________________
૪પર
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ).
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
૪૫૩
નિકાલ આપણે કરવાનો છેને ?
પ્રશ્નકર્તા : પણ જ્યાં સુધી વ્યવહાર હોય ત્યાં સુધી એ વચ્ચે ઊભું રહ્યા કરે ને ?
દાદાશ્રી : એ તો વ્યવહારનો નિકાલ કરી નાખે ઝટપટ, પ્લેનની ટિકિટ કઢાવી હોય ને વરસાદ એકદમ વરસ્યો તે નિકાલ કર્યા વગર બેસી
રહે ?
પ્રશ્નકર્તા : એ તો માર્ગ કાઢીને પહોંચી જાય.
રહેવું સહજ કેવી રીતે ? પ્રશ્નકર્તા : દેહને સહજ થવા માટે કંઈ સાધન તો જોઈએને?
દાદાશ્રી : હા, સાધનો વગર તો સહજ કેમ કરીને થાય ? અને જ્ઞાની પુરુષનાં આપેલા સાધનો જોઈએ પાછાં, કેવા ?
પ્રશ્નકર્તા ગમે એ સાધન ના ચાલે ? ગમે એનું આપેલું ના ચાલે?
દાદાશ્રી : સહજ માર્ગ પ્રાપ્ત કરવો હોય, જેને અજ્ઞાન દશા છે, ભ્રાંતિની દશા છે, તેમાંય સહજ રીતે વર્તવાની શરૂઆત કરે ત્યારે સહજ માર્ગ પ્રાપ્ત થાય. સવારમાં ચા છે તે એ મૂકી જાય તો પીવી અને ના મૂકી જાય તો કંઈ નહીં. ખાવાનું એ મૂકી દે તો ખાવું, નહીં તો માંગીને ખવાય નહીં. ત્યાં આમ આમ કરીને ય ના ખવાય. એ સહજ યોગ બહુ વસમો છે આ કાળમાં તો. સત્યુગમાં સહજ યોગ સારો હતો. અત્યારે તો લોકો માગ્યા વગર મૂકે જ નહીંને ! પેલો સહજયોગવાળો માર્યો જાય બિચારો! આ મુશ્કેલ વસ્તુ છે.
અહીં સૂઈ જાવ તો સૂઈ જવાનું. માંગવાનો વખત ન આવે. સહજ પ્રાપ્ત સંયોગોમાં જ રહેવું પડે તો સહજ માર્ગ છે. બાકી બીજા બધા તો કલ્પિત લોકોએ સહજ માર્ગને ઊભા કર્યા છે. સહજ તો માર્ગ જ ના થાય. એ તે કંઈ લાડવા ખાવાના ખેલ નથી એ ! બધી કલ્પિત, કલ્પનાઓ કરી કર કરેલી.
એક મહિનો સહજ રહેને તો પછી બીજો કોઈ સહજ યોગ કરવા જેવો જ નથી કશો. એક જ મહિનો સહજ રહે એટલે બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા : એક દિવસ સહજ કેવી રીતે રહેવાય ? એક દિવસ કાઢવો હોય સહજ રીતે તો કેવી રીતે ? એનું વર્તન કેવું હોય ?
દાદાશ્રી : વર્તન? સહજ પ્રાપ્ત સંયોગો, બહાર અને અંદર જે મનનાં, બુદ્ધિના સંયોગોથી પર ત્યારે સહજ પ્રાપ્ત થાય. અંદર જે બૂમાબૂમ કરે મન-બન બધા, એ બધાને છેટા રહીને, પોતે જુએ-જાણે આ બધું. અને બહાર સહજ પ્રાપ્ત સંયોગો. બે વાગ્યા સુધી જમવાનું ના મળે તો બોલાય નહીં. ત્રણ વાગે, સાડા ત્રણે આવે તો તે વખતે, જે વખતે આપે તે.....
પ્રશ્નકર્તા ઃ આ સંસારની જવાબદારીઓ જે અદા કરવાની હોય, તેમાં સહજ કેવી રીતે રહેવાય ?
દાદાશ્રી : ના રહેવાય. એ સહજયોગ તો કો'ક અબજોમાં એકાદ માણસ કરે, કો'ક ફેરો ! સહજ તો, એ વાતો બધી કરવા જેવી નથી. એનાં કરતાં દિવો કોઈ પ્રગટ થયેલો હોય તેને, જ્ઞાનીને કહીએ, “સાહેબ, મારો દિવો સળગાવી આપો.” તો એ સળગાવી આપે. ભાંજગડ મટી ગઈ. દિવો સળગાવવા સાથે જ કામ છે ને આપણે ! એ જ્ઞાનમાર્ગ ઉપર સહજ રહેવાય. અમે તો નિરંતર સહજ જ રહીએ છીએ, નિરંતર સહજ !
સહજતામાં મળ્યું હોય તે ભલે ને, દૂધપાક-પૂરી ને માલપૂડા આ, કહે છે, જેટલાં ખવાય એટલાં. અને પછી રોટલો ને શાક મળ્યું હોય તે ય ખા. માલપૂડા ને દૂધપાકનો આદર કરીશ નહીં અને રોટલાને ખસેડીશ નહીં. હવે એકનો આદર કરે ને પેલાનો અનાદર કરે, ધંધો જ શો ?
પ્રશ્નકર્તા: દાદા, સહજ થવું, સહજ થવું, એ બધું વાંચ્યું'તું બહુ, પણ સહજ કેવી રીતે થવાય, તે આ આપે કીધું ને, કે દૂધપાક જો આવતો હોય તો ખા, રોટલો આવતો હોય તો ખા, એ આપની વાત ઉપરથી પછી એ વસ્તુ સહજ કેવી રીતે થવું, એ સમજમાં બેસી જાય.
દાદાશ્રી : એકનો અનાદર નહીં ને એકનો આદર નહીં એ સહજ.