________________
જોનાર-જાણનાર ને તેનો જાણનાર !
અને મિશ્રચેતનની જોવા-જાણવાની ક્રિયા છે, એમાં ફેર શો છે ?
દાદાશ્રી : મિશ્રચેતન વિનાશીને જોઈ શકે છે. વિનાશી એકલાને જ જોઈ શકે છે. અને મૂળ ચેતન છે તે વિનાશી ને અવિનાશી બેઉ જોઈ શકે છે. બન્નેય જાણે-જુએ.
અમને કંઈ આ સૂર્ય-ચંદ્ર પડી ગયેલા ના દેખાય. આ સૂર્ય નીચે પડી ગયેલો ના દેખાય, અમને ત્યાં ને ત્યાં જ દેખાય. પણ એ વિનાશી જ્ઞાનના આધારે. એ જ્ઞાન આખું વિનાશી છે. એ અવિનાશી જ્ઞાન ન હોય ! અવિનાશી જ્ઞાનમાં ફેરફાર ના થાય !
૪૮૧
પ્રશ્નકર્તા : દેહ આંખોથી જુએ છે, આત્મા જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં છે, એ પણ જુએ છે. તો બન્નેની દ્રષ્ટિમાં જોવામાં ફરક શું ?
દાદાશ્રી : આત્મા જુએ છે, એ રિયલ દ્રશ્ય છે અને આ આંખો જુએ છે એ રિલેટીવ દ્રશ્ય છે. આ રિલેટીવ દ્રશ્ય, પેલું રિયલ દ્રશ્ય.
પ્રશ્નકર્તા : એમાં ફેર શું ? દેખાવમાં શું ફેર ? જોવામાં ફ૨ક શું ? દાદાશ્રી : બહુ ફેર. આ વિનાશી દ્રશ્ય. રિયલ(તત્ત્વ) વસ્તુ રિયલને જ જુએ. આ તો રિલેટિવ(અવસ્થાઓ), વિનાશી જુએ. બધું ઈન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન જ ના કહેવાયને ! એ તો ભ્રાંતિની ભ્રાંતિ કહેવાય. ‘હું જાણું છું’ અને ‘હું કરું છું’ બેઉ સાથે.
આપણે દ્રષ્ટા ને જ્ઞાતા બેને ખોળી કાઢવાં જોઈએ. જ્ઞાતા-દ્રષ્ટા જે છે, તે અવિનાશી છે. દ્રશ્ય ને શેય બે ય વિનાશી છે. દ્રશ્ય એકલું નહીં, શેય
હઉં.
કોણ ?
પ્રશ્નકર્તા : આ બધાનો જાણનાર આત્મા છે, તો એને જાણનાર
દાદાશ્રી : એ જાણનારને કોઈ જાણનાર ના હોય.
પ્રશ્નકર્તા : હા. બરોબર છે. ના જ હોય.
૪૮૨
છે.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ના જાણનારને જાણનાર હોય.
પ્રશ્નકર્તા : કારણ કે એ સ્વયં છે ને ! એ કાયમનો છે, પરમેનન્ટ
દાદાશ્રી : ના, એટલે પોતે જ્ઞાતા-દ્રષ્ટા છે અને બીજું આ જગતમાં બધું જ્ઞેય અને દ્રશ્ય છે.
પ્રશ્નકર્તા : પોતે એકલો જ જ્ઞાતા-દ્રષ્ટા છે.
દાદાશ્રી : એ પોતે એકલો જ જ્ઞાતા-દ્રષ્ટા છે. એટલે બીજું ખોળવાનું ક્યાં રહ્યું? અને બીજો પ્રશ્ન બરોબર હતો, તો એને કોણ જાણનાર છે ? તો એ પોતે પોતાને જાણે છે ને બેઉને જાણે છે.
પ્રશ્નકર્તા : સ્વ-પર પ્રકાશક છે.
દાદાશ્રી : એ પ્રશ્ન ત્યાં પતી જાય છે. એન્ડ આવ્યો કે ના આવ્યો પછી ?
જ્ઞાતા-દ્રષ્ટા, બુદ્ધિથી કે આત્માથી ?
પ્રશ્નકર્તા : હું જ્ઞાતા-દ્રષ્ટા થઈને જોવાનો પ્રયત્ન કરું છું, તે ઘડીએ પણ બુદ્ધિ જ જોતી હોય એમ લાગે છે.
દાદાશ્રી : એ ખરું કહે છે. બુદ્ધિ જ જુએ છે. જ્ઞાતા-દ્રષ્ટા તો જ્યાં બુદ્ધિ ય ન પહોંચે ત્યાં જ્ઞાતા-દ્રષ્ટા શરૂ થાય છે.
‘એ જ્ઞાતા-દ્રષ્ટા એ જોવાનો પ્રયત્ન કરું છું.’ ‘પ્રયત્ન કરું છું’ કહે છે માટે તે બુદ્ધિ જ છે. હવે બુદ્ધિનું ચલણ હોય તે વખતે બુદ્ધિ જોતી હોય એમ લાગે છે પણ એ જે કહે છે તે જ્ઞાન છે. તે ‘તમે’ ‘જોયું’ આ. ‘જોયું’ એટલે જ્ઞાતા તરીકે જોયું ના કહેવાય. પણ આ દ્રષ્ટા તરીકે ‘જોયું’. કારણ કે જ્ઞાતાદ્રષ્ટા તરીકે જોયું ક્યારે કહેવાય ? ‘એવું લાગે છે’ ત્યારે દ્રષ્ટા તરીકે જોયું અને ‘જાણવામાં આવે છે’ ત્યારે જ્ઞાતા તરીકે જાણ્યું. જોનાર તો ‘તમે’ કે બીજા કોઈ સાહેબ આવ્યાં હતા ?