________________
[8]
જોતાર-જાણતાર તે તેતો જાણતાર !
જ્ઞાયકભાવ : મિશ્રભાવ !
જોને, સૂતાં સૂતાં પગ દબાવડાવું છું ને તેને ય જાણે છે. શું થઈ રહ્યું છે, તેને ય જાણે.
પ્રશ્નકર્તા : અત્યારે કહ્યું ને કે આ પગ દબાવવાનું કહે છે એને ય જાણે છે, આ પગ દબાઈ રહ્યા છે એને ય જાણે છે, પછી આ વાણી કહો એને ય જાણ્યા કરે તો આ બધું એટ એ ટાઈમ કેવી રીતે બની શકે ?
ય
દાદાશ્રી : એટલી બધી અનંત શક્તિ, ઓહોહો ! ચોગરદમ જોઈ શકે !! આ આંખ્યો તો આગળ જ દેખી શકે, પેલું તો દસેય દિશા જોઈ શકે. બધી દિશા, બધા ખૂણા, બધી ડિગ્રીઓમાં એ ના કરી શકે ?
પ્રશ્નકર્તા : પણ એટ એ ટાઈમ તો એક જ હોય ને ?
દાદાશ્રી : એક જ હોય પણ તે બધું કહી આપે. પણ શબ્દ કહેવા માટે જુદા જુદા જોઈએ, એટલે એટલો ટાઈમ જોઈએ. એટ એ ટાઈમ બધા શબ્દો ભેગા ના કરી શકાય. એટલે સ્યાદ્વાદ માંગે.
પ્રશ્નકર્તા : જોવું એટલે આંખેથી જોવાની વાત નથી એમાં. એ અંદરનું દર્શન છે. તો આપણે જે જાણીએ, એ આત્માને જ ખબર પડે છે
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
ને, પણ એ આપણને જ્ઞાન લીધાં પછી. હવે જ્ઞાન લીધાં પહેલા પણ બધાંને ખબર ?
४८०
દાદાશ્રી : ના, ના ખબર પડે.
પ્રશ્નકર્તા : એ જ્ઞાન પહેલાં પણ જે કંઈ જાણે એ આત્માના ગુણથી જાણે ને, જાણે તો ?
દાદાશ્રી : ના. એ છે તે ભરેલા પાવરથી જાણે છે.
પ્રશ્નકર્તા : હવે જ્ઞાન લીધા પછી જ્યારે જ્યારે જ્ઞેય સામે આવે ત્યારે દરેક જાણવામાં એનો અનુભવ અમને થાય. એ આત્માનો અનુભવ થવો જોઈએ. એમ જ થયું ને, જે થઈ રહ્યું છે એ ?!
દાદાશ્રી : નહીં, જોવાનું ને જાણવાનું થયા કરે.
પ્રશ્નકર્તા : હા, એટલે એ અમારો આત્મા જ જોઈ રહ્યો છે એમ સમજવાનું ને ?
દાદાશ્રી : હા, જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયક. જ્ઞાયકભાવ એટલે આત્માને કશું બોલવાની જરૂર જ નથી. પહેલાં જ્ઞાયકભાવ હતો જ નહીં ને ! મિશ્રભાવ હતો. એમાં કર્તાપણું ને જાણપણું ‘હું કરું છું ને હું જાણું છું’ એનું મિક્ષ્ચર હતું.
પ્રશ્નકર્તા : હવે પ્યૉર જાણપણું થઈ ગયું.
દાદાશ્રી : હા, પ્યૉર જાણપણું.
પ્રશ્નકર્તા : એટલે આ જાણપણાનો જે વારે વારે અનુભવ આવે છે એ આત્માનો જ અનુભવ આવ્યો ને ?!
દાદાશ્રી : બધું આત્માનું જ. પણ તેમાં આ બહારનું જ્ઞાન જે દેખાડે છે, એ પાવર ચેતન (મિશ્રચેતન) દેખાડે છે.
પ્રશ્નકર્તા : દાદા, તો મૂળ આત્માની જે જોવા-જાણવાની ક્રિયા છે,