________________
૪૩૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
જરૂર છે. બીજો ઉપાય જ નથી. એ તો મહાવીર ભગવાનને પેલાં બરુ માયા ને, તે ખાલી વીતરાગતા જ રાખવાની જરૂર છે અને બસ ખેંચી કાઢ્યું પેલાએ, તે ઘડીએ વીતરાગતા જ. ભલે પછી દેહનું ગમે તે થયું, દેહે બૂમ પાડી હશે, તેને લોકોએ બધું ઊંધું માન્યું. પણ જ્ઞાનીનો દેહ તો હંમેશાં ય બૂમ પાડે, રડે, બધું જ કરે. જ્ઞાનીનો દેહ જો આમ સ્થિર થઈ જતો હોય, તો તે જ્ઞાની નથી.
પ્રશ્નકર્તા: બધાં લોકો તો એવું જ માને છે કે જ્ઞાનીને જરાં આમ કહે તો હાલે નહીં, રસમસ ના થાય.
દાદાશ્રી : લોકોને લૌકિક જ્ઞાન છે. લૌકિકની બહાર જગત નીકળ્યું નથી. આમ બેસે અને બળી મરતો હોય, તો લોક એને જ્ઞાની કહેશે. પણ જ્ઞાની તો ખબર પડી જાય કે આ જ્ઞાની છે, હાલી જાય આમ, આ બધું હાલી જાય અને અજ્ઞાની ના હલે. કારણ કે અજ્ઞાની નક્કી કરે કે મારે હાલવું જ નથી. જ્ઞાનીને અહંકાર ના હોય ને એ સહજ હોય.
સહજ એનું નામ કે જેવો શરીરનો સ્વભાવ છે ને, ઊંચું નીચું બધું થયા કરે ! શરીર ઊંચા-નીચું થાય એ સહજ અને આત્માના પરપરિણામ નહીં, એ સહજ. સહજ આત્મા એટલે સ્વપરિણામ અને શરીર ઊંચા-નીચું થાય, એ એના સ્વભાવમાં જ કૂદાકૂદ કરે આમ. આમ દીવાસળી સળગતી હોયને, નાખી પછી નીચેથી છેડો ઊંચો થઈ જાય, એ શું ? એ સહજ પરિણામ છે. દેહના બધા જ પરિણામ બદલાય. અજ્ઞાનીને ના બદલાય. અજ્ઞાની આમ સ્થિર થયો, તેવો તેવો. અહંકાર છે ને ! આને અહંકાર નહીં, એટલે આંખો રડે, બધું જ કરે.
પ્રશ્નકર્તા ઃ તે વખતે એ એની પ્રકૃતિ રડે ત્યારે એ અંદર પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર હોય ?
દાદાશ્રી : બરોબર છે. પ્રશ્નકર્તા : એ પ્રકૃતિને કંઈ કંટ્રોલ કરતાં નથી ? દાદાશ્રી : પ્રકૃતિ, પ્રકૃતિના ભાવમાં જ હોય છે, એને કંટ્રોલ કરવાની
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
૪૩૫ તમારે જરૂરત નથી. તમે સહજ ભાવમાં આવ્યા તો આ સહજ ભાવમાં જ છે. અહીં આગળ છે ને, આરસના પથ્થરા ઉપર રહીને જવાનું હોયને મારે બૂટ વગર, તે બૂમાબૂમ કરું, એ ય દઝાયો દઝાયો દઝાયો તો એ જ્ઞાની, નહીં તો આમ દબાવી દે, બોલે નહીં તો જાણવું કે અજ્ઞાની મૂઓ છે. હજુ ચોક્કસ કરે, ચોક્કસ રાખે. સહજ એટલે શું? જેમ છે તેમ કહી દે !
જેને કેવળજ્ઞાન ઉપર્યું હોય ને, તેનો દેહ સહજ હોય. દોડવાનાં ટાઈમ દોડે, રડવાના ટાઈમે રડે, હસવાનો ટાઈમે હસે.
ત્યારે કહે છે, ભગવાન મહાવીરના કાનમાંથી ખીલ કાઢ્યાં તો કેમ રડી પડ્યાં ? અલ્યા મૂઆ, એ રડી પડ્યાં, તેમાં તારું શું જાય છે ? એ તો રડે જ. એ તો તીર્થંકર છે. એ કંઈ અહંકારી ના હોય, કે આંખો આમ એ રાખે, ને આમ તેમ. કઠણ કરી નાખે, અહંકારી હોય તો ?
બરૂ મારતી વખતે કરુણાનાં આંસુ હતાં અને કાઢતી વખતે વેદનાનાં આંસુ હતા. અને તે આંસુ આત્માને હોય નહીં. આ દેહ આંસુંવાળો હતો. મેં કહ્યું, જો આંસું ના આવે તો આપણે સમજવાનું કે મેન્ટલ થઈ ગયો છે. કાં તો અહંકારી મૂઓ છે, ગાંડો છે. બધી સાહજિક ક્રિયા હોય. જ્ઞાની હોય, એનાં શરીરમાં બધી સાહજિક ક્રિયા હોય !
હવે આ વાત બધી લૌકિક જ્ઞાનથી બહુ છેટી છે. એટલે જલદી બેસે નહીં ને, ફીટ ના થાય ને આ વાત ! અલૌકિક વાત છે આ.
સાહજિક એટલે વગર મહેનતે ! પુરુષાર્થ ના હોય એ સાહજિક. આ ચોર ચોરી કરે છે એ સાહજિક કહેવાય.
પ્રશ્નકર્તા: ચોર ચોરી કરતી વખતે મહીં જે પુરુષાર્થ ચાલતો હોય એટલે પછી પેલું પરિણામ સાહજિક ના કહેવાય ને ?
દાદાશ્રી : ના, તો ય એ સાહજિક કહેવાય. ચોર ચોરી છોડી દે, એનું નામ પુરુષાર્થ કહેવાય. છીંક ખાવી એ સાહજિક નથી. એ કુદરતી હાજત છે.