________________
જોનાર-જાણનાર ને તેનો જાણનાર !
૪૫
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
જાય, બંધન નથી એને. પણ પાંચ આજ્ઞા પાળતો હોય, તે કોઈ સ્ટેશને ઉતરે જ નહીં ને !
દાદાશ્રી : આમ પ્રજ્ઞામાં આવ્યા પછી જ મૂળને પહોંચે. પ્રશ્નકર્તા : એનું કયું સાધન છે ?
દાદાશ્રી : પાંચ આજ્ઞા એ જ મોટું સાધન છે. પહેલું ઇન્દ્રિય જ્ઞાનથી દેખાય. પછી બુદ્ધિ જ્ઞાનથી દેખાય ને પછી છે તે પ્રજ્ઞાથી દેખાય ને પછી આત્માથી.
પ્રશ્નકર્તા : પણ આ મૂળ આત્મા જે જ્ઞાતા છે, તેનો, જ્ઞાતાનો શેયો સાથેનો સંબંધ કેવો છે ?
દાદાશ્રી : જ્ઞાન પાછું શેયને જુએ એટલે જ્ઞાનાકાર થઈ જાય.
પ્રશ્નકર્તા: પણ આ જે જ્ઞાતા છે, મૂળ આત્મા, એ તો કંઈ જોયાકાર થતો જ નથી ને ?
આત્મા એટલે કેવળજ્ઞાત પ્રકાશ ! પ્રશ્નકર્તા : આત્મા એટલે જ્ઞાન. જ્ઞાન એટલે પ્રકાશ, પ્રકાશ સિવાય બીજું કંઈ છે જ નહીં. પ્રકાશ જ, પ્રકાશ જ, પ્રકાશ જ ! અને માત્ર પ્રકાશ એટલે કોઈ પણ જાતનો સંયોગ નહીં. કંઈ નહીં, એકલું પ્રકાશ જ ! તો પછી તો જ્ઞાયકભાવ જ રહ્યો ?
દાદાશ્રી : એને કશું ય લેવા-દેવા નથી. આ ઠેઠ સુધી પ્રજ્ઞા. અને કેવળજ્ઞાન થાય એટલે ભેગું. પ્રજ્ઞાય ચાલી જાય.
દાદાશ્રી : જ્ઞાયકભાવ. જાણવા-જોવાનાં ભાવમાં રહ્યો એ આનંદ. પોતાને બીજી કોઈ જરૂર નથી. જાણવા-જોવાના ભાવમાં તો કરવાનું નહીં. મહીં ઝળકે પોતાની મહીં જ. ક્રિયા નહીં કોઈ જાતની, અક્રિય. ક્રિયા કરે તો થાક લાગે, સૂઈ જવું પડે, ઊંઘી જવું પડે.
પ્રશ્નકર્તા: પહેલા છે તો અજ્ઞાન દશામાં અમારી જે દ્રષ્ટિ છે તે એવી વસ્તુ ઉપર એટલે પુદ્ગલ ઉપર રહેતી હતી. જેનામાં જોવાનો ને જાણવાનો ગુણ જ નથી. પણ હવે આપે જ્ઞાન આપ્યું ત્યારે દ્રષ્ટિ અને જેમાં જોવાની અને જાણવાની શક્તિ છે એમાં લગાડીએ એટલે અમારી દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ.
પ્રશ્નકર્તા : એટલે આત્મા તો કેવળજ્ઞાન થાય ત્યારે જ કામમાં આવે, ત્યાં સુધી નહીં ?
દાદાશ્રી : ના. ત્યાં સુધી મૂળ જ્ઞાતા-દ્રષ્ટા ના થાય. આપણે જરૂરે ય નથી. એ તો કેવળજ્ઞાન તો એની મેળે આવે છે. એ માગવા ય જવું ના પડે. જેમ વડોદરાની ગાડીમાં ટિકિટ-બિકિટ લઈને બેઠા પછી વડોદરા સ્ટેશન એની મેળે આવે, એવી રીતે. તમારે તો ગાડીમાં બેસવાની જરૂર. બેસી ગયા અને આ આજ્ઞા પાળવાની કે ભઈ, કોઈ સ્ટેશને ઉતરી ના પડશો. કોઈ જગ્યાએ ચા-પાણી સારા મળે માટે કંઈ ત્યાં ઉતરી પડશો નહીં. તમને આ ભાઈ કહે તો ય કહીએ, ‘અહીં ઉતરવાનું નથી. હેંડો, પાછા બેસી જાવ !” આ તો કહે કે ‘આવો, પેલી કેન્ટીન સારી છે.’ તો ય આપણે ‘ના’ કહેવું.
દાદાશ્રી : એટલે સ્થિર થઈ ગઈ અને આ અસ્થિરમાંય જોવાજાણવાની ક્રિયા છે, પણ સંયોગોને જોવા-જાણવાની ક્રિયા છે. જોવા-જાણવાની ક્રિયા તો ત્યાં, આત્મામાં જ છે. પણ આત્માને અસંયોગીક ક્રિયા છે અને આ સંયોગી ક્રિયા છે. જોવા-જાણવાની ક્રિયા અહીં કહે છે ને, આ ઝાડ આવ્યું. પાન આવ્યું. ગાય આવી, ભેંસ આવી. બધું કહે છે જ ને અને તેને આત્મા માને છે લોકો ! આ જોવા જાણવાની ક્રિયા. એમાં ચેતન બિલકુલ છે નહીં.
પ્રશ્નકર્તા: પાંચ આજ્ઞા બરાબર પાળવા છતાં કેન્ટીનમાં જાય તો ? દાદાશ્રી : તો વાંધો નહીં. પાંચ આજ્ઞા પાળતો હોય તો ગમે ત્યાં
ત્યારે કહે, શેનાથી ચાલે છે આ ? ચેતન વગર કેવી રીતે ચાલે ? ત્યારે કહે, “આત્માની હાજરીથી પાવરચેતન ઊભું થાય છે.”
પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે આ વસ્તુઓ ઝાડ છે, પાન છે એ બધાને