________________
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
૪૧૩
આત્મા તે પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
ડખલ બંધ એ જ સાહજિકતા ! પ્રશ્નકર્તા : આપનાં મતે સાહજિક એટલે શું ?
દાદાશ્રી : સાહજિક એટલે મન-વચન-કાયાની ક્રિયાઓ જે થઈ રહી છે, એમાં ડખલ ના કરવી, એનું નામ સાહજિકતા. આ ટૂંકામાં એક જ વાક્યમાં મેં વાત કરી, કેટલું સમજાય છે આમાં ? ન સમજાય તો આગળ બીજું વાક્ય મૂકું ? મન-વચન-કાયાની જે ક્રિયાઓ થઈ રહી છે, તેમાં ડખલ કરવી એ સાહજિક્તા તૂટી ગઈ. ડખલ ન કરવી એ સાહજિકતા. ‘હું ચંદુભાઈ છું’ એ ભાન તૂટી જાય, ત્યારે સહજ થાય.
પ્રશ્નકર્તા હવે જે આત્માના ભાનમાં આવ્યો, એનો વ્યવહાર પછી જે છે તે સહજ વ્યવહાર હોય બધો ?
ડખોડખલ કાઢવા દાદાતી ડખોડખલ ! સંસાર એટલે શું કે (વ્યવહાર) આત્મા ડખોડખલમાં પડ્યો. અને દેહનો સ્વભાવ કેવો છે ? સહજ છે. તે(વ્યવહાર) આત્મા ડખોડખલ ના કરે, તો દેહ સહજ છે. દેહેય છૂટો અને આત્મા ય છૂટો. આ ડખોડખલથી બંધાયો છે. એટલે આપણે ડખોડખલ બંધ કરાવીએ છીએ. તું આ (ચંદુભાઈ) નથી, તું આ (આત્મા) છું. એટલે એ ડખોડખલ બંધ કરી દે. અહંકાર-મમતા ચાલ્યા ગયા. હવે ડખોડખલ જેટલી બંધ કરીશ, એટલો તું તે (આત્મા)રૂપ થઈ જઈશ, સહજરૂપ. સહજ એટલે ડખોડલ નહીં તે ! આ એની મેળે ચાલે છે ને આ ય એની મેળે, એ બન્ને પોતપોતાની રીતે જ ચાલ્યા કરે છે.
આત્મા એના સ્વભાવમાં રહે છે અને આ દેહ એના સ્વભાવમાં રહે છે. દેહાધ્યાસ જતો રહેવાથી, દેહાધ્યાસ બેનો સાંધો હતો એકાકાર થવાનો, તે દેહાધ્યાસ ઉડી ગયો. એટલે આ દેહ દેહના કામમાં અને આત્મા એના કામમાં, એનું નામ સહજતા.
આ અમે ડખોડખલ કરીએ છીએ અત્યારે, તે તમારી ડખોડખલ કાઢવા માટે. પછી કોઈને એમ લાગે કે દાદા પોતે જ ડખોડખલ કરે છે. તો એને સમજણ પડી નથી. એ તારી ડખોડખલ કાઢવા માટે કરે છે. એ કાઢીને નિરાંતે બેઠા છે ને તે તારી કાઢી આપે છે. વઢવાનું નહીં ને હસાવી હસાવીને, જાણે હસાવવાની શરત ના કરી હોય આપણે ! આ તો જ્ઞાની પુરુષ તમારા ડખા ને એ બધું, ડખોડખલ બધું બંધ કરી દે અને હસાવી હસાવીને આગળ લઈ જાય.
દાદાશ્રી : પોતાના ભાનમાં આવ્યો એટલે પછી વ્યવહારની કશી લેવા-દેવા રહી નહીંને ! વ્યવહાર ચાલ્યા કરે.
પ્રશ્નકર્તા : એટલે ઉદયરૂપ વ્યવહાર હોય એનો ?
દાદાશ્રી : બસ, બીજું કશું હોય જ નહીં. કર્તાપણું છૂટે ત્યાર પછી એ આત્માના ભાનમાં આવે. જો કર્તાપણું છૂટે એટલે ઉદય સ્વરૂપ રહ્યું.
મૂળ આત્મા તે પ્રકૃતિ સહજ, પણ વ્યવહાર આત્મા અસહજ !
પ્રશ્નકર્તા: મન-વચન-કાયાની સહજતા અને આત્માની સહજતા એ વિશે જરા સમજાવોને.
દાદાશ્રી : આત્મા સહજ છે જ. જ્ઞાન આપ્યા પછી શુદ્ધાત્મા જે લક્ષમાં આવે છેને, એની મેળે જ લક્ષમાં આવે. આપણે યાદ ના કરવું પડે. જેને યાદ કરીએ એ વસ્તુ ભૂલી જવાય. આ નિરંતર લક્ષ રહે. એ સહજ