________________
૪૪૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
૪૪૯ ‘વિચરે ઉદય પ્રયોગ ! અપૂર્વ વાણી પરમ શ્રુત !” એના જેવું ! પ્રશ્નકર્તા : આત્માનું જે ઐશ્વર્યા છે, તે સહજપણામાંથી પ્રગટ થતું
હશે ?
પાછું આમ ચાલ્યું જાય તો એમ ચાલ્યું જાય. પોતાપણું નહીં. પોતે પાણી જ્યાં લઈ જાય ત્યાં જાય એવું.
સહજ એટલે શું ? એક મિનિટ પણ સહજ થયો એટલે એ ભગવાન પદમાં આવ્યો. જગતમાં કોઈ સહજ થઈ શકે એમ નહીંને ! એક મિનિટ પણ ના થઈ શકે. સહજ તો આ અક્રમ વિજ્ઞાનથી તમે થયા છો ! નહીં તો આ વકીલાત કરતાં કરતાં સહજ થવાતું હશે ? વકીલ તે સહજ થતાં હશે ? પાછાં કેસ લઈને બેસે ? પણ જો સહજ થવાનું ને ! એય અજાયબી છેને ! આ મોટામાં મોટા ચમત્કાર કહેવાય. છતાંય આપણે કહીએ કે ચમત્કાર જેવી વસ્તુ નથી, સમજણ નહીં પડવાથી લોકો કહે કે ચમત્કાર છે. બાકી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ બધાં !
અત્યારે તો આ વિજ્ઞાન છે જે તમને આપ્યું, તે તમને હવે નિરંતર સહજ જ કરી રહ્યું છે. અને સહજ થઈ ગયું એટલે મારા જેવા થઈ ગયા. મારા જેવા થઈ ગયા એટલે બ્રહ્માંડના ઉપરી કહેવાય. દાદા ભગવાનને બ્રહ્માંડના ઉપરી કહેવાય. એનું શું કારણ કે આ દેહના માલિક નહીં. એટલે આ દેહનો માલિક કોણ ? ત્યારે કહે છે કે આ પબ્લિક ટ્રસ્ટ.
પ્રશ્નકર્તા : દાદા, આપે બધાંને થોડું થોડું દરેકની શક્તિ પ્રમાણે આત્માનું ઐશ્વર્ય બતાવી દીધું.
દાદાશ્રી : કેવડું મોટું ઐશ્વર્ય બતાવ્યું ! જુઓને, મોઢાં પર કેવો આનંદ છે, નહીં તો દિવેલ ચોપડેલું હોય.
સહજ થયેલાનું એક વાક્ય બહુ હિતકારી હોય લોકોને ! એક જ વાક્ય જો સહજ થયેલાનું હોય તો બહુ હિતકારી, સહજ થયેલો જ નહીં ને ! સહજતાનો ઉપાય આપણે ત્યાં છે આ. હવે જેટલો ડાહ્યો થાય, પાંસરો થાય એટલો. પાંસરો થઈ ગયો કે, સહજ થઈ ગયો.
અમે અમેરિકા ગયેલા તે પોટલાની પેઠ ગયેલા ને પોટલાની પેઠ આવેલા. આ અમેરિકામાં બધે ગયેલા, ત્યાં ય એવું ને બધે એવું. અમારું કશું નહીં..
દાદાશ્રી : સહજમાં જ, જેટલો સહજ થાય એટલું ઐશ્વર્ય પ્રગટ થાય. હવે સહજ તો ફોરેનવાળા ય રહે. આપણાં બાળકોય સહજ છે, પણ એ અજ્ઞાન સહજતા. એટલે આ જ્ઞાનપૂર્વકની સહજતા હોય તો થાય.
પ્રશ્નકર્તા ઃ આ લૌકિક ઐશ્વર્ય હોય છે તો એનો મોડો-વહેલો ય થાક લાગે છે.
દાદાશ્રી : નર્યો થાક જ લાગે. એ ઐશ્વર્યનો થાક જ લાગે. મારી પાસે આટલા વીઘા જમીન છે, મારે આટલા બંગલા, બધું વજન માથા પર પડે. જેટલું ‘મારું બોલેને એટલું માથા પર પડે. હા, બોલ્યા પછી શું થાય ? માથે પડ્યા પછી, ગભરામણ થાય એને, પછી છોડતાં આવડે નહીંને ! ‘ન્હોય મારું બોલે એટલે છૂટી જાય પણ એ આવડે નહીંને !
- ક્રિયાથી તહીં, તેમાં ચંચળતા બાંધે કર્મ !
આ જે ક્રિયા થઈ રહી છે એનો વાંધો નથી પણ તેમાં ચંચળતા ઉત્પન્ન થાય છે તે વાંધો છે. ક્રિયા બંધ કરવાની નથી. બંધ થાયે ય નહીં. એમાં જે ચંચળતા ઉત્પન્ન થાય છે, જે સહજતા તૂટી જાય છે, તેનાથી કર્મ બંધાય છે. સહજતા તૂટી ગઈ એટલે કર્મ બંધાયું. આ ક્રિયા કરીએ છીએ તેનો વાંધો નથી, બધી ક્રિયાનો વાંધો નથી, અભિમાન કરે તોય વાંધો નથી પણ ચંચળતા ના હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : શું છે તે ચંચળતા કહેવાય ? ચંચળતાના લક્ષણ શું ?
દાદાશ્રી : આપણું જ્ઞાન ના આપેલું હોય, તે તો જાણે ચંચળતામાં છે જગત આખું ય. આપણું જ્ઞાન આપ્યા પછી ચંચળતા નથી રહેતી એનામાં, સહજતા રહે છે. સહેજે પોતાનો ધક્કો ય નથી હોતો, બહારની ક્રિયા એની મેળે થયા કરે છે.