________________
૪૩૦
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
૪૩૧ જેટલું ‘જોઈએ” એટલું છૂટયું. એટલું ગયું. જેટલું “જોયું નથી એટલું વ્યવહારથી રહ્યું ને !
પ્રશ્નકર્તા : હા. એ રહ્યું.
દાદાશ્રી : તમે કહો કે ‘મને જલેબી બહુ ભાવે છે.’ આ જલેબી છૂટવા માટે જ આવી હતી, પણ એક બાજુ ‘ભાવે છે” એમ કહો એ વળી ડખો થયો.
પ્રશ્નકર્તા : પણ આપણે એટલે આ શરીરને ? દાદાશ્રી : ના. ઈગોઈઝમ, અહંકાર.
એકતા માતી અહંકારે ! પ્રશ્નકર્તા એટલે એવું થયું કે અસહજ જે છે તે સહજને બાંધી લે
કારણ કે પોતાની સહી છે.
પ્રશ્નકર્તા : મનનો સ્વભાવ તો વિચારો કરીને જતું રહે ? દાદાશ્રી : ના, ના ય જતું રહે. ડખો કરે ત્યારે છોડે.
પ્રશ્નકર્તા : એટલે પેલા અહંકાર જેવું ફોર્સવાળું નહીંને ! એટલે સહી કરનારા જેવું ફોર્સવાળું નહીંને મન ?
દાદાશ્રી : ખરું, બહુ જ ! મન એક જીદ પકડે તે તો સવાર પાડી દે. એટલે કોઈ પાંસરું ના હોય. એટલે બધું પોતાને જ પાંસરું થવું પડે. એ તો પાંસરા હતા, તેને આપણે બગાડ્યા. એટલે આપણે પાંસરા થાય એટલે એ સુધરે.
પ્રશ્નકર્તા : એટલે આમાં તો પ્રજ્ઞા જેટલું ચેતવે એટલે જ આપણે ચેતી શકીએ ?
દાદાશ્રી : પ્રજ્ઞા તો બધું જ ચેતવવા તૈયાર છે. એ ચેતવે તેને માનું નહીં એટલે બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા દાખલા તરીકે આપણે માનીએ બધું જ, તો બધું જ ચેતવે ?
દાદાશ્રી : ભાન થાય બધું. હા, બધું ચેતવે. આપણે એને સિન્સિયર થયા તો એ બધું ચેતવે. એ એને મોક્ષે લઈ જવો છે, જેમ તેમ કરીને. એટલે એની પોતાની ઇચ્છાપૂર્વક થતું હોય, એની ભાવના પ્રમાણે થતું હોય તો તરત જ તૈયાર હોય.
‘આપણે’ એ કોણ ? પ્રશ્નકર્તા : આપણને ડખો કરવાની ટેવ છે, આમાં ‘આપણે' કોણ ?
દાદાશ્રી : એ જ આપણે હજુ, “આપણે” બે રીતે રહ્યા છીએ હવે. વ્યવહારથી આ બાજુ રહ્યા છીએ અને ખરી રીતે પેલી બાજુ રહ્યા છીએ.
દાદાશ્રી : એકતા માની છે ને ત્યાં સુધી ! પ્રશ્નકર્તા : એકતા કોણે માની છે ? દાદાશ્રી : અહંકારે એકતા માની છે એટલે.
પ્રશ્નકર્તા : જ્યાં સુધી ભેદજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી એ સમજમાં બેસે કેવી રીતે ?
દાદાશ્રી : સમજમાં બેસે જ નહીંને ! એ અહંકાર છે ત્યાં સુધી ‘ઈટ હેપન્સ’ કેમ કહેવાય ? અહંકાર છે ત્યાં સુધી કઈ ટાઈપનું ગાંડું કાઢે એ શું કહેવાય ? અને તમારો અહંકાર જ્ઞાન લીધાથી જતો રહે છે અમુક ભાગનો જે ચાર્જ અહંકાર, જે ડખલ કરનારો અહંકાર જતો રહે છે અને તે ઈટ હેપન્સવાળો (ડિસ્ચાર્જ) અહંકાર રહે છે. તેથી સમજમાં બેસે છે.
પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ કરવા માટે, નિકાલ કરવા માટેનો અહંકાર રહે છે. દાદાશ્રી : ‘ઈટ હેપન્સ’માં જોઈએ, એ ડિસ્ચાર્જ અહંકાર રહે છે.