________________
૪૭૨
૪૭૩
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
એક પુદ્ગલને જોવું !
પ્રશ્નકર્તા હવે આ પોતાના પુદ્ગલને જ જોવાનું, બીજું કંઈ ધ્યાન કરવાનું રહ્યું નહીં.
દાદાશ્રી : એ તો વાંધો નહીં. એ તો જરૂર જ છે. એ ધ્યાન ના કહેવાય. એ દ્રષ્ટા-દ્રશ્ય કહેવાય છે.
પ્રશ્નકર્તા : એટલે આપણે શરીરને જ જોવાની વાત છે.
દાદાશ્રી : તેનો વાંધો નથી. એ તો બધી જરૂર જ છે ને ! એક પુદ્ગલને જ જોયા જ કરવાનું છે. એક પુદ્ગલ એટલે શું ? સાવ બહુ કિંમતી હોય તે ય પુદ્ગલ અને જેની વેલ્યુ કશું ય ના હોય તે ય પુદ્ગલ. એટલે બધું સરખું માનવું પુદ્ગલ. પુદ્ગલ એટલે વિનાશી.
પોતે દ્રષ્ટા થાય ત્યારે પેલું મહીં શું છે, જાણવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ્ઞાતા થઈએ એટલે પેલું જોય છે.
એક પુદ્ગલ એટલે શું ? પ્રશ્નકર્તા : એક પુદ્ગલ એટલે આપ શું કહેવા માંગો છો ?
દાદાશ્રી : આ બધું જ દેખાય, જુદું જુદું દેખાય છે પણ પુદ્ગલ એટલે પૂરણ-ગલન સ્વભાવ જ છે. એટલે એ આખા શરીરમાં પુદ્ગલ એકલું જ જુએ છે, બીજું કશું જોતાં નથી. વિશેષણ નથી આપતાં એવું કહેવા માંગે છે.
પ્રશ્નકર્તા : એક પુદ્ગલ જુઓ છો એટલે પૂરણ-ચલન જોયા કરો છો એમ કહેવા માંગો છો આપ ?
દાદાશ્રી : એક જ પુદ્ગલ, બીજું વિશેષ નહીં. આ બધું જે ગણો તે બધું એક જ પદ્ગલ જ છે. બીજું કંઈ છે નહીં આ. હું એટલે પુદ્ગલ રૂપે જ જોય છે આ બધું. એટલે વિશેષણરૂપે આપવા માંગતો નથી.
હિસાબ છે આ પૂરણ કરેલાં, તે બધા ગલન થવાના એ બધા ચીકણા છે. એક જ પુદ્ગલ, પછી ગાય હોય, ભેંસ હોય.
પ્રશ્નકર્તા: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ પુદ્ગલમાં આવી ગયા ? મન, બુદ્ધિ, ચિત્ત કહીએ બધું પુદ્ગલમાં આવી ગયું?
દાદાશ્રી : પુદ્ગલમાં દરેક ચીજ આવી ગઈ. અહંકાર-બહંકાર બધું જ. આખું જગત એક પુદ્ગલમાં આવી ગયું. ઈન્દ્રિયોથી દેખાય છે એ બધું.
પ્રશ્નકર્તા આપણા પુદ્ગલનું કે સામાનું પુદ્ગલનું જે પણ થાય છે એ પૂરણ-ગલન જ છે.
દાદાશ્રી આત્મા સિવાય બીજું બધું પુદ્ગલ. એનું લાંબું લાંબું કર્યું આપણે પછી, એ લોક કહેશે, કંઈક લાંબું કહો. ત્યારે મેં કહ્યું, શૌચાલય, ભોજનાલય અને પૂરણ-ગલન ને શુદ્ધાત્મા. આ બધો સામાન લાવીએ છીએ એ બધો એ ભોજનાલય છે અને આ બધું જે સંડાસ થાય છે, એ બધું બીડીઓ નાખી દઈએ, એ બધાં શૌચાલય છે. પૂરણ-ગલન ને શુદ્ધાત્મા, બીજું કશું છે જ નહીં. એના જ લોકોએ બુદ્ધિથી ભાગ પાડ્યા. આ તો સોનું છે, ચાંદી છે, આ સીસું છે, લોખંડ છે, બધા. ભાગ પાડ્યા બુદ્ધિની કસોટીથી.
પ્રશ્નકર્તા ગમે તે હોય પણ છતાં પુદ્ગલ જ છે. દાદાશ્રી : પુદ્ગલ જ છે, એ આખું ય પુદ્ગલ છે.
હવે જે રૂપી પરમાણુ, રૂપી છે, એનો ગુણ મુખ્ય કયો છે ? ત્યારે કહે, પૂરણ-ગલનનો સ્વભાવ છે. પૂરણ થયેલું હોય તો ગલન થયા કરે, પાછું ગલન થઈ ગયું હોય તો પાછું પૂરણ થયા કરે. એટલે પૂરણ-ગલન, પૂરણગલન, પૂરણ-ગલન થયા જ કરે. અહીં આગળ નાખ્યું ખાવાનું પાણી પીધું, એટલે સંડાસમાં, બાથરૂમમાં. અહીંથી શ્વાસ લીધો તો ઉચ્છવાસ. આ પૂરણગલન, પૂરણ-ગલન થયા જ કરે. નહીં થતું?
પ્રશ્નકર્તા : થાય છે ને !
દાદાશ્રી : આ બધું એનો ગુણ. મહાવીર શું તપ કરતા હતા, એ સમજી ગયાને તમે ?! અદીઠ તપ ! મહાવીર એક પુદ્ગલને જ કેવી રીતે જોતા હતા ? અંદરની જ બધી હલનચલન, બધી જ ક્રિયા, અંદર અંદન