________________
૪૨૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
૪૨૩
દાદાશ્રી : મોક્ષની સ્થિતિ તમે કો'કને ગાળ ભાંડોને, તો ય તમો મોક્ષમાં છો અને કો'ક ગાળ ના ભાંડે, તો ય મોક્ષમાં નથી, તે શી રીતે સમજાય આ લોકોને ? આત્માની સહજ સ્થિતિ અને દેહની સહજ સ્થિતિ એ જ મોક્ષ. દેહની સહજ સ્થિતિ એટલે તમે કો'કને ધક્કો માર્યોને તો ય હું જાણું કે આ છે તે આત્મા નથી કરતો. તમે નથી કરતા. તમને ખબર પડે ને કે તમે કરતાં નથી એવું ? તમારી ઈચ્છા નથી છતાં થાય છે એ જોવાનું, એ દેહની સહજ સ્થિતિ છે. એમાં ડખોડખલ કરવી તે ય પાછી સહજ સ્થિતિ ઊડી જાય.
પ્રશ્નકર્તા : આત્માની આવી સહજ સ્થિતિ પ્રાપ્ત થયા પછી કેટલો સમય બધાને ટકે ?
દાદાશ્રી : કાયમને માટે ટકે. આ તો કાયમનું હોય તો જ મોક્ષ કહેવાય ને ! અહીં જ મોક્ષ થઈ જવો જોઈએ. અહીં પંદરેક હજાર માણસોનો મોક્ષ થઈ ગયેલો છે જ, બીજાં બધા એની તૈયારીમાં છે. કેટલાંકને થઈ ગયો છે, કેટલાંક થતાં જાય છે. પહેલી ચિંતા બંધ થઈ જવી જોઈએ.
પ્રશ્નકર્તા : અમારો નંબર લાગશે કે કેમ ?
દાદાશ્રી : તમારી ઈચ્છા હશે તો લાગશે, તમારી ઈચ્છા નથી તો ના લાગે. અત્યાર સુધી ન હતી તે ના લાગ્યો. જો ઈચ્છા થશે, તો લાગશે. આ બધાને લાગ્યો ને તમારો કેમ ના લાગે ? કારણ કે એને સમજાયું નહોતું, આ શું છે ? આ વર્લ્ડમાં શી રીતે સમજાય ? આ અલૌકિક વસ્તુ દસ લાખ વર્ષે એક જ વખત પ્રગટ થાય એવી વસ્તુ છે આ. અક્રમ વિજ્ઞાનથી સ્ત્રીપુરુષો સંસારમાં રહીને મોક્ષ ભોગવે. તમને સંસારમાં બધી જો છુટ આપીને. દસ લાખ વર્ષે પ્રગટ થાય છે, ત્યારે આ હું તો નિમિત્ત બન્યો છું. બધું કામ કાઢી લેવાનું છે.
જોવાથી જાય અંતરાયો ! પ્રશ્નકર્તા: મોક્ષ મેળવવો એ સહજ છે. એ સહજમાં જે અંતરાયો આવે છે, એને રોકવા એ પુરુષાર્થ છે. તો સમજાવો એ અંતરાયો કયા કયા ?
દાદાશ્રી : એ આપણા પૂર્વભવની ફાચર છે, આપણી ડખલો છે. પ્રશ્નકર્તા: હા. પણ કઈ કઈ, દાદા ?
દાદાશ્રી : આ બધી ડખલો આવે છે તો પછી ખબર પડે છે ! કડવું ફળ આવે તો જાણીએ કે આપણે કો'કને દુ:ખ દીધેલું. મીઠું આવે તો એ કો’કને સુખ આપેલું છે. આવું એને માલુમ પડી જાય !
પ્રશ્નકર્તા: આ બધાં અંતરાયો થયા એને નિવારવા, એને ટાળવા, એને કાઢવા એમાં પુરુષાર્થ રહેલો છે એમ ?
- દાદાશ્રી : હા. પણ એ પુરુષાર્થ એટલે ‘જોવાનો છે ખાલી, અંતરાયો જોવાના છે. બીજું કશું કરવાનું નથી. ખસેડવામાં તો ખસેડનાર જોઈએ પાછો. એટલે સંયોગોને ખસેડવા એ ગુનો છે. જે સંયોગ વિયોગી સ્વભાવના છે એને ખસેડવું એ ગુનો છે. એટલે આપણે જોયા જ કરવાનું.
પ્રશ્નકર્તા: પણ દાદા, આ વાત સત્ય કે મોક્ષ મેળવવો એ પુરુષાર્થમાં કંઈ કરવાપણું નથી, એ બરોબર ?
દાદાશ્રી : સહજ છે વસ્તુ. પ્રશ્નકર્તા એટલે એ આપણો સ્વભાવ છે આત્માનો ?
દાદાશ્રી : એ તો આત્માનો સ્વભાવ છે. આ પાણી જેમ મિસીસીપી નદીમાંથી નીકળે તે ત્રણ હજાર માઈલ સુધી એમ ને એમ દરિયાને ખોળી જ કાઢે. એનો સ્વભાવ છે, સહજ સ્વભાવ છે.
પ્રશ્નકર્તા : એ સ્વભાવમાં આવવા માટે પુરુષાર્થ કરવો પડેને ?
દાદાશ્રી : વિભાવિક પુરુષાર્થ કરે તો મળે ? ગાંડો માણસ પુરુષાર્થ કરે ને ડાહ્યો થાય એવું બને ખરું? એટલે ડાહ્યા માણસની તાબે જવાનું છે કે આપ કૃપા કરો, કહીએ.
પ્રશ્નકર્તા: ના. તમે કહો છોને, દાદા. મોક્ષ બે કલાકમાં મળે. પહેલો, જો જ્ઞાનીનો અંતરાય જાય તો !