________________
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
૪૨૭
કંઈ ને કંઈ હોય છે.
૪૨૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : સહજ તો પોતે આ જ્ઞાન જે આપણું લીધું છે ને તે ભાનમાં પરિણામ પામીને, આ કર્મો બધા ઓછાં થઈ જાય. એટલે સહજ થતો જાય. સહજ થઈ રહ્યો છે, અત્યારે પણ અંશે અંશે થઈ રહ્યો છે. તે અંશે અંશે સહજ થતો થતો સંપૂર્ણ સહજ થઈ જાય. દેહાધ્યાસ તૂટે એટલે સહજ ભણી જયા કરે એટલે અત્યારે સહજ જ થઈ રહ્યા છો. જેટલા અંશે સહજ થાય એટલા અંશે સમાધિ ઉત્પન્ન થાય.
અમે સહજ ઉપર હોઈએ આખો દહાડોય. કારણ કે આ દેહના માલિક અમે ક્ષણવારેય ના હોઈએ. આ વાણીના માલિક નહીં અને આ મનના માલિક નહીં. શરીરનું માલિકીપણું છવ્વીસ વર્ષથી જતું રહ્યું અને છવ્વીસ વર્ષથી સમાધિ જાય નહીં એક સેકન્ડેય. અમને ધોલો મારે તો ય અમારી સમાધિ. અમે આશીર્વાદ આપીએ એને.
ખાતે કાઢવાતો કે છૂટા રહેવાતું ? પ્રશ્નકર્તા : આ ડખલ છે એ આપણને પોતાને ખબર કેમની પડે ?
દાદાશ્રી : બધું ખબર પડે, પોતે તટસ્થ ભાવે જુએને તો. આત્મા થર્મોમીટર છે. તમે જે કહો એટલું માપ કાઢી આપે.
પ્રશ્નકર્તા : એ ડખલ પોતાની છે અને આ જે પ્રકૃતિ એના સ્વભાવમાં છે એ બેની વચ્ચે ખ્યાલ કેવી રીતે આવે ? પ્રકૃતિ એના સ્વભાવ પ્રમાણે બે ડીશ જ આઇસ્ક્રીમ ખાય, તો પોતાની ડખલ કઈ ?
દાદાશ્રી : બધો ડખો જ છે આ. ઓછો થયો એટલો ખરો ! સિનેમાનો ડખો ઓછો થયો, રાતે નથી ખાતો તે ડખો ઓછો થયો, હોટલોમાં જતો નથી તે ડખો ઓછો થયો, કેટલા બધા ડખા ઓછા થઈ ગયા !
પ્રશ્નકર્તા : પણ હજુ ઘણાં છે ને ? હજુ છે, બહુ ડખા છે ! આખો દિવસ તે ઓળખાતા નથી એનું શું ?
દાદાશ્રી : બધું ઓળખાય. તું કરું તે ઘડીએ ખબર પડે કે આ ડખો થઈ રહ્યો પાછો. થર્મોમીટરને વાર શું લાગે, કેટલો તાવ ચઢ્યો છે એ બતાવતાં ?
પ્રશ્નકર્તા : ખબર પડે છે કે આ ડખો થયો છે પણ જાય નહીં ?
દાદાશ્રી : એને કાઢવાનો નથી, એનાથી છૂટા રહેવાનું છે. છૂટા રહ્યા એટલે મહીં ડખો બંધ થઈ ગયો. પોતાના સ્વભાવમાં રહેવાય. આ મહેમાન રસોડામાં ના જાય. તે મહેમાન કેટલો બધો કિંમતી ગણાય અને રસોડામાં જઈને કઢી હલાવવા બેસે તો ? એવું આ મહેમાન ગમે ત્યાં જાય, બધું ડખો કરે છે. આ મહેમાન એવું કરે છે.
પ્રશ્નકર્તા : આપે કહ્યુંને કે થર્મોમીટર બધું જ બતાવે છે એ કોણ ? દાદાશ્રી : એ જ પ્રજ્ઞા ચેતવી ચેતવીને મોક્ષે લઈ જાય.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિ તો એને બતાવવાનું કામ કર્યા જ કરે છે, એમાં આપણે ડખો કર્યો ?
દાદાશ્રી : ડખો કરીએ છીએ. ચેતવે છતાંય ગાંઠીએ નહીં ને ડખો કરી નાખે તો લાંબો વખત ચાલે પછી..
ચેતવે કોને ? ડખો કરનારને ચેતવે કે “આવું શું કરવા કરે છે તે ? શું ફાયદા માટે કાઢવાનું હતું ત્યાં ?!” છતાંય આ કર્યા કરે. આમ પ્રજ્ઞાશક્તિનો સ્વભાવ એવો કે એને ચેતવ્યા વગર રહે જ નહીં.
દાદાશ્રી : આ ડખલ વધારે ખવડાવે છે અને બીજું શું કરે ? ‘નથી ખાવા જેવો. હં ! ટાઢો. ગળે એ થઈ જશે’ એ પણ ડખલ. ખાવા ના દે અને વધારે ખાવા દે તે બેય ડખલ !
પ્રશ્નકર્તા : એ પ્રમાણ જળવાય કેવી રીતે ?
દાદાશ્રી : ડખલ ના કરે તો એની મેળે પ્રમાણ જળવાય. પ્રશ્નકર્તા કોઈ પણ વસ્તુ એની મેળે ચાલ્યા કરે છે ને આપણો ડખો
પ્રશ્નકર્તા : તે વખતે ભગવાન શું કરે છે ?