________________
૪૩૨.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
ત્યારે એ કહેવાય સમજ ! ડિસ્ચાર્જ અહંકાર પૂરો થાય ત્યાર પછી દેહ ક્રિયા કરે છે એ સહજ ક્રિયા કહેવાય છે, તદન સહજ, તે ઘડીએ આત્માય સહજ ને આ ય સહજ. બન્ને જુદા ને સહજેય બન્ને.
એટલે આ ડિસ્ચાર્જ અહંકારેય પૂરો થઈ જાય, ત્યારે સહજ આવે. સહેજા સહેજે. જેમ ભૂખ લાગવા માટે આપણે કશું કરવું નહીં પડતું, એવું સહેજે થાય.
પ્રશ્નકર્તા : સહજ ક્રિયા જે કંઈ થતી હોય, તેની અંદર કોઈ કર્મ બંધાતું નથી ?
દાદાશ્રી : હોય જ નહીંને ! આ તમારે ડિસ્ચાર્જમાં ય કર્મ નથી બંધાતું. ડિસ્ચાર્જ અહંકાર કર્મ બાંધી શકે એવો નથી. એ કર્મ છોડવા માટેનો અહંકાર છે. બંધાયેલા છોડવા સારુનો અહંકાર છે. જે બંધાયેલા છે, તેને છોડવા માટે કો'ક જોઈએ તો ખરોને ? એટલે છોડવાનો અહંકાર છે એ.
શુદ્ધ વ્યવહાર ક્યારે ? હવે વ્યવહારની શુદ્ધતા ક્યારે કે તન્મયાકાર ના થાય, ચોંટે જ નહીં. અડે ખરું પણ ચોંટે નહીં ત્યારે શુદ્ધ કહેવાય, નહીં તો શુદ્ધ થવાના કારણો ઊભા થશે. એ થોડા વખત પછી શુદ્ધ થશે. શુદ્ધ એટલે સહજ, સહજ વ્યવહાર અને જેનો સહજ વ્યવહાર, તેનો આત્મા સહજ આત્મા કહેવાય. સહજાત્મ સ્વરૂપ એટલે શું કે જેનો સહજ વ્યવહાર છે એવા આત્મસ્વરૂપને સહજ આત્મા કહેવાય. પછી ક્રમિકનો અર્થ એમાં જરાક કાચો થાય. કારણ કે એમાં જ્ઞાનીઓ છે ને જેટલા ભાગમાં સહજ થયા એટલા થાય ને ! બીજા અશુદ્ધ રહ્યા ત્યાં તો અસહજ રહ્યા ને ! અને આ તો સહજ જ થઈ જાય.
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
૪૩૩ કહે ને કે આ છકી ગયું છે. જુઓને, અમથું થોડું થોડું જાણ્યું એમાં એનું છકી ગયેલું. એટલે છકે નહીં, છાકતો ના જાય. જે જાણ્યું તે છકે નહીં. ના જાણ્યું એ મૂઓ બહુ જોર કરે.
ડખો નહિ તે સહજ ! આત્મા તો સહજ જ છે, સ્વભાવથી જ સહજ છે. દેહને સહજ કરવાનો છે, એટલે એનાં પરિણામમાં ડખો નહીં કરવો. એની જે ઈફેક્ટ હોય તેમાં કોઈપણ જાતનો ડખો નહીં કરવો, એનું નામ સહજ કહેવાય. પરિણામ પ્રમાણે જ ફર્યા કરે. ડખો કરવો એ ભ્રાંતિ. ડખો કરનારો માણસ મનમાં એમ માને છે કે ‘હું કંઈક કરું છું.’ ‘હું કંઈક કરું છું’ એ ભ્રાંતિ.
વ્યવહારમાં જ્યાં સુધી સંપૂર્ણ તૈયાર ના હોય, ત્યાં સુધી સંપૂર્ણ આત્મા પ્રાપ્ત થયો નથી. એટલે સહજાત્મ સ્વરૂપ વ્યવહારમાં, એટલે કોઈ કોઈને ડખલ નહીં સામસામી. આમ થાય કે આમ ના થાય એ ડખલ નહીં. કોઈ કોઈની મહીં ડખલ જ નહીં. પોતપોતાના કાર્ય કર્યું જાય. કર્તા પુરુષ જે કરે, એને જ્ઞાતા પુરુષ નિરંતર જાણ્યા જ કરે. બંનેય પોતપોતાના કાર્યોમાં રહે.
જો અજાયબી, કેવી અજાયબી ! આખા દસ લાખ વર્ષમાં આ મોટામાં મોટી અજાયબી છે. ઘણાં લોકોનું કલ્યાણ કરી નાખ્યું.
આ મારાથી થાય ને આ મારાથી ના થાય, આ અમારે ત્યાગ કરવાનું છે, ત્યાં સુધી બધું અધૂરું. ત્યાગ કરનારો અહંકારી. આ અમારાથી ના થાય એ કહેનારો અહંકારી, આ અમારાથી થાય એ કહેનારો અહંકારી. આ બધું અહંકાર જ છે. એટલે આ પૂર્ણ પ્રગટ તમારું થયું છે, એટલે બધી જ ક્રિયા થઈ શકે એમ છે. સંસારની સર્વસ્વ ક્રિયા થઈ શકે અને આત્માની સર્વસ્વ ક્રિયા, બંને પોતપોતાની ક્રિયામાં રહે છે. વીતરાગતા, સંપૂર્ણ વીતરાગતામાં રહીને ! એવું આ અક્રમ વિજ્ઞાન છે !!
શરીર સ્વભાવે ઈફેક્ટિવ ! જે પરપરિણામો છે, કે જે ડિસ્ચાર્જરૂપે છે, તેમાં વીતરાગતા રાખવાની
‘આત્મજ્ઞાન સરળ-સીધું સહજ થયે છકે નહીં.’ આ તમને આત્મજ્ઞાન સરળ-સીધું આપેલું છે. એ સહજ જ્યારે થશે. એટલે એને કેફ ના ચઢે. આત્મજ્ઞાન સરળ સીધું સહજ થયે છકે નહીં. છકી ગયેલું ના હોય. લોક