SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ ! ૪૪૩ ૪૪૨ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા અને એ રોંગ બિલિફ છૂટી જાય તો પ્રયાસ કરનારો જતો રહ્યો કહેવાય ? દાદાશ્રી : પછી અપ્રયાસ દશા, સહજ થઈ ગયો. અમે ખાઈએ-પીએ એ બધું સહજ કહેવાય. પ્રશ્નકર્તા તો રોંગ બિલિફ હતી ત્યારે પ્રયાસ કરનારો કહેવાયો, એ રોંગ બિલિફ ગયા પછી શું બને છે એ ? દાદાશ્રી : ડિસ્ચાર્જ અહંકાર. પ્રશ્નકર્તા તો આ ડિસ્ચાર્જ અહંકારની ક્રિયામાં, એના પરિણામમાં શું ફેર હોય ? દાદાશ્રી : સહજ ! પ્રયાસ કરનાર ના હોય, સહજ હોય. પ્રશ્નકર્તા : હા, પણ એ સહજ હોય એમાં, પેલો પ્રયાસ કરનારો અહંકાર ના હોય, પણ ડિસ્ચાર્જ અહંકાર તો હોયને એમાં ? દાદાશ્રી : એનો વાંધો નહીં. એ તો હોય જ ને ! એ તો એનું બધું મડદાલ. એનું નામ જ સહજ ક્રિયા. દાદાશ્રી : કશુંય નથી બનતું, ડખો જતો રહે છે. પ્રશ્નકર્તા : પણ જેને રોંગ બિલિફ હતી એનું અસ્તિત્વ હોય છે પછી ? દાદાશ્રી : એક બાજુ આત્મા ને એક બાજુ આ દેહ, અપ્રયાસ દેહ, મન-વચન-કાયા. એ પછી પુદ્ગલ તો છે જ. પણ તે વચ્ચે ઇગોઇઝમ ભાગ ઊડી ગયો. જેને સ્ટ્રેઈન પડતો હતો એ ચાલ્યો ગયો, થાતો હતો તે ચાલ્યો ગયો. કંટાળી જતો હતો તે ચાલ્યો ગયો, વો સબ ચલે ગયા. પ્રશ્નકર્તા : તો રહ્યો કોણ ? દાદાશ્રી : કશુંય નહીં. આ સહજ રહ્યું. બીજા કોઈની મહીં ડખલ ના રહી. જ્ઞાતી સદા અપ્રયત્ત દશામાં ! પ્રશ્નકર્તા : જમવાનું યાદ આવે, પેલી ચા યાદ આવે, એ બધું એને વિચાર આવ્યા કરે તો પેલી સહજતા તૂટી કહેવાય ? દાદાશ્રી : સહજતા તુટી જ જાયને ! સહજતા તુટે તેથી કંઈ આત્મા ખાતો નથી, એ તો ખાનારો ખાય છે. છેવટે દેહને સહજ કરવાનો છે. આહારી થયો પણ સહજ કરવાનો. સહજ થવાની જ જરૂર. સહજ થતાં ટાઈમ લેશે. પણ સહજ એટલે પૂર્ણતા. સહજ એટલે સંપૂર્ણ અપ્રયત્ન દશા. અપ્રયત્ન દશાથી ચા આવે, ખોરાક આવે તો વાંધો નથી. જ્ઞાની પુરુષ કોને કહેવાય ? જે નિરંતર અપ્રયત્ન દશામાં હોય તે. જગત આખું પ્રયત્ન દશામાં છે અને તમે યત્ન દશામાં છો. સારું-ખોટું કરો છો, તેમાંથી ડખો કરો છો, તમને એમ થશે કે આ પુલની વંશ જતી રહેશે તો શું થશે? આ પુદ્ગલની વંશ કોઈ દહાડો જતી નથી. જ્ઞાતા-દ્રષ્ટા, અક્રિય એવો આત્મા છે. એને યત્ન ય ના હોય ને પ્રયત્ન ... ના હોય. પ્રશ્નકર્તા : આપને આત્મા જુદો વર્તે ! એટલે પ્રદેશ પ્રદેશે બધી જગ્યા એ જુદો વર્તે ? દાદાશ્રી : હં, બધી જગ્યાએ. છે જ જુદો, તમારે ય જુદો છે. પ્રશ્નકર્તા: આ દેહની ક્રિયા કરવાની હોય, વાણી છે, પણ એમાં પેલો અહંકારની જરૂર પડે છેને ? દાદાશ્રી : કશી જરૂર નહીં. કૉઝિઝ કરનારો જ ચાલ્યો ગયો ત્યાં ! ઇફેક્ટ એકલી રહી. પ્રશ્નકર્તા : તો પછી પેલું કહો છોને તમે કે અહંકાર સહી ના કરે ત્યાં સુધી ક્રિયામાં ના આવે, તો એ કયો અહંકાર પછી ?
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy