________________
૪૭૧
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
એક પુદ્ગલને જોવું !
૪૭) તો લુહારનું. લોક બુદ્ધિ જુએ, જુદી જુદી જાતની અને પોતે જ પાછો પોતાની ફિલ્મ બગાડે.
એ બિચારો જે ભર્યું છે એ ખાલી કરે છે, એમાં તમે શું કામ આવું બગાડો છો ? હવે આમાં શી રીતે સમજે લોકો ?
થાય છે આ શું ? બુદ્ધિવાળા ચમકે બધા. અલ્યા ભઈ, એણે પૂરેલું છે તે ગલન કરવા દેને બિચારાને ! ક્રમિક માર્ગમાં સમ્યકત્વ થયા પછી આની આ મુંઝામણ. જાત જાતની મુંઝામણો, બુદ્ધિ ખરીને ! ઠેઠ સુધી બુદ્ધિ કરે. આ થોડું ઘણું ઊંચું થાય છે કે નહીં રસ્તામાં ? થોડું ઘણું થાય છે ખરું ને, આમ છે, તેમ છે એવું?
પ્રશ્નકર્તા : ના, નથી લાગતું. દાદાશ્રી : ત્યારે સારું. કહે તો ય વાંધો નહીંને આપણે.
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષની પ્રત્યક્ષતા હોય છે તો આ વસ્તુ બહુ ખબર પડે છે. આ કોયડાઓ સહેજે ઉકલી જાય છે.
દાદાશ્રી : હા, ઉકલી જાય. નહીં તો ઉકલે જ નહીં ને ! શાસ્ત્રમાં ઉકેલ આવે જ નહીં ને ! નિવેડો જ ના આવે ને ! તેથી કૃપાળુદેવે લખ્યુંને, શાસ્ત્રથી નિવેડો નથી. એક પુદ્ગલ જુએને એટલે ભાંજગડ જ નહીં. નહીંતર બુદ્ધિ જુદું જુદું દેખાડે. આ લોકો આવું કેમ કરે છે, આ લોકો આવું કેમ કરે છે ? અરે ભઈ, સમકિતી જીવો છે એનો જે બધો માલ નીકળે છે એ એણે જે ભર્યો છે એવો એનો ખાલી થાય છે, એમાં તું શું કરવા કૂદાકૂદ કરે છે? જૈન પુદ્ગલ અને વૈષ્ણવ પુદ્ગલ એટલે શું કે આ જે માલ ભર્યો છે એ ખાલી કરે છે.
પ્રશ્નકર્તા: પછી સહેજે સમાધાન રહે છે.
દાદાશ્રી : સમાધાન જ રહે. આ જ્ઞાન જ સમાધાની છે, સર્વ સમાધાની છે. દરેક ટાઈમે, દરેક કાળે અને દરેક જગ્યાએ સમાધાન રહે એવું આ જ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન. કોઈ ગાળ ભાંડી ગયો તોય સમાધાન રહે. ચંદુભાઈ કો'કને ગાળ ભાંડે તો એ સમાધાન રહે. અને ચંદુભાઈનો ભરેલો માલ નીકળે છે. પેલાનો ભરેલો માલ આમ નીકળે છે.
પ્રશ્નકર્તા : પણ પહેલાં ચંદુભાઈને દેખી શકતો હોતો ને !
દાદાશ્રી : પહેલાં તો દેખી શકે નહીં. જ્યાં સુધી સમ્યક્ત દ્રષ્ટિ ખુલ્લી ન થાય, ત્યાં સુધી બધું ઊંધું જ જુએને ! ત્યાં સુધી પૂરણે ય કરે ને ગલનેય કરે, બેઉ કરે અને આ ગલન એકલું જ કરે. બીજું ના કરે. અત્યારે કોઈ બેઠો બેઠો બહાર સિગરેટ પીતો હોય તો, કો'કના મનમાં એમ
સારું-ખોટું, બેઉ પુદ્ગલ જ ! આ પુદ્ગલના બે ભાગ છે. આ સારું ને ખોટું, આ નફો ને ખોટ, એવા બે ભાગ છે, એવું ક્રમિક કહે છે. ત્યારે આ અક્રમ કહે છે, એક પુદ્ગલ જ છે, બીજું કશું છે નહીં. એક પુદ્ગલ જ છે એટલે પછી સારું હોય, ખોટું હોય, ભગવાનને વાંધો નથી, આ સમાજ વ્યવસ્થાને માટે છે. નફો-ખોટ શેના આધારે ? વ્યવહારના હિસાબેને !
બાકી બધું એક જ પુદ્ગલ. સારું-ખોટું નહીં. સારું જુએ તો રાગ થાય. ખોટું જુએ તો દૈષ થાય. છે જ એક પુદ્ગલ. આ તો લોકોએ વિભાજન કર્યું છે. આનું ભ્રાંતિથી. સબ પુદ્ગલ કી બાજી છે. પુદ્ગલની જ બાજી છે. આ પરાળ હોય તે લાંબું હોય કે ટૂંકું હોય પણ પરાળ છે ને ! કાગળવાળા શું કહે કે આ ગાય-ભેંસ ના ખાય, તે પરાળ અમારે ચાલે. અમારે કાગળ બનાવવામાં એય ચાલે અને પેલું ય ચાલે. અમારે એક જ છે. એ પરાળ પર જરા પાણી પડી ગયું વરસાદનું એટલે પેલું ભાવે નહીં એટલે ના ખાય. બહુ ભૂખ્યા હોય તો ખાય. એટલે પેલો કહે કે કામનો નહીં આ પરાળ, એવું આ આપણે. વાસ્તવિકમાં નથી એવું. વાસ્તવિકમાં તો આ પુદ્ગલ અને આ ચેતન એવી જેને ખબર છે, એને બધું જ ખબર છે. સાયટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી બનેલું બધું પુદ્ગલ. સંયોગિક બનેલી બધી વસ્તુ પુદ્ગલ, સ્વભાવે કરીને બનેલી વસ્તુ ચેતન.
આંખો મીંચીને શું જોવાનું છે ?