________________
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
૪૨૫ તહીં રાગ-દ્વેષ ત્યાં સહજતા ! પ્રશ્નકર્તા હવે જ્ઞાન પછી તો આત્મા પોતાના સ્વભાવમાં જ આવી જાય છેને ?
દાદાશ્રી : અને પુદ્ગલ એના સ્વભાવમાં આવ્યું. પુદ્ગલ કાયદામાં આવી ગયું. કારણ કે ડખલ કરનારો હતો એ ખસી ગયો. પુદ્ગલ હમેશાં કાયદેસર જ હોય છે પણ જો ડખલ કરનારો ના હોય તો. આ એન્જિનને મહીં બધું કોલસા-બોલસા ભરી બીજું બધુંય કમ્પ્લિટ કરી અને ડ્રાઈવર ના હોય તો બસ ચાલ્યા કરવાનો એનો સ્વભાવ જ છે. મહીં ડખલ કરનારો પેલો બેઠો હોય તો ઊભી રાખે, પાછું ચાલુ કરે. પુદ્ગલને જો ડખોડખલ ના થાયને, તો આ ચોખ્ખું થયા જ કરે. પણ આ ડખોડખલ કરે છે. ડખો કરે ને પછી ડખલ થઈ જાય. ડખોડખલ કરનારી કોણ ? તે અજ્ઞાન માન્યતાઓ અને પછી વાંધા ને વચકા !
૪૨૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : હા. પણ એ અંતરાય જાય નહીંને ! અંતરાય કરેલાંને!
પ્રશ્નકર્તા : હા. પણ એ તમે કહ્યું, ‘ખાલી એને જોવાનું જ કીધું, જ્ઞાતા-દ્રષ્ટા ભાવે.’
દાદાશ્રી : જોયે જ છૂટકો. જે અંતરાય છે એ સંયોગ સ્વરૂપે આવે છે અને એ એની મેળે વિયોગી સ્વભાવના છે. એને જોયે જ છૂટકો થાય.
પ્રશ્નકર્તા : પણ દાદા, એમાં તો કેટલાં જન્મો જોઈએ એના માટે ? એટલે આ બધું નિકાલી છે એમ ?
દાદાશ્રી : નિકાલી જ છે. આ લોકોએ નહીં સમજવાથી જ આ ગરબડ કરી છે. નિકાલી તો સમજી લોને ! જો ગ્રહણીય કરે તો ચોંટી પડે. જો ત્યાગ કરે તો અહંકાર ચોંટી પડે. ત્યાગનારેય અહંકારી જ હોય અને ત્યાગનું ફળ આગળ આવે. આપણા લોકો કહે છે, ‘ત્યાગે ઇસકુ આગે.” એ જો તમારે દેવગતિનું, સુખ ભોગવવું હોય તો અહીંયાં એક સ્ત્રી છોડ, કહે છે. એટલે આપણે તો ત્યાગ ને ગ્રહણ, બેઉ ના જોઈએ. નિકાલ જોઈએ.
સંયોગો બધા વિયોગી સ્વભાવના છે. અને સંયોગો આપણી ડખલથી ઊભા થયા છે. આ ડખલ ના કરી હોત તો સંયોગો ઊભા ના થાત હજુ. જયાં સુધી જ્ઞાન નહોતું મળ્યું ત્યાં સુધી ડખલ કર્યા જ કરતા હતા અને મનમાં ગુમાન લઈને ફરતા હતા, કે હું ભગવાનનો ધર્મ પાળું છું !
પ્રશ્નકર્તા : સંયોગમાંથી સહજમાં ગયો એટલે પછી છૂટી ગયું ને પછી સહજમાં જ આવી ગયો ને ?
દાદાશ્રી : સહજમાં રહ્યો એટલે સંયોગ છૂટી જાય. પોતે સહજમાં ગયો એટલે સંયોગ છૂટી ગયા. સંયોગમાંથી પોતે સહજમાં જઈ શકે અને સહજમાં ગયા પછી સંયોગ છૂટી જાય (ખરી પડે).
પ્રશ્નકર્તા : હવે સંયોગ એ પણ સહજમાં જાય ?
દાદાશ્રી : નહીં, સંયોગમાંથી સહજમાં જાય. સંયોગ સહજ થાય નહીં ને ? સહજ વસ્તુ જુદી છે ને સંયોગ વસ્તુ જુદી છે.
પ્રશ્નકર્તા : દેહ સહજ થાય, એને દેહાધ્યાસ ગયો કહેવાય ?
દાદાશ્રી : ગજવું કાપી લે ને તમને અડે નહીં તો દેહાધ્યાસ ગયો. દેહને કંઈ પણ કોઈ સળી કરે તે જોવી. અને જો સ્વીકારે તો દેહાધ્યાસ છે. મને કેમ કર્યું તો એ દેહાધ્યાસ.
પ્રશ્નકર્તા દેહ સહજ થયો ક્યારે ગણાય ?
દાદાશ્રી : આપણા દેહને કંઈ પણ કરે તો આપણને રાગ-દ્વેષ ના થયા, તેનું નામ સહજ. આ અમને જોઈને સમજી લો. અમને ગમે તે કરે તો રાગ-દ્વેષ ના થાય. સહજ એટલે જ્ઞાનીઓની ભાષામાં જેને સહજ કહેવામાં આવે છે. દેહ સહજ થાય એટલે દેહાધ્યાસ ગયો. સહજ એટલે સ્વાભાવિક. એમાં કુદરતી રીતે સ્વાભાવિક, એમાં વિભાવિક દશા નહીં, એમાં પોતે હું છું, એવું ભાન નહીં.
પ્રશ્નકર્તા : એ તો આપે દેહનો સહજનો પ્રકાર કહ્યો, પણ એ સહજ અમારે ક્યારે થાય ?