________________
એક પુદ્ગલને જોવું !
૪૭૬
૪૭૭
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
તો જાણવું કે ગ્રંથિ છે આપણામાં. તે ગ્રંથિ છૂટવી જોઈશે !
દાદાશ્રી : તો ય એ પોતે તો એક જ પુદ્ગલને જોતાં હોય. પ્રશ્નકર્તા : તો એ જવાબ બહારનો ભાગ આપે ને ?
દાદાશ્રી : પોતે જવાબ ના આપે, તે ઘડીએ જે પુદ્ગલ ભાગ હતો, તેનો તે જ ભાગ જવાબ આપે.
પ્રશ્નકર્તા : બરોબર છે. પણ બહારનો ભાગ આપણે કોને કહીએ છીએ, એક પુદ્ગલ અને તે સિવાયનો ભાગ ?
દાદાશ્રી : જોનાર અને જાણનાર છે, એને બહારનો ભાગ હોતો નથી. આ તું બોલી રહ્યો છું ને તેને જુએ-જાણે એને જ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા: તો દાદા એવી સ્ટેજ એની મેળે આવશે ?
દાદાશ્રી : આપણે તો એ પ્રયત્નમાં રહીએ ને, આ કરવાનું એવું બધું હોયને !
પ્રશ્નકર્તા : એક જ ભાવમાં રહેવાનું? દાદાશ્રી : એક જ ભાવમાં, જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં જ રહેવાનું. પ્રશ્નકર્તા : અત્યારે તો એ કઠિન પડે, એમ કહે છે.
દાદાશ્રી : ના, અત્યારે એ ના હોયને ! અત્યારે બહાર જવું પડે આપણે. પણ તે એટેચમેન્ટ વગરનું હોય તો એ છે તે જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય અને એટેચમેન્ટ સહિત હોય તો છે તે ઇન્દ્રિયજ્ઞાન કહેવાય. (એટેચમેન્ટ એટલે પાછું અજ્ઞાની જેવું એક થઈ જવું)
પ્રશ્નકર્તા: તન્મય થઈ જાય તો ઇન્દ્રિયજ્ઞાન આવી જાય?
દાદાશ્રી : ના. કોઈવાર તન્મય થઈ જાય તોય નહીં, એટેચમેન્ટ સહિત હોય તો જ ઇન્દ્રિયજ્ઞાન કહેવાય. એટેચમેન્ટ નથી તો ય પણ તન્મય થઈ જાય કોઈ જગ્યાએ. પણ એ તન્મય થવું એ પદ્ધતિસર નથી. એ ફરી કો'ક વખત છૂટું કરવું પડશે એને. એકધારું જ હોવું જોઈએ. તન્મય થાય
પછી વ્યવહાર જ આખો એટેચમેન્ટ વગરનો થઈ જાય છે. વીતરાગ વ્યવહાર થઈ જાય છે. ઘણાં માણસોને વીતરાગ વ્યવહાર થઈ ગયેલો છે. પણ તે અમારા પરિચયમાં રહેવાના. આ તે ઠેઠ દૂરથી દોડધામ દોડધામ કરે, પરિચયમાં ના રહેવું પડે ?
અનંતા શેયોને જોયું એક પુદ્ગલમાં ! અનંતા જોયોને વીતરાગોએ એક જ શેયમાં જોયેલું, તેવું આ ‘દાદા'એ એક જ શેય, એક પુદ્ગલ જોયું છે. પુદ્ગલ તો સ્વાભાવિક રીતે એક જ છે, મૂળ સ્વભાવનું પુદ્ગલ, વિશ્રસાનું બનેલું ! જગત છે, નેટ (સો ટકા) ચોખ્ખા પરમાણુનું !!!
હવે વીતરાગોએ પુદ્ગલ જોયું, એ શું જોયું? ત્યારે કહે, પુદ્ગલની જાતજાતની વેરાયટીઓ છે ને તે વેરાયટી એમના જ્ઞાનમાંથી કાઢી નાખીને એક જ આ બધું પુદ્ગલ જ છે. આમ વેરાયટી તો લોકોએ, બુદ્ધિશાળીઓ એ પાડી'તી. એટલે મહાવીર ભગવાન એક પુદ્ગલને જ જોયા કરતા હતા. બીજું કંઈ જોતા ન હતા. વેરાયટી-બેરાયટી ના જુએ. અહીં તો વેરાયટી કેટલી બધી તે ? દરેકની દુકાને પુદ્ગલની વેરાયટીઓ હોય.
પણ ભગવાન શું જોતા'તા કે આ સ્ત્રી-પુરુષ, આ છોકરો, આ આમ તેમ, આ સોનું, આ રૂપું-પિત્તળ, આ આમ, એવું બધું નહીં, એક જ પુદ્ગલ. એટલે આ છોડવાનું ને આ ન છોડવાનું એવું નહીં. બધું એક જ પુદ્ગલ છે. એક જ પુદ્ગલ રીતે જોયા કરતા હતા, બસ. બીજું કશું જોતા ન હતાં ભગવાન. ભગવાન બહુ પાકાં માણસ. એની પાસે બધાય છેતરાયને બેઠા. તેથી આપણે રખડી મર્યા ને ! એ એકલા પાકાં, તે ઉપડી ગયા. પાકાં હોય તે ઉપડી જાયને ! નહીં તો કાચો પડે તો માર ખાયને ! ખીલા મારનારો કાચો પડ્યો પણ ખીલા ખાનારા પાકાં તે ચાલ્યા ગયા. કેવી રીતે ખાધા કે એ ચાલ્યા ગયા ને મારનારો રહી ગયો ? એક જ પુદ્ગલ જોયું, પુદ્ગલ પુદ્ગલને મારે છે. એક જ પુદ્ગલ જોયું એમણે.