________________
જોનાર-જાણનાર ને તેનો જાણનાર !
૪૮૯
૪૯૦
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
અત્યારે જ્ઞાતા કોણ છે ? એ પેલી પ્રજ્ઞાશક્તિ છે. હા, કારણ કે કાર્યકારી છે. મૂળ આત્મા કાર્યકારી ના હોય. આ સંસાર છે ત્યાં સુધી કાર્યકારી શક્તિ ઊભી થઈ છે, પ્રજ્ઞા. એ પ્રજ્ઞા બધાં કાર્યો પૂરાં કરી આટોપીને પછી મોક્ષે જાય.
પ્રશ્નકર્તા : એટલે મોક્ષનાં દરવાજા સુધી મદદ કરવા માટે આ પ્રજ્ઞા
દાદાશ્રી : દરવાજા સુધી નહીં, મોક્ષમાં ઠેઠ સુધી બેસાડી દે. હા, પૂર્ણાહુતિ કરી આપનાર એ પ્રજ્ઞા.
જબરજસ્ત શક્તિઓ છે. ગમે એવાં કષ્ટો આવે તો ય પણ કષ્ટ ગભરાય એટલી બધી શક્તિઓ. એટલી વધેલી દેખે કે કષ્ટ ગભરાય.
પ્રશ્નકર્તા : જેટલું જોવાનું થાય છે એટલું આ અડતું નથી અને ભળી જાય તો પછી લાગી આવે છે.
દાદાશ્રી : આ જે જોનાર છે એની ઉપર જોનાર હોય જ ને ! પ્રશ્નકર્તા એ એની ઉપર પણ જોનાર હોય ?
દાદાશ્રી : પછી એની ઉપર જોનાર નહીં. જોનારથી ઉપર કોઈ જોનાર નહીં. ખરો જોનાર તે જ આત્મા.
પ્રશ્નકર્તા : એટલે આ આખા દિવસનું જોવાની પ્રક્રિયા હતી તો એને જોનારો જે છે, એને પણ જોનારો બીજો હોય છે એમ ? તો પહેલો જોનારો કોણ છે ?
દાદાશ્રી : એ છે તે ઉપાદાન કહો, બુદ્ધિ કહો કે અહંકાર કહો, ને તેને પણ જોનારો.
પ્રશ્નકર્તા: એ કોણ ? દાદાશ્રી : એ આત્મા, જોનારને ય જાણે. પ્રશ્નકર્તા: તો આમાં પ્રજ્ઞા ક્યાંથી આવી ? દાદાશ્રી : એ જ પ્રજ્ઞાને ! મૂળ આત્મા તો મૂળ આત્મા જ છે.
પ્રશ્નકર્તા : એટલે આખા દિવસનું જોનારો એ અહંકાર કહેવાય ? અથવા ઉપાદાન કહેવાય ?
દાદાશ્રી : બુદ્ધિ, અહંકાર, અજ્ઞા શક્તિ.
પ્રશ્નકર્તા : બરોબર. દાદા, હમણાં હું સવારનું જોવા બેઠો, તો અત્યારનું જોવાનું રહી જાય છે, હું પહેલાનું જોઉં છું હમણાં.
દાદાશ્રી : પણ જુએ છે ખરો ને ! એ જ તું આત્મા છું, પછી શેને જોવાનું રહી જાય છે ત્યાં ?
પ્રશ્નકર્તાદાદા, આપે આત્મા સ્વ-પર પ્રકાશક છે, તે આને લઈને કહ્યું છે ? સ્વ-પર પ્રકાશક છે, એ પોતાને ય પ્રકાશમાન કરે છે ?
દાદાશ્રી : બીજું શું? જે જોનાર છે તેની ઉપરે ય જોનાર હોય. તે
દાદાશ્રી : જેટલું જોવાનું બને એટલું જોવાનું અને બીજું ના જોઈ શકાય એના પ્રતિક્રમણ કરવાના.
પ્રશ્નકર્તા: અત્યારે અમે બેઠા અને આખા દહાડાનું જોવા બેઠાં હોઈએ, ત્યારે બધું દેખાય અને તે ઘડીએ એવું પણ દેખાય કે અમે આગળનું જોવા બેઠાં છીએ.
દાદાશ્રી : હં. પછી ?
પ્રશ્નકર્તા : એટલે આ શું છે ? જે જુએ છે, તેને ય પાછો જુએ છે.
દાદાશ્રી : એ જે છેલ્લામાં છેલ્લો જોનારો તે જ આપણે છીએ. એ જોનારની ઉપર કોઈ જોનાર રહ્યાં નહીં. અને આ જે જોનાર છે, એ એની પાછળ છેલ્લામાં છેલ્લો જોનાર હોય.
પ્રશ્નકર્તા : એટલે જોનારની ઉપર પણ જોનાર હોય છે ?