________________
૪૬૭
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
ભાંડે છે તે જોવાનું અને એ કોણ છે, તે ય જોવાનું. બંને સાથે રહેવું જોઈએ બધું જ્ઞાન. અને આપણું જ્ઞાન રાખે એવું છે બધાને.
પ્રશ્નકર્તા: આપે દ્રષ્ટિ આપી છે ને, દાદા. દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : જો દ્રષ્ટિ ના આપી હોય તો આ બધી વાત માત્ર શબ્દોમાં જ રહે. દાદાશ્રી : એ પાંચ આજ્ઞા આપી છે ને, એમાં બધું આવી જાય !
વાંચ્યા જ પોતાની જ ચોપડી !
એક પુદ્ગલને જોવું !
૪૬૬ જ ખાયા કરે એવું છે આ જગત !
પ્રશ્નકર્તા: તો કોઇને શાબાશી આપવી કે ના આપવી ?
દાદાશ્રી : આપે કે ના આપે, તે ચંદુભાઈ આપે ને, તમારે ક્યાં આપવાની છે ? તમારે નહીં આપવાની. ચંદુભાઈ આપે તે જોવું, ના આપે તે ય જોવું. ચંદુભાઈ શું કરે છે, એને આપણે જોયા કરવાનું. ભગવાન મહાવીર એક જ કામ કરતાં'તાં આખો દા'ડો, એક જ પુદ્ગલને જો જો જ કર્યા કરતાં'તાં, ક્યાં ક્યાં મહીં પરિવર્તન થાય છે, બીજું શું સ્પંદન થાય છે, બધું જોયા જ કરે નહીં. આંખની પાંપણ હાલ્યા કરે તે ય જોયા કરે. હવે એ જે ભગવાન મહાવીર જોતાં'તાંને, તે લોક જુએ છે, તેના કરતાં જ જોતાં'તાં. લોક તો આ ઇન્દ્રિયદ્રષ્ટિથી જુએ છે અને ભગવાન અતીન્દ્રિય દ્રષ્ટિથી જોતાં'તાં. જે ઇન્દ્રિયદ્રષ્ટિવાળાને નથી દેખાતું, એ બધો ભાગ ભગવાનને દેખાતો'તો.
પ્રશ્નકર્તા : પણ દાદા, જોયા કરવાની જે વાત આમ કહીએ છીએ પણ ખરેખર રીતે તો મોટામાં મોટો પુરુષાર્થ તો એ જ થયેલો છે. જ્ઞાતાદ્રષ્ટામાં રહેવાનું અને પેલું જોયા કરવાનું.
દાદાશ્રી : એ છેલ્લો પુરુષાર્થ, ભગવાન મહાવીર કરતાં હતાં તે.
એક આચાર્ય મહારાજે પૂછ્યું કે ભગવાન, તમે શું જોયા કરો છો બધું ? ત્યારે ભગવાન કહે, હું તો પુદ્ગલને જ જોયા કરું છું. બીજું બધું તો આ આંખેથી જ દેખાય છે. એ કંઈ જોયા કર્યું ના કહેવાય. મેં તો તમને રસ્તો દેખાડ્યો છે જોવાનો. કારણ કે પુદ્ગલ જોવાનું તમને હજુ ફાવે નહીં બરોબર. એટલે મેં શું કહ્યું કે રિયલ ને રિલેટિવ જુઓ, બહાર દરેક રિલેટિવ દેખાય. તેની મહીં રિયલ જુઓ તો ત્રણ કલાક જોતાં જોતાં જાઓને તો સમાધિ એવી સુંદર રહે. ત્રણ કલાક નહીં, એક કલાક જ જુઓ તો ય પુણિયા શ્રાવક જેવી સમાધિ રહે.
અને બીજા જોડે વ્યવહાર કરોને, કોઈ ગાળો ભાંડતો હોય તેને ગાળ ભાંડનારા તરીકે જોવાવો ના જોઈએ. શુદ્ધાત્મા જોવો જોઈએ. કોણ ગાળ
પ્રશ્નકર્તા : દાદાએ કહ્યું છે, ‘તારી જ ચોપડી વાંચ્યા કર, બીજી ચોપડી વાંચવા જેવી નથી. આ પોતાની જે પુદ્ગલ ચોપડી છે, આ મન-વચનકાયાની એને જ વાંચ, બીજી વાંચવા જેવી નથી !'
દાદાશ્રી : આ વાંચવું સહેલું નથી, બા. એ ‘વીર’નું કામ છે. સહેલું હોવા છતાં સહેલું નથી. અઘરૂં હોવા છતાં સહેલું છે. અમે નિરંતર આ જ્ઞાનમાં રહીએ. પણ તેવું મહાવીર ભગવાન જેવું ન રહેવાય. એ તો ‘વીર’ રહી શકે ! અમને તો ચાર અંશેય ખૂટતાં ! એટલું ય ના ચાલે ને ત્યાં આગળ ! પણ દ્રષ્ટિ ત્યાંની ત્યાં જ રહેવાની.
તીર્થકર ભગવાન પોતાના જ્ઞાનમાં જ નિરંતર રહે. જ્ઞાનમય જ પરિણામ હતા. જ્ઞાનમાં કેવું રહેતા હશે ?! એવું કયું જ્ઞાન બાકી છે એમને કે એમાં રહેવા જેવું એમને હોય ? જે કેવળજ્ઞાનની સત્તા પર બેઠેલા પુરુષ, કયું જ્ઞાન બાકી છે કે જેને તેમાં રહેવા જેવું હોય ત્યારે કહે, પોતાના એક પુદ્ગલમાં જ દ્રષ્ટિ રાખીને જોયા જ કરતા હોય.
ભગવાન મહાવીર જોયા જ કરતા હોય કે શું કરે છે, શું નહીં ? દેવોએ ઉપદ્રવ કર્યો માંકણનો, તે આમ પાસાં ફેરવે ને આમ પાસાં ફેરવે. એને એ પોતે જુએ. ‘મહાવીર’ આમ પાસાં ફેરવે, શરીરનો સ્વભાવ છે.