________________
એક પુદ્ગલને જોવું !
૪૬૮
૪૬૯
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
મહાવીર’ હો કે ગમે તે હો, શરીરનો સ્વભાવ છે. ફક્ત અહંકારી લોકો ચાહે સો કરે. માંકણ તો શું પણ બાળે તો એ હાલે નહીં. કારણ કે આખી આત્મશક્તિ એમાં જ છે. હા, જે થવું હોય તે થાય, પણ હાલવું જ નથી એવું નક્કી કર્યું છે. પણ જુઓ, આત્મશક્તિ કેટલી ! અને આ તો સહજભાવી, કેવળજ્ઞાનીઓ ને બધા જ્ઞાનીઓ સહજભાવી રડે હઉ, આંખમાંથી પાણી નીકળે, બૂમ પાડે. માંકણ કરડે ને, તો પાસું ફેરવે. આમ ફેરવે ને તેમ ફેરવે. બધુ જુએ. પહેલાં કર્મ ખપાવવામાં ગયું. પછી જોવામાં ગયું, નિરંતર જોયું. એક જ પુદ્ગલમાં દ્રષ્ટિ રાખે. એક પુદ્ગલમાં બધા જ પગલનું જે છે એ. પોતાના પુદ્ગલનું જ જોવાનું છે કે જે વિલય થઈ જાય !
ભગવાન મહાવીર શું કરતાં હતાં, તે એમને દેખાય કે આ મહાવીર કેવા દેખાય છે ? ભગવાન મહાવીર, “મહાવીર’ને જ જોયા કરતાં હતાં ! એમના પોતાના એક પુદ્ગલ સિવાય બીજું કોઈ પુદ્ગલ કશું જોતાં જ હોતા. આ પુદ્ગલ એટલે પૂરણ-ગલન, જે થઈ રહ્યું છે. તે આ પૂરણ થાય છે, ગલન થાય છે. આ વેઢમી ખાધી તે પૂરણ થઈ, જલેબી ખાધી તે પૂરણ. થઈ, આ શું ગલન થયું, એ બધું જોયા જ કરે નિરંતર.
મહીં શ્વાસ ગયો, વાંદરાની ખાડી આવી એટલે, કેવો શ્વાસ પેઠો તે ય જાણે-જોયા કરે, વાંદરાની ખાડી આવી તો કેવો શ્વાસ પેસે ?
પ્રશ્નકર્તા: હા, એ દુર્ગધ આવે....
દાદાશ્રી : આ લોક નાક દબાવે, તો ય પેસી જશે. એક જ પુદ્ગલ તરીકે જુએ. એક પુદ્ગલ એટલે હેન્દ્ર ના પાડે, કે આ ખરાબ, આ સારું, આ વાણી ખરાબ બોલાઈ, આ સારી બોલાઈ, એવું તેવું નહીં, એક જ, આ બધું પુદ્ગલ જ છે.
પ્રશ્નકર્તા : પછી તો શુદ્ધાત્માની દ્રષ્ટિએ સારું-ખરાબ રહેતું નથી.
દાદાશ્રી: આ તો સારું-ખરાબ તો દ્રષ્ટિ આપણે સમજ્યા હતા તેવી બંધાઈ ગયેલી છે. તેથી આ બંધાયેલી દ્રષ્ટિ જ એવું કરે છે. બાકી, એક જ પુદ્ગલ. સારું-ખોટું હોતું જ નથી. સારું-ખોટું સમાજમાં અને તે ય છે તે
સાપેક્ષતા છે પાછી. હમણે આપણા હિન્દુઓને છે તે બહુ ભૂખ્યા હોય, ત્રણ દહાડાના અને આમિષની થાળીઓ આપે ત્યારે કહે, ના ભઈ ! અમારે ગમે એટલા ભૂખ્યા છીએ પણ આમિષ નહીં ખપે અને મુસલમાનો ખુશ થઈને લે. એટલે આવી રીતે બધું છે. હવે આપણને માંસાહારનો વિચાર આવે એટલે મનમાં છે તે ચીતરી ચઢે. હવે એ છે કે એમાં ખરું-ખોટું હોતું નથી, મારું કહેવાનું ત્યાં આગળ, ત્યાં આમિષ કહો કે નિરામિષ કહો, બધું પુદ્ગલ જ છે. પુદ્ગલ એટલે જે પૂરણ કરેલું હતું, તે જ ગલન થાય છે અત્યારે, હાલ ગલન થઈ રહ્યું છે. ગલન થતી વખતે દેખાશે, પૂરણ કરતી વખતે શું નહોતું દેખાયું ? ત્યારે કહે, દેખાયું તું, પણ એ ભાન નથી. ગલન થતી વખતે દેખાય છે હવે. અને નવું પૂરણ થતું નથી તો એ છે કે ત્યાં આગળ સ્ટોપ આવે છે. નવું પૂરણ ક્યારે ના થાય ? ત્યારે કહે છે કે પ્રવૃત્તિમાં નિવૃત્તિ રહે ત્યારે નવું પૂરણ ના થાય. એટલે આ પ્રવૃત્તિ તમે કરો છતાં તમને કર્મ ના બંધાય, એનું નામ નિવૃત્તિ. આ સંસારની નિવૃત્તિ એ તો આ બહાર સ્થૂળ સ્વભાવે લોકોને એમ સમજણ પડે. આ કામમાં હતો, તે બળદ ઘાણીએ ફરતો'તો. હવે નથી ફરતો.
સમ્યકત્વ પછી માત્ર ગલત જ !
જગતના લોકોને પૂરણ ને ગલન બન્ને થાય એ મોહ કહેવાય, પણ ગલન એકલું થાય ને પૂરણ થાય નહીં એ ચારિત્ર મોહ. લોકોને એમ લાગે કે આ મોહ છે, પણ આપણે એમ જાણીએ કે ફાઈલ નિકાલ થાય છે.
શું દેખાય છે તમને ? આપણે પણ આમ પુદ્ગલ કહીએ. મહાવીર ભગવાન એક લાખ માણસો આઘાપાછાં થયા કરતાં હોય પણ એક પુદ્ગલ જ જોયા કરતા'તા. કારણ કે પૂરણ કરેલું તે જ ગલન થાય છે . એટલે સમકિતી જીવોમાં એ એક જ કાર્ય થઈ રહ્યું છે, પણ સમ્યત્વ નથી. એનામાં બે કાર્ય થઈ રહ્યા છે, એ પૂરણે ય કરે છે ને ગલને ય કરે છે. અને આ પૂરણ કરેલું ગલન એકલું જ કરે છે. એટલે કોઈ જૈનનું પુદ્ગલ હોય તો જૈનનું ગલન કર્યા કરે, વૈષ્ણવનું હોય તો વૈષ્ણવનું ગલન કરે, શિવવાળું શિવનું કરે. મોચી હોય એ મોચીનું, સુથાર હોય તો સુથારનું, લુહાર હોય