________________
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : અત્યારે અપ્રયત્ન દશા જ છે એ તો. પ્રયત્ન તો અહંકાર હોય ત્યારે કહેવાય.
૪૪૬
પ્રશ્નકર્તા : આપે કહેલું કે રેલ્વે સ્ટેશન પર ગયા હોય, ગાડીમાં જવાનું હોય તો સ્ટેશન પર જઈને ગાડી આવે છે કે નહીં ? આમ ડોકું કરીને જુએ નહીં.
દાદાશ્રી : એ જુએ તે વાંધો શો છે ? પછી પોતાને ખબર પડે કે આ ભૂલ ખાધી જરા. એટલે સહજ થવું છે એવો ભાવ રાખવો. આપણે દ્રષ્ટિ કેવી રાખવાની ? સહજ. જે વખતે શું બને છે એ જોવું. અને ધ્યેય કેવો રાખવો કે દાદાજીની સેવા કરવી છે અને ભાવ સહજ રાખવો. દાદાની સેવા મળવી એ તો બહુ મોટી વસ્તુ છેને ! એ તો બહુ મોટી પુણ્ય હોય તો મળે, નહીં તો મળે નહીંને ! આમ હાથ જ ના અડાડાયને ! એક ફેરો આમ હાથ અડાડવું તે ય બહુ મોટું પુણ્ય કહેવાય ને ભેગું થાય તો મનમાં માનવું કે ઘણા દહાડે પ્રાપ્ત થયું એટલું ય કંઈ ઓછું છે ?! બાકી ગમે તે રસ્તે શુદ્ધ ઉપયોગમાં રહેવું.
જ
પ્રશ્નકર્તા : સહજ તો ત્યારે જ થાયને, સંપૂર્ણ વિજ્ઞાન અંદર ખૂલી જાય તો જ સહજ થઈ શકે.
દાદાશ્રી : એ ‘વ્યવસ્થિત’ સંપૂર્ણ સમજાય ત્યારે સંપૂર્ણ સહજ થાય. હવે એ તો એની મેળે થયા જ કરે છે. એની બહુ એ નહીં રાખવાની કે આ મહેમાનોને માટે રાહ જોઈને બેસવાનું નહીં. રાહ જોઈએ તેનો પાર જ ના આવે. પણ વ્યવસ્થિત સમજાય કે તરત સહજ થઈ જાય.
પ્રશ્નકર્તા : સહજ થવા માટે વ્યવસ્થિત પૂરું સમજાઈ જવું જોઈએ
ને ?
દાદાશ્રી : વ્યવસ્થિત પૂરું સમજાય તો પૂરો સહજ થઈ ગયો. બાકી વ્યવસ્થિત જેટલું સમજાય એટલો સહજ થઈ ગયો. એટલે ગભરામણ જ ના થાય. વ્યવસ્થિત સમજાય તો આ દુનિયામાં કકળાટ છે જ નહીં. અને વ્યવસ્થિત જેટલું સમજાય એટલું કેવળજ્ઞાન ખુલ્લું થતું જાય, તેટલો
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
સહજ થતો જાય.
છે ?
૪૪૭
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત નથી સમજતો ત્યારે જ ઉપયોગની બહાર જાય
દાદાશ્રી : હા. ત્યારે જ જાય. નહીં તો ઉપયોગની બહાર જાય જ નહીં અને તો જ અસહજ થાય. વ્યવસ્થિત જેટલું સમજાય તેમ સહજ થતો જાય. જેમ જેમ વ્યવસ્થિત સમજાતું જાય, એનાં પડ ઉકલતાં જાય તેમ તેમ સહજ થતું જાય. નિર્વિકલ્પ તો થયાં છે, પણ સહજ થયા નથી. નિર્વિકલ્પ તો જ્ઞાન આપ્યું ત્યારથી જ થયા છે.
જેટલી સહજ અવસ્થા ઉત્પન્ન થાયને, તેમ તેમ વાણી-વર્તન બધું ફેરફાર થતું જાય. વીતરાગતા આવતી જાયને !
વાણી સહજ ક્યારે થાય ? જ્યારે ટેપરેકર્ડ બોલે છે, એમ થશે ત્યારે વાણી સહજ થશે. માલિકી વગરની વાણી થઈ ત્યારે સહજ થશે. ત્યાં સુધી પાંચ આજ્ઞા બરાબર પાળ ને એમાં આગળ વધ.
પ્રશ્નકર્તા : વાણીની સહજતા ચૌદ વર્ષ પછી આવે ?
દાદાશ્રી : તો જ થાય ને ! વાણીની સહજતા, મનની સહજતા, શરીરની સહજતા, ત્યારે જ આવે ને ! એ એનું ફળ છે. દેહાધ્યાસ છૂટતો છૂટતો છૂટતો સહજતા આવે. સહજતા આવે ત્યારે પૂર્ણાહુતિ કહેવાય. કારણ કે આત્મા તો સહજ છે જ અને દેહની સહજતા આવી ગઈ. કૃપાળુદેવે કહ્યું કે દેહાધ્યાસ છૂટે તો ય બહુ થઈ ગયું. તું કર્મનો કર્તા નથી. ‘છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ, નહીં ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.’
સહજાત્મ સ્વરૂપ છેલ્લું પદ, સહજ સ્વરૂપ. સહજાનંદ, વગર પ્રયત્નનો આનંદ, સહજ આનંદ, અપ્રયત્ન દશા !
પ્રગટે આત્મઐશ્વર્ય સહજપણામાંથી !
સહજ એટલે શું ? પાણી જ્યાં લઈ જાય ત્યાં જાય એના જેવું. પાણી