________________
૪૫૧
૪૫૦
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) જે સહજતા તૂટી એટલે કર્મ થયું. એટલે આખું જગતે ય કર્મ બાંધી રહ્યું છે. ચંચળતા શુભ ભાવમાં હોય તો સારા કર્મ બાંધી રહ્યું છે. અશુભ ભાવમાં હોય તો ખરાબ કર્મ બાંધી રહ્યું છે. એટલે ફરી ભોગવવું પડે પાછું. ફરી પાછું બીજ પડે. ફરી ચંચળતા ઉત્પન્ન થાય.
છે ઉતાવળ ? તો બત અપરિગ્રહી !
પ્રશ્નકર્તા: લક્ષ તો દાદા પેલી છેલ્લી દશાનું જ છે કે, એ દશા પૂરી થવા માટે આ જે જે કચાશો છે, જ્યારે જાણીએ કે છેલ્લી દશા આ છે ને આવું હોવું ઘટે, તો હવે એની માટે શું કરવું ?
દાદાશ્રી : એ તો જ્યારે એ વ્યવહાર બધો છૂટે ત્યારે કામ થાય તારું.
પ્રશ્નકર્તા : હવે અપ્રયત્ન દશા પહોંચવા માટે એ ફાઈલમાંથી નીકળવું કઈ રીતે ?
દાદાશ્રી : એ તને ખબર પડેને, એ કેવી રીતે ? આ વ્યવહાર તને વળગ્યો નથી, તું વ્યવહારને વળગ્યો છે. અમે તો આ ચેતવીએ કે ભઈ, આ બધી નુકશાનકર્તા વસ્તુઓ છે. તમારે જે જોઈએ છે તેમાં બાધક વસ્તુઓ છે એટલું ચેતવીએ. પછી એમને ગમતી હોય તો કર્યા જ કરે. એમાં મારે ના કહેવાનું ક્યાં છે !
પ્રશ્નકર્તા : જ્યારે ત્યારે તો છૂટવું તો પડશે જ ને, આ છૂટકો થોડો છે ?
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
પ્રશ્નકર્તા : હા. તો નોકરી માટે જવું પડે એને ?
દાદાશ્રી : ના. નોકરી એ ફરજિયાત વ્યવહાર નથી. એ છે જ નહીં, નોકરી કરવાનું છે જ નહીં. નોકરી, વેપાર કે ખેતીવાડી કરવી, એવું છે જ નહીં ને !
પ્રશ્નકર્તા ઃ તો એ ઉડાવી દેવાય એવી વસ્તુ થઈ ને ?
દાદાશ્રી : એ તો સુખ હોય જ નહીંને ! જેને આગળની દશાઓ પ્રાપ્ત કરવી છે, તેને એ હોય જ નહીં. એ તો સમભાવે નિકાલ કરતો હશે, તેને ચાલે.
પ્રશ્નકર્તા : આમ આત્મજાગૃતિ ઉત્પન્ન થવી અને વ્યવહાર કરવો, પોતાની બધી શક્તિઓ વેડફીને વ્યવહાર કરવા જેવું થાય છે. દાદા પાસે જ્ઞાનની સમજ પ્રાપ્ત કરવી અને ત્યાં જઈને બધી શક્તિ વેડફી નાખવી, એના જેવું થાય છે એ તો.
દાદાશ્રી : એવું છે ને કે આ ખાવાનું શરીરને જરૂરિયાત છે ને, નેસેસિટી. એના વગર શરીર પડી જાય, મરી જાય. એટલા પૂરતું જ વ્યવહાર છે અને તે ય ભગવાને કહ્યું કે એક જ વખત ખાજે. તેથી કંઈ મરી નહીં જવાય. અને તે વહોરીને ખાજે અને પીડા નહીં આપણે વાસણોબાસણો લાવવાની, કપડાં માંગીને લઈ લેજે, પછી આખો દહાડો કર્યા કરજે, ઉપયોગમાં રહો.
પ્રશ્નકર્તા : ઉદય સ્વરૂપે આ રહ્યા કરે અને પોતે ઉપયોગમાં રહે.
દાદાશ્રી : હા. આખો દહાડો ઉપયોગમાં રહેને? પછી ભાંજગડ નહીં. એ પીડા નહીં.
પ્રશ્નકર્તા: હવે જેને પૂરું કરી લેવું છે, એને અપરિગ્રહી દશા જોઈશે, અત્યારનો આખો વ્યવહાર ઉભો છે તેમાં કેવી રીતે નિકાલ કરીએ ? તેમાં કેવી રીતે અપરિગ્રહી દશા લાવવી ?
દાદાશ્રી : એ તો તારું તને પોતાને જ ખબર પડશે. ફાઈલોનો
દાદાશ્રી : હા, પણ એટલું જ્ઞાન જાણવાનું પછી.
જેને ઉતાવળ હોય તેને અપરિગ્રહી થવું જોઈએ. હા, નહીં તો ભજિયાં ખાતાં ખાતાં જવાનું. બેમાંથી એક નક્કી થવું જોઈએ. ભજિયાં ખાતાં ખાતાં જવાનું નહીં કશું ?
ફરજિયાત વ્યવહારને શુદ્ધ વ્યવહાર કહ્યો ભગવાને. સંડાસ જવું પડે, પેશાબ માટે જવું પડે, ખાવું પડે, પીવું પડે.