________________
૪૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
સહજતા એટલે જ પ્રયત્ન દશા ! પ્રશ્નકર્તા : પેલી ચરણવિધિમાં છેને, મન-વચન-કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાય, તો એ સહજતા કેવી છે ? એટલે સહજતાની વ્યાખ્યા શું?
દાદાશ્રી : સહજતા એટલે કોઈ પણ જાતનો આમ, જાડી ભાષામાં કહે તો અપ્રયાસ દશા. કોઈ પણ પ્રયાસ નહીં. આત્માએ કરીને પ્રયાસ નહીં અને દેહે કરીને ય કોઈ પ્રયાસ નહીં. માનસિકેય પ્રયાસ નહીં ને બુદ્ધિનો ય પ્રયાસ નહીં. પ્રયાસ નહીં, અપ્રયાસ દશા.
પ્રશ્નકર્તા ઃ એ પછી મન-વચન-કાયાનો સુમેળ તો હોયને?
દાદાશ્રી : અનાયાસ દશા થઈ. બસ, પ્રયાસ નહીં. અને એમાંથી પ્રયાસ કરનારો નીકળી જાય. મન-વચન-કાયા કામ કરનારા છે, પણ પ્રયાસ કરનારો નીકળી જાય. પ્રયાસ કરનારની ગેરહાજરી એ છે તે સહજદશા અને પ્રયાસ કરનારની હાજરી એ અસહજ. એટલે એ પ્રયાસ કરનારો જવાથી સહજ. પછી જે ક્રિયા થતી હોય તે એ ક્રિયાનો વાંધો નથી. પ્રયાસ કરનારનો વાંધો છે.
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
૪૪૧ પ્રશ્નકર્તા : આ જે મન-વચન-કાયાની પ્રક્રિયા થાય છે તે વખતે પ્રયાસ કરનારો ખરેખર હોય છે ખરો ?
દાદાશ્રી : પ્રયાસ કરનારો છે તે માટે જ આ પ્રયાસ કહેવાય છે. એ સહજ નથી કહેવાતું. પ્રયાસ કરનારો જતો રહે એટલે એની એ જ વસ્તુ પછી સહજ કહેવાય.
પ્રશ્નકર્તા : તો આ મન-વચન-કાયાની જે પ્રક્રિયા પ્રયાસ કરનારો કરે છે ત્યારે જે બની જાય છે અને પ્રયાસ કરનારો જતો રહે છે ત્યારે જે બને છે એ ખરેખર તો બન્ને મિકેનિકલ જ હતુંને ?
દાદાશ્રી : વસ્તુ એકની એક જ છે બનવામાં, બનવામાં ચેન્જ નથી. પ્રશ્નકર્તા એટલે આણે જો પ્રયાસ કર્યો ના હોત તોય એ જ બનત ? દાદાશ્રી : પ્રયાસમાં ડખલ છે, એ ભાંજગડ છે.
પ્રશ્નકર્તા : ડખલનો ભોગવટો પોતાને આવે છે કે ડખલથી મનવચન-કાયાનો ફેરફાર થાય છે ?
દાદાશ્રી : એ ફેરફાર થવાનોય નથી. પ્રયાસ કર્યો માટે અપ્રયાસ ના કહેવાય.
પ્રશ્નકર્તા એ ખરું છે પણ એ પ્રયાસ થાય છે, તેનાથી મન-વચનકાયાની પ્રક્રિયામાં ફેરફાર થાય છે ?
દાદાશ્રી : કશોય ફેરફાર નહીં ! પ્રશ્નકર્તા : તો પછી પ્રયાસ કરવાથી શું પરિણામ ઊભું થાય છે? દાદાશ્રી : એ તો એનો અહંકાર છે ખાલી, ‘હું કરું છું ! પ્રશ્નકર્તા : એનાથી આવતા ભવની જવાબદારી ગણાય ?
દાદાશ્રી : હા, આવતા ભવની જવાબદારી લે છે. કારણ કે એ રોંગ બિલિફ છે.
પ્રશ્નકર્તા : એટલે આ પ્રયાસ કરવાની પેલી આંટી જ પડેલી છે એને.
દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આ કોઈ પણ પ્રક્રિયામાં પ્રયાસની ખરેખર જરૂર જ
નથી ?
દાદાશ્રી : પ્રયાસની જરૂર, પેલું એનો કરનારો ના હોવો જોઈએ. પ્રયાસની જરૂર નહીં, એમ કહીએ તો તો પછી લોકો કામ કરવાનું છોડી દે બધું. છોડી દેવાનો ભાવ કરે. એટલે પ્રયાસની જરૂર.
પ્રશ્નકર્તા : પણ હકીકત શું છે અંદરની, એક્કેક્ટનેસ? દાદાશ્રી : એ પ્રયાસ કરનારો જ જતો રહે એટલે બસ થઈ ગયું.