________________
૪૫૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આવી પડેલું એનું નામ સહજ. પછી છો કહે, ભઈ, તળેલું છે, તળેલું છે, નડેને ! મૂઆ, તળેલું તો વિકૃત બુદ્ધિવાળાને નડે. સહજને કશું નડે નહીં. આવી પડેલું ખા. આવી પડેલું દુઃખ ભોગવ, આવી પડેલું સુખ ભોગવ. દુઃખ-સુખ હોતું જ નથીને જ્ઞાનીને ! પણ આવી પડેલું.
અને કડવું લાગે તો રહેવા દે ? પ્રશ્નકર્તા : ના, કાઢી નાખે.
દાદાશ્રી : માટે એ શું મોટું થતું હોય તે થવા દેવું. આપણે ડખલ કરવી નહીં, એનું નામ સહજ. આ માર્ગ સહજનો છે બધો.
પ્રશ્નકર્તા : ‘સહજ મિલા સો દૂધ બરાબર', એમ કહે તો સહજની પ્રાપ્તિ પ્રારબ્ધને આધીન છે, તો પુરુષાર્થમાં શું ફેર ?
દાદાશ્રી : સહજની પ્રાપ્તિ પ્રારબ્ધને આધીન નથી, એ જ્ઞાનને આધીન છે. અજ્ઞાન હોય તો અસહજ થાય અને જ્ઞાન હોય તો સહજ થયા કરે. અજ્ઞાન હોય તો અસહજ છેને જગત આખું.
આ તો અક્રમ વિજ્ઞાન છે, ક્રમ-બમ કશું નહીં. કરવાનું કશું જ નહીં. કરે ત્યાં આત્મા ના હોય. કરે ત્યાં સંસાર ને સહજ ત્યાં આત્મા !
અપ્રયાસપણે વિચરે, એ છેલ્લી દશા !
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
૪૫૫ બધું ખા. જે કંઈ ખીચડી કે દાળ-ભાત હોય પણ આવશ્યક, એના પૂરતું આપણે પરવશ રહેવાનું હતું. શેના પૂરતું ? આવશ્યક.
પ્રશ્નકર્તા : બરોબર.
દાદાશ્રી : હવે ખાધું એટલે કંઈ ખાધું એકલું કંઈ ચાલે? પાછું એનું પરિણામ આવે, રિઝલ્ટ તો આવે કે ના આવે, જે કરો તેનું ?
હવે આવશ્યક ઓછાં થાય એવાં ય નથી. કોઈ કહેશે, મારે ઓછા ય કરવા છે, પણ થતાં નથી. છોકરાની વહુ બૂમાબૂમ કરે છે. ઘરમાં બૈરી કચકચ કર્યા કરે છે. પણ મનમાં એટલો ભાવ હોય કે મારે ઓછા કરવાં છે એટલો ભાવ થાય તો ય બધું બહુ થઈ ગયું.
જેટલું વધારે અનુઆવશ્યક, એટલી વધારે ઉપાધિ. આવશ્યકે ય ઉપાધિ છે, છતાં ય ઉપાધિ ગણાય નહીં. જરૂરિયાત છે એટલે. પણ અનૂઆવશ્યક એ બધી ઉપાધિ.
દરેક વસ્તુ, આવશ્યક બધું, વિચાર્યા વગરનું સહજ થવું જોઈએ. એની મેળે જ થાય. પેશાબ કરવાની રાહ ના જોવી પડે. એની મેળે જ થાય અને તે જગ્યા ના જુએ. અને આમને તો આ બુદ્ધિશાળીઓને જગ્યાએ જોવી પડે. પેલું તો જ્યાં પેશાબ કરવાનું થાય ત્યાં થઈ જાય, એનું નામ આવશ્યક બધું.
પ્રશ્નકર્તા : આ તો એકદમ છેલ્લી દશાની વાત થઈને ?
દાદાશ્રી : છેલ્લી જ ને ! ત્યારે બીજી કઈ ? છેલ્લી દશાના ઉપરથી આગળની દશાઓ આપણે કરતાં જઈએ તો એવી દશા ઉત્પન્ન થાય. પણ આગળથી જ દુકાન મોટી કરતાં ગયા હોય તો ? છેલ્લી દશા મોડી આવે.
પ્રશ્નકર્તા : છેલ્લી દશાનું પિક્સર સામે હોય તો જ ત્યાં સુધી જવાય ?
દાદાશ્રી : તો જ જઈ શકીએ. આ એક પિશ્ચર છેલ્લી દશાનું આપું છું. ફક્ત આવશ્યક એકલાં જ હોય. તે ય થાળી-લોટો ના હોય અને
આ જંજાળથી વીંટાય છે, રોજ રોજ વધારે ને વધારે વીંટાય છે. ઘરમાં બાગ ન હતો એ લોકોનો બાગ જોઈને પોતે બાગ ઊભો કરે. પછી ત્યાં ખોદ ખોદ ખોદ, ખાતર લઈ આવે છે, પાછો પાણી નાખ નાખ કરે છે. ઉલ્લુ આ જંજાળ વધાર વધાર વધાર કરે છે, મૂઓ. કેટલી જંજાળ રાખવા જેવી હતી ?
પ્રશ્નકર્તા : ખાવા-પીવા જેટલી.
દાદાશ્રી : હંઅ, આવશ્યક જેને કહેવામાં આવે. આવશ્યક એટલે જેના વગર ન ચાલે. ના ખઈએ તો શું થાય ? મનુષ્યપણું નકામું જાય. શું થાય? એટલે એવું કંઈ નહીં કે અત્યારે તું વેઢમી ને પૂરણપૂરીને એવું તેવું