________________
જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયક !
૪૧૧
આગળ જોયુંને ? તમારો જ્ઞાયક સ્વભાવ જો હોય, તમારા પોતાના તમે જ્ઞાયક સ્વભાવમાં રહો એટલે અશુદ્ધ પરિણતિ શુદ્ધ થઈને ચાલી જાય. આપણી પરિણતિ આપણી પાસે શુદ્ધ થઈને રહે અને આપણે ય શુદ્ધ થઈને રહીએ !
નિરંતર જ્ઞાયકતા એ જ પરમાત્મા ! પોતાનો જ્ઞાયક સ્વભાવ ના છૂટેને, તે પરમાત્મા થયા. જેટલો વખત આમ મહીં ખરાબ વિચાર આવતાં હોય તે વખતે જ્ઞાયક રહ્યા તો જાણવું કે થોડા પરમાત્મા થયા. નિરંતર જ્ઞાયકપણું એ સંપૂર્ણ પરમાત્મા કહેવાય. શુદ્ધાત્માનો જ્ઞાયક સ્વભાવ છે, એ સ્વભાવનું ફળ શું? પરમાનંદ !!!