________________
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આવશ્યકે ય મુતરડી આવતાં સુધી રાહ ના જુએ. એ સહજ એટલે ત્યાં જ, ગાયો-ભેંસોની પેઠ. એમને શરમ-બરમ કશું હોય નહીં. ગાયો-ભેંસોને શરમ આવે છે ? કેમ આ લગ્નના માંડવાની અંદર ગાય ઊભી હોય તો ય ?! તે ઘડીએ વિવેક ના કરે ?
૪૫૬
પ્રશ્નકર્તા : જરાય નહીં, કોઈનો વિવેક ના રાખે. બધાના કપડાં બગાડે. એટલે આવી સહજ સ્થિતિ વખતે પોતાનો ઉપયોગ કેવો હોય ? દાદાશ્રી : બિલકુલ કમ્પ્લિટ ! દેહ સહજ તો બિલકુલ આત્મા કમ્પ્લિટ !!
પ્રશ્નકર્તા : તો એની બહારની પ્રત્યે દ્રષ્ટિ જ ના હોય ?
દાદાશ્રી : એ બધું કમ્પ્લિટ હોય, બહાર એ બધું દેખાયા કરે. દ્રષ્ટિમાં જ આવી ગયું બધું અને એ જ સહજ આત્મસ્વરૂપ, તે પરમ ગુરુ. જેનો આત્મા આવો સહજ રહેતો હોય, તે જ પરમ ગુરુ !
પ્રશ્નકર્તા : તો પછી આ અત્યારે કહે ને કે આ પેલી મૂતરડી ખોળે કે શરમ આવે, એ કોને ? એ શું વસ્તુ છે ?
દાદાશ્રી : વિવેક રહ્યો જ ને ! તે સહજતા ના રહેવા દે. સહજતામાં તો વિવેક કશું જ ના હોય. સહજતામાં તો એ ક્યારે ખાય કે જ્યારે પેલો આપે ત્યારે ખાય, નહીં તો માંગવાનું ય નહીં, વિચારે ય નહીં, કશું ય નહીં. તે ભૂખ લાગતી હોય તો એમાં ય નહીં.
પ્રશ્નકર્તા : ભૂખ લાગતી હોય ત્યારે શું કરે ?
દાદાશ્રી : કશુંય નહીં.
પ્રશ્નકર્તા : એને ઉદય પણ એવા હોય ને, ભૂખ લાગે ત્યારે વસ્તુ ભેગી થાય ?
દાદાશ્રી : એ તો નિયમ જ હોય, ભેગી થઈ જાય. બધું ભેગું થઈ
જાય, સહજ.
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
પ્રશ્નકર્તા : એટલે પછી તો આવશ્યકમાં જાય જ. ખાવાનું હોય, કપડાં નહીંને ? આવશ્યકમાં કપડાં નહીંને ?
૪૫૭
દાદાશ્રી : કશું હોય નહીં, આવશ્યક એટલે કપડાં-બપડાં કશું આવે નહીં, દેહની જ જરૂરિયાત.
સહજ દશા પહોંચવાતી પેરવીમાં...
પ્રશ્નકર્તા : અત્યારે આ સંજોગોમાં છીએ અને આ બધી આવશ્યક કરતાં ય ઘણી બધી વધારે ચીજો છે અત્યારે અને ત્યાંથી આવશ્યક સ્થિતિ સુધી પહોંચવાનો સાંધો ક્યો ? રસ્તો કયો ?
દાદાશ્રી : આ ઓછું થાય તેમ તેમ. જેટલું વધારીએ તો મોડું થશે. ઓછું કરીએ તો વહેલું થશે.
પ્રશ્નકર્તા : ઓછું કરવા માટે શું કરવાનું ?
દાદાશ્રી : કેમ તારે નથી પૈણવું તો ઓછું નહીં થાય ? અને પૈણવું હોય તેને ?
પ્રશ્નકર્તા : વધી જાય.
દાદાશ્રી : હા, તો બસ. કંઈ નિશ્ચય તો હોય ને ! બધું યોજનાપૂર્વક હોય કે એમ ને એમ ગણ્યું હોય ? મોક્ષે જવું છે તો યોજનાપૂર્વક હોયને ?
પ્રશ્નકર્તા : યોજનાપૂર્વક એટલે પોતે કરવું પડે છે એવું ? યોજનાપૂર્વક પોતે ગોઠવવું પડે છે ? આવાં ડિસિઝન બધા ગોઠવવા પડે ?
દાદાશ્રી : ગોઠવવાના નહીં, એ તો ગોઠવાઈ જ ગયેલા હોય બધા. આ તો આપણે છે તે આ વાતો કરીએ છીએ. આ આમાંથી જેટલો ભાવ ઓછો થાય તો રાગે પડે તો સહજ થાય, નહીં તો સહજ શી રીતે થાય તે ! આપણા મનમાં માનેલું ચાલે નહીં. મનમાં માનેલું એક પણ ચાલ્યું, તે ચાલતું હશે ?