________________
જોનાર-જાણનાર ને તેની જાણનાર !.
૪૯૩
४८४
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આપણી કૉલેજ !
પૂર્ણતા પામવા પાળવી પાંચ આજ્ઞાઓ !
પ્રશ્નકર્તા : જે કંઈ આપણે જોઈએ છીએ ને જાણીએ છીએ એ એક વાત છે અને બીજી બાજુ આપણે જ્ઞાતા-દ્રષ્ટા થવું છે એ બીજી વાત છે. આ જોનારો-જાણનારો અને પેલો જોનારો-જાણનારો જુદી વસ્તુ છે ?
દાદાશ્રી : હા, બરોબર છે.
પ્રશ્નકર્તા ઃ અત્યારે મિડીયમ શ્રુ જાણે છે, પણ જાણે છે એ જ ?
દાદાશ્રી : બીજું કોણ જાણે તે ? પણ આ પ્રજ્ઞાના મિડીયમ શ્રુ એ જાણે છે.
પ્રશ્નકર્તા ઃ તો એને ખબર પહોંચતી જ નથી ?
દાદાશ્રી : એને મૂળ આત્માને કશું લેવા ય નહીં ને દેવા ય નહીં ! એ તો વીતરાગ છે. અને આ શું થઈ રહ્યું છે તે બધું, આ મિડીયમ ઊભું થયું છે, પ્રજ્ઞાશક્તિ તે જાણે છે.
પ્રશ્નકર્તા ઃ એટલે એ જે જ્ઞાતા છે, એને આ શેયની કોઈ પણ અસર ના થાય ?
દાદાશ્રી : હોય જ નહીં. સંગ કોઈ અડે નહીં. કોઈ વસ્તુ એને અંડે નહીં. ભાવોથી નિર્લેપ, સંગથી અસંગ !
પ્રશ્નકર્તા: ખાલી એને જોવાનો-જાણવાનો જ એક એનો પોતાનો સ્વધર્મ છે ?
પ્રશ્નકર્તા : તે આ જોનારા-જાણનારામાંથી પેલા જોનારા-જાણનારા ઉપર ટ્રાન્સફર કેવી રીતે થાય ?
દાદાશ્રી : આ જોનારો-જાણનારો છે ને, એની બધી જ ક્રિયાને એ જાણે, એ આ જ્ઞાતા-દ્રષ્ટા.
પ્રશ્નકર્તા : એટલે ટૂંકમાં અત્યારે આ અહંકાર છે એ જોનારોજાણનારો છે અને અહંકારની ક્રિયા જાણે..
દાદાશ્રી : હું શું કરી રહ્યું છે, મન શું કરી રહ્યું છે, બુદ્ધિ શું કરી રહી
પ્રશ્નકર્તા: બરાબર છે. એ વાત સાચી છે આપની. પણ અત્યારે પણ આપણે એનો અનુભવ તો થાય છે કે આવું થઈ રહ્યું છે. જેને આપણે જ્ઞેય બનાવ્યું છે. હવે આ મન-વચન-કાયા અને અહંકાર પણ એ ખરેખર તો આપણે એમ કહીએ છીએ કે હજુ મૂળ આત્મા જોતો-જાણતો નથી. આત્મા તો આઘો છે એનાથી.
દાદાશ્રી : તે આ એનો વિષય ન્હોય. આ તો આ જે ઇન્દ્રિય દ્રષ્ટિથી દેખાય છે, એમનો આ વિષય નથી.
પ્રશ્નકર્તા ઃ જોવા-જાણવાની શક્તિ મૂળ આત્માની જ છે ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા જ સ્વભાવ. અહીં લાઈટ થયેલી હોય ને, તે બસ, જુએ. એ લાઈટમાં જો જીવ હોત તો જોયા કરત.
પ્રશ્નકર્તા: આત્માનો ઉપયોગ થતો હશે ?
દાદાશ્રી : ના થાય એવું હોતું હશે ? પેલાં વિચાર આવે તેને જાણી જાવ, મહીં ગુસ્સો આવે તેને તમે જાણી જાવને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હં. એમ પાછું મૂળ ઠેઠને પહોંચતું નથી. એ પ્રજ્ઞાને પહોંચે છે. કારણ કે આ વચગાળાનું જ્ઞાન છે, પેલું તો તદન જ્ઞાતા-દ્રષ્ટા !
પ્રશ્નકર્તા: હા, ઠેઠ પહોંચતું નથી. વાત જ ત્યાં છે ને ? મારો એ જ પોઈન્ટ છે કે એને ઠેઠ પહોંચે કેવી રીતે ?
દાદાશ્રી : હં. પણ અત્યારે આ વચ્ચે મિડીયમ પ્રજ્ઞાનું છે.