________________
જ્ઞાતા-દ્રષ્ટા, સાયક !
ભાગે આ આવ્યો છે અને જ્યારે ભાગ રહ્યો નહીં ત્યારે એ ‘પોતે’ રહ્યો.
પ્રશ્નકર્તા : ચંદુભાઈને પાછલી સ્મૃતિનો સંગ છે, એ ચંદુભાઈને સ્મૃતિનો સંગ છે એવું જે જાણે છે એ જ્ઞાયકપણું છે ?
४०७
દાદાશ્રી : મેમરીનો બેઝમેન્ટ શું છે ? રાગ-દ્વેષ. એ બધું રાગ-દ્વેષથી જોતો હતો અત્યાર સુધી, ત્યાં સુધી મેમરી હતી. હવે એ મેમરીને રાગ-દ્વેષથી જે જોતો હતો, તેને ય એ પોતે વીતરાગતાથી જુએ છે.
પ્રશ્નકર્તા : હવે વીતરાગતાથી જુએ છે એ જ્ઞાયકપણું છે ?
દાદાશ્રી : હા, એ જ્ઞાયકપણું છે.
પ્રશ્નકર્તા : હવે શાયકપણું અને વીતરાગતા. એટલે એના પછી પાછળ આ બાજુ કશું નથી ?
દાદાશ્રી : આ બાજુ પાછળ કશું ય નહીં. એ છેલ્લો શબ્દ રહ્યો. શબ્દ તરીકે છેલ્લો રહ્યો ‘પોતે.’ પછી કશું છે જ નહીં, એ પોતે પોતે જ છે. એમાં કોઈ ભાગ નથી, વિભાજન નથી, કશું જ નથી.
પ્રશ્નકર્તા : તો એને એમાં આપણે એવી રીતે કહી શકાય કે શાયક આમ જુએ છે તો સંસાર છે ને આ બાજુ જુએ તો પરમાત્મા છે, એવું
કહેવાય ?
દાદાશ્રી : ના, જ્ઞાયકને સંસાર દેખાતો જ નથી. સંસાર દેખાય છે તે જે આ દેહાધ્યાસ છે તેને દેખાય છે. સ્મૃતિવાળાને, રાગ-દ્વેષવાળાને સંસાર દેખાય છે. જ્ઞાયક તો તત્વોની અવસ્થાઓને માત્ર જાણે, બીજું સંસાર કંઈ જ જાણે નહીં.
પ્રશ્નકર્તા : પણ અવસ્થાના રિલેશનમાં આપણે જ્ઞાયક કહીએ છીએ
ને ?
દાદાશ્રી : હા, એ તો જ્ઞેય જેટલું દેખાય એટલું જાણે, બીજું કશું સ્મૃતિ
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
નહીં ને ! બધી અવસ્થાઓને જાણે. મને એક જણે પૂછ્યું કે, જ્ઞાનીને તો આ બધું કશું દેખાય નહીં ને આ સંસાર ? મેં કહ્યું, કેમ ? મને કંઈ સૂર્ય પડી ગયેલો દેખાતો હશે ? ના. એવો જ દેખાય, તમને દેખાય એવો મને દેખાય. પણ મારું જોવાનું ને તમારું જોવામાં ફેર.
४१०
એવું.
પ્રશ્નકર્તા : અંબાલાલ જુએ છે, એવું તમે જાણો.
દાદાશ્રી : હા, અંબાલાલ જુએ છે એવું. આ તારા ચશ્મા જુએ છે
પ્રશ્નકર્તા : હા, હા. બરોબર છે.
દાદાશ્રી : ખરું છે. તમે સમજ્યા એવું !
પ્રશ્નકર્તા : એટલે આ જ્ઞાયકપણું જે એક માટે છે તે અનેક માટે છે. અંબાલાલને જે જુએ છે, તે સમસ્ત બ્રહ્માંડને જોઈ શકે છે, બરોબર છે ?
દાદાશ્રી : હા, બરોબર છે. સમસ્ત બ્રહ્માંડ જોવાની શક્તિ ધરાવે છે. પણ એ હજુ સમજમાં આવી ગયું છે અમારા, જ્ઞાનમાં આવ્યું નથી. જ્ઞાનમાં આવે એટલે બધું દેખાય.
જ્ઞાયકભાવથી પરિણતિઓ શુદ્ધ !
પ્રશ્નકર્તા : પ્રકાશ એવો જોઈએ છે કે કોઈ પણ જાતના પ્રશ્ન ઉપસ્થિત થાય અને જ્યાં પ્રકાશ નજર આગળ પડ્યો કે સોલ્યુશન થઈ જાય.
દાદાશ્રી : હા, એ જ પ્રકાશ આપ્યો છે તમને. અને તે કયું કયું સોલ્યુશન ના થયું મારા મળ્યા પછી ? તે ય કહો.
પ્રશ્નકર્તા : ધારો કે અત્યારે તો અમારી જે પરિણતિ છે, એ પરિણામમાં જો વિશુદ્ધિ હોય તો તો કંઈ સવાલ જ નથી. પણ પરિણામમાં વિશુદ્ધિ આવવા માટે શું થવું જોઈએ કે જે પ્રકાશ છે એના લક્ષે જ એની વિશુદ્ધિ આવે, એ મલીનતા દૂર થાય. પછી પરિણતિ અને તત્ત્વ એકમેક થઈ જાય.
દાદાશ્રી : તમે જુઓ તો પરિણતિઓ શુદ્ધ જ થાય. તમે જો ત્યાં