________________
જોનાર-જાણનાર ને તેની જાણનાર !
૪૯૧
૪૯૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
જોનાર ઉપર જોનારો આત્મા જ્ઞાતા કહેવાય અને જાણવાની વસ્તુ બધી શેય કહેવાય ને જોનાર દ્રષ્ટા હોય ત્યારે આ દ્રશ્ય હોય.
પ્રશ્નકર્તા : જોનારાની ઉપર જોનારો છે, તો પછી મૂળ આત્માનું ફંકશન કેવી રીતે હોય છે. આમાં ?
દાદાશ્રી : આ લોકો જુએ જ છે ને બધા. આખી દુનિયા જુએ છે ને જાણે છે ને ! એમને કહીએ તમે જોતાં-જાણતાં નથી, ત્યારે અત્યારે શું કરીએ છીએ અમે ?! આખો બધો ફોર્ટ વિસ્તાર જોયો, ફલાણું જોયું, ફલાણું જોયું. પણ એ જોનારને ય જાણવાનો છે. આ જોનારને જાણનાર છે પાછો !
પ્રશ્નકર્તા : આ જોનારને જાણવાનું છે ?
દાદાશ્રી : આ જોનારને જે જુએ છે અને જાણનાર ને જાણે છે એવો મૂળ આત્મા.
પ્રશ્નકર્તા: એને આપણે પ્રજ્ઞા કહી અત્યારે. દાદાશ્રી : હં, પ્રજ્ઞા. પ્રશ્નકર્તા ઃ તો પછી મૂળ આત્માનું એથી આગળનું ફંક્શન શું રહ્યું ?
દાદાશ્રી : ના. એથી આગળ કશું નહીં. બસ, ત્યાં એન્ડ. કોઈ કોઈને લેવા-દેવા નથી, કોઈ કોઈને હેલ્પ કરતું નથી. કોઈ કોઈને કંઈ જ છોડવાનું નથી, એવા આ તત્ત્વો ! ટંકોત્કીર્ણ સ્વભાવના. ક્યારેય પણ એકાકાર થયા નથી, જુદા ને જુદા રહે. જેમ તેલ ને પાણી બે ભેગા થયા હોય, પણ બે જુદા તે જુદા જ હોય તેમાં.
વચલો ઉપયોગ કોતો ? પ્રશ્નકર્તા: એક વાર સત્સંગમાં આપે કહેલું કે એક સ્ટેજ એવી હોય કે ચંદુભાઈ કરે છે અને એમાં જ તન્મયાકાર હોય. બીજી સ્ટેજ એવી હોય કે ચંદુભાઈ જુદા અને પોતે જુદો. એટલે આ કર્તા જુદો અને પોતે જુદો અને ત્રીજી ટોપની સ્ટેજ એવી છે કે ચંદુભાઈ શું કરે છે એને પણ જુએ છે, આત્મા
ચંદુભાઈને જુએ છે ! એ સમજાવો જરા !
દાદાશ્રી : શું સમજવાનું છે એમાં ? પ્રશ્નકર્તા : એ સ્ટેજ કયું કહેવાય ?
દાદાશ્રી : એવું છે ને, આ જોવાના કાર્યોમાં પડ્યા છે તે એ કાર્ય જોવાનું સહજ હોવું જોઈએ. જોવાનું એને કરવું પડે છે, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું પડે છે એટલે એને ય પણ જાણનારો છે ઉપર. જ્ઞાતા-દ્રષ્ટા રહેવું પડે છે. એ પછી મેનેજર થયો પાછો. એનો ઉપરી પાછો રહ્યો. છેલ્લા ઉપરીને જોવું પડે નહીં, સહજ દેખાયા જ કરે.
પ્રશ્નકર્તા : એટલે આ જ્ઞાતા-દ્રષ્ટા જોવું પડે છે એ કોણ અને એને પણ જે જુએ છે તે કોણ ?
દાદાશ્રી : મૂળ છે તે એને પણ જુએ છે તે મૂળ. આ જોવું પડે છે તે વચલો, ઉપયોગ. એટલે એને પણ જાણનારો છેક છેલ્લી દશામાં. આ અરીસામાં આપણે આમ બેઠાં અને અરીસો એણે મૂક્યો તો આપણે બધાં દેખાઈએને તરત ?!
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એને કંઈ જોવું પડે ? પ્રશ્નકર્તા: ના. દાદાશ્રી : એવું આત્મામાં ઝળકે, બધું આખું જગત મહીં ઝળકે. પ્રશ્નકર્તા : એ ‘વચલો' કોણ, દાદા ? દાદાશ્રી : ઉપયોગ. પ્રશ્નકર્તા : એ ઉપયોગ પણ કોનો ઉપયોગ ?
દાદાશ્રી : એ પેલી ‘પ્રજ્ઞા'નો. પ્રજ્ઞાનાં ઉપયોગમાં આવી ગયો એટલે બહુ થઈ ગયું. એથી આગળ આપણે બહુ કોઈને જરૂર નથી, ત્યાં સુધી