રતિષ્ઠિત આત્મા ય કરતો નથી ને શુદ્ધાત્મા ય કરતો નથી.
દ્રવ્યકર્મના પાટાને લઈને કષાય છે ને તેનાથી ભાવકર્મ છે. અક્રમમાં દાદાશ્રીનો ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મનો ફોડ ક્રમિક કરતાં
તદન જુદો ને યથાર્થ છે. દ્રવ્યકર્મમાંથી ભાવકર્મ ઉત્પન્ન થાય. ડિસ્ચાર્જ થતાં કર્મો, ઈફેક્ટમાં આવેલા કર્મો તે બધાં નોકર્મ. ભાવકર્મ ડિસ્ચાર્જ થાય તે નોકર્મ.
ક્રમિક માર્ગમાં ગુસ્સો થયો તે ભાવબંધ ને ધોલ ખાધી તે દ્રવ્યબંધ. ક્રમિકમાં નોકર્મને દ્રવ્યકર્મ કહે છે. ખરેખર ધોલ ખાધી તે નોકર્મ. ક્રમિકમાં ભાવકર્મમાંથી દ્રવ્યકર્મ થાય એમ ગણે છે. પણ ખરાં દ્રવ્યકર્મ આઠ પ્રકારનાં છે, તેને જ કહેવાય. દ્રવ્યકર્મમાંથી ભાવકર્મ ને ભાવકર્મમાંથી પાછું દ્રવ્યકર્મ. નોકર્મની કંઈ કિંમત જ નથી.
ક્રિયા નહીં પણ ભાવ થાય તે ભાવકર્મ.
લોકપૂજ્ય માણસને ‘આવો પધારો પધારો’ કહે તેથી શેઠ ફુલાય તે ભાવકર્મ. અપમાન કરે ને ડિપ્રેસ થઈ જાય તે ય ભાવકર્મ.
અક્રમમાં ભાવકર્મ ઊડી જાય છે જ્ઞાન પછી. કારણ કે આ બધાંનો માલિક જ ખસી ગયો ! માલિક હોય તો શું થાય ? આ “મારું” એવી દ્રષ્ટિ ઊભી થઈ એટલે પાછું આશ્રવ (ચાર્જ) થાય. ભાવકર્મ થયું એટલે આશ્રવ થાય. એટલે પાછો બંધ પડે. આ આશ્રવ બંધ લોકો અનાદિકાળથી ખોદી કાઢવા જાય છે પણ તેમ ના થાય, મહેનત એળે જાય. જ્ઞાની તો શું કહે છે કે માત્ર ‘દ્રષ્ટિ’ બદલી નાખો કોઈ પણ રસ્તે.
દ્રષ્ટિ ફરે તો આશ્રવ બધાં પરિશ્રવ (નિર્જરા) છે. બંધ ના પડે પછી.
અક્રમમાં તો “આ મારું જ નહીં” થઈ જાય છે. કષાયો “ચંદુ’ના અહંકાર મડદાલ થઈ જાય અને “હું” તો શુદ્ધાત્મા એ સો ટકા થઈ જાય છે મહીં. આખી દ્રષ્ટિ જ બદલાઈ જાય છે !
ક્રમિકમાં લિંગદેહ જેને કહે છે, તેને અક્રમમાં ભાવકર્મ કહે છે ! દ્રવ્યકર્મમાંથી ભાવકર્મ ને ભાવકર્મમાંથી દ્રવ્યકર્મ. આ શૃંખલા દાદાશ્રી જ્ઞાન આપતાં જ તોડી આપે છે. પછી નવાં ભાવકર્મ થતાં નથી. પાછલાં દૈહિક દ્રવ્યકર્મ પૂરા કરવાના રહે ને અમુક અંશે જ્ઞાનાવરણ ને અંતરાય રહે.
તીર્થંકરો પૂર્વભવે તીર્થકર ગોત્ર બાંધે છે, તે સમક્તિ પછીનું ભાવકર્મ છે. ‘હું જે સુખને પામ્યો તે બધાં પામે !” આ એમની સહજ કરુણા હોય !
48