________________
એક પુદ્ગલને જોવું !
પ્રશ્નકર્તા : ઠોકવાવાળો ય પુદ્ગલ ને આ ય પુદ્ગલ ?
દાદાશ્રી : બહુ પાકાં.
४७८
મહાવીરતી છે આ રીત !
પ્રશ્નકર્તા : ભગવાન મહાવીર પોતાના એક પુદ્ગલને જોતા હતા. એટલે ભગવાન મહાવીર આત્મામાં રમણતા કરે છે કે પુદ્ગલને જુએ છે ?!
દાદાશ્રી : પુદ્ગલને જોવું અને જાણવું, એનું નામ જ આત્મરમણતા. ભગવાન મહાવીર શું કરતા, એક પુદ્ગલમાં જ સ્થિર દ્રષ્ટિ કરીને જ રહ્યા. ત્યાં પછી કેવળજ્ઞાન ઉપજ્યું’તું.
પ્રશ્નકર્તા : છેવટે આ કરવાનું છે એ લક્ષમાં હોવું જોઈએ.
દાદાશ્રી : હોય જ બધાંને, શબ્દ ના સમજાયો હોય પણ એમ ને એમ તો એનું લક્ષ હોય જ. આત્મરમણતા, સ્વરમણતા બધું એકનું એક જ. સ્વરમણતા એટલે પેલું પુદ્ગલ જ જોતો હોય.
પ્રશ્નકર્તા : આપને તો એવું રહેતું હોયને, દાદા ?
દાદાશ્રી : અમારે થોડું કાચું પડી જાય. આ જે તમે વાત બોલો છોને, એ પ૨૨મણતામાં બોલો છો. આખો દહાડો પ૨૨મણતામાં જ રહો છો તમે. સ્વરમણતામાં, નિશ્ચયથી સ્વરમણતામાં, બાકી વ્યવહારમાં જ તમારો નિશ્ચય વર્તે. આવું જ હોય, છતાં આ તો બહુ ઊંચું પદ કહેવાય !
ભગવાન મહાવીર તો બસ, એકલું પોતાનું જ પુદ્ગલ જોયા કરતા’તા. કારણ કે એમાં છ દ્રવ્યો છે, એ તો એમને દેખાય જ નિરંતર. એક પુદ્ગલમાં જ દ્રષ્ટિ રાખતા’તા. એક જ પુદ્ગલ, બીજું નહીં. જે એક પુદ્ગલનો સ્વભાવ છે એ સર્વ પુદ્ગલનો સ્વભાવ છે. સ્વભાવ એકનો એક જ જાતનો છે. એટલે
ભગવાનની રીત મેં તમને આપી છે. તે રીતે ચાલો હવે.
܀܀܀܀܀