________________
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : છે તો જુદો જ, પણ આ વર્તવાની વાત છે ને !
દાદાશ્રી : વર્તવાનું એટલે પોતાનું જ્ઞાન સર્વસ્વ પ્રકારે છે. જેટલું અજ્ઞાન એટલું ના વર્તે.
પ્રશ્નકર્તા : પણ એનો અર્થ એવો કે આખા શરીરમાં વર્તે એ પ્રમાણે?
૪૪૪
દાદાશ્રી : હા, એ પ્રમાણે જ વર્તે. જેટલું વર્તે એટલો સહજ. જ્ઞાન થયા પછી દેહ સહજ થાય. કારણ કે ક્રોધ-માન-માયા-લોભ જ્યાં ખલાસ થયા, ત્યાં સહજતા ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : સહજ થવું એ જ મોટી વાત છે.
દાદાશ્રી : મોટી વાત નહીં ? છેવટે સહજ જ થવું પડશે ને ! છેવટે સહજ થયાં વગર ચાલે જ નહીં.
દાદાની અતોખી સાહજિકતા !
પ્રશ્નકર્તા ઃ જ્ઞાની પાસે પડી રહો એવું જે કીધું તે, પડી રહો ને એટલે પછી આ જ બધું જોવાનુંને ?
દાદાશ્રી : હા. એમની સહજતા આખો દહાડો જોવા મળે. કેવી સહજતા ! કેવી નિર્મળ સહજતા છે, કેટલાં નિર્મળ ભાવ છે ! અને અહંકાર વગરની દશા કેવી હોય, બુદ્ધિ વગરની દશા કેવી હોય, એ બધું જોવાનું મળે. એ બે દશાઓ તો જોવાની મળે જ નહીં ને ! અહંકાર વગરની દશા ને બુદ્ધિ વગરની દશા જોવાની ન મળે. જ્યાં ને ત્યાં બુદ્ધિશાળીઓ ! તે આમ વાત કરે ને, તો ય નાક આમ ચઢેલું હોય ! કશું સહજ ના હોય. ફોટો પાડેને તે ઘડીએ નાક ચઢી જાય ! અને ફોટાવાળા
અમને જુએ તો એને ફોટો ના લેવાં હોય તો ય લઈ લે, કે આ ફોટો પાડવા
જેવા છે ! એ સહજતા ખોળે. નાકની કડકાઈ દેખે તો ફોટો સહજ ના આવે.
એટલે કો'કની જોડે જઈએ ને, કો'કના ટોળામાં, ત્યાં ય આપણું મોઢું
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
ચઢેલું ના દેખે એટલે પેલા સમજી જાય કે ના, ધેર ઈઝ સમથીંગ. લોકોને જોતાં બહુ સરસ આવડે છે. પોતાનું રાખતા નથી આવડતું. પોતાનું મોઢું વીતરાગ રાખતા નથી આવડતું પણ સામાનું મોઢું વીતરાગ છે તે એ જોતાં બહુ સરસ આવડે છે, બહુ ઝીણવટપૂર્વક. મોઢું ચઢી ગયેલું સારું ના દેખાય, નહીં ? ફોટામાં જુએ તો ય ખબર પડે કે આ ચઢી ગયેલું મોઢું છે. તેથી આ ફોટોગ્રાફરો ફોટો લે ને, તે સામો અસહજ થયેલો હોય એનો ફોટો લેતાં એમને ના ફાવે. એ સહજતા જુએ. અને અમારા માટે ખુશ જ. જેમ ફરીએ તેમ એ ખુશ. કારણ કે સહજ હોય. એ બહુ ખુશ થઈ જાય. સહજતા એમને જોઈતી હોય એ સહેજે મળે. અને પેણે તો કહેવું પડે, જરા સીધાં બેસજો. અને નહીં તો ય ફોટો પડાવતી વખતે આપણાં લોકો તેમાં અસહજતા હોય અને તે રૂપાળાય ના દેખાય એ ફોટા. સહજ ફોટો રૂપાળો દેખાય. સારો કયો દેખાય ? સહજ પેલો અહંકાર મહીં ફેલાયેલો હોય.
૪૪૫
તમે ફોટા લો તો તમે એમ કહો કે તમે હાથ જોડો તો અમે હાથ જોડીએ, બસ. બીજું મારે શું ? કારણ કે અમને એવું ના મનમાં થાય કે આ મારો ફોટો લે છે, નહીં તો વિકૃત થઈ જઈએ. અમે સહજમાં જ હોઈએ. બહાર ગમે એટલાં ફોટા લેવા આવે તો ફોટાવાળા ય સમજી જાય કે સહજમાં જ છે દાદા. તરત જ ચાંપ દબાવે.
જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં પ્રતિક્રમણ તમારે ય નહીં કરવું પડે. સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ. અમને સાજિક જ, જેવા દેખો, જ્યારે જુઓ ત્યારે અમે તેનાં તે જ સ્વભાવના દેખાઈએ. સાહજિકતામાં ફેર ના પડે.
વ્યવસ્થિત સમજ્યું પ્રગટે સહજતા !
તમે આત્મા જ થઈ ગયા પછી હવે રહ્યું શું ?
પ્રશ્નકર્તા : એટલે આત્મા ચોખ્ખો થઈ ગયો. આ તો પેલું એમ કે એની દશા કેવી હોય ? એટલે કહ્યું કે અપ્રયત્ન દશા આખી ઉત્પન્ન થાય. ચંપલ પહેરવાનો પણ પોતે પ્રયત્ન ન હોય.