________________
જ્ઞાતા-દ્રષ્ટા, શાયક !
આપણે સિનેમા જોવા ગયા હોય ત્યાં આગળ એકદમ ફિલ્મ બંધ થઈ ગઈ અને કંઈ વાંધો આવ્યો તો તો આપણે જાણવું કે બંધ થઈ ને પછી ચાલુ થઈ તો જાણવું કે ચાલુ થઈ. એને કશું આપણે લેવા-દેવા નથી !
જુઓ તરંગોને ફિલ્મતી જેમ !
૩૯૯
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા પદમાં સદૈવ રહેવાય એવી કૃપા કરોને ! દાદાશ્રી : એવી જ કૃપા હોય છે. જ્ઞાતા-દ્રષ્ટાપદમાં જ હોય છે, સદૈવ. પણ આ જ્ઞાનની જ્યોત ઝાંખી હોય ને, તેથી એવું લાગે તમને. બાકી એ તો જ્ઞાતા-દ્રષ્ટામાં જ છે કાયમ.
આ જ્યોત ઝાંખી હોય એવું કોણે જાણ્યું ? એ જ મૂળ આત્મા. એટલે જ્ઞાતા-દ્રષ્ટાપદમાં જ નિરંતર અનુભવ થાય છે. ક્યારેક ક્યારેક મહીં તરંગ આવેને, તે જોવાનાં. અત્યારે એવું છે, આત્મા જ્ઞાયક સ્વભાવનો છે અને જ્ઞેયો જોવાનો-જાણવાનો એનો સ્વભાવ છે, તો સામો જ્ઞેય ના હોય તો શું થાય ? શાયકતા બંધ થઈ જાય. એટલે આ તરંગો ને બધાં
શેય છે એ જોયા કરવાનાં. તરંગો ગમે ત્યારે ત્યાંના કામમાં લાગે એવાં હોય કે ના કામમાં લાગે એવાં હોય. એ વિરોધી સ્વભાવનાં હોય કે શાસ્ત્રજ્ઞાનથી જ વિરોધી હોય તો પણ એ જોવાનાં જ છે ખાલી. એનો દ્વેષ કરવાનો નથી. આપણું વિજ્ઞાન જરા જુદી જાતનું છે. આપણું અક્રમ વિજ્ઞાન તદન છૂટી શકાય એવું છે.
પ્રશ્નકર્તા ઃ સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ એ નિદિધ્યાસનમાં અંતર ગણાય કે નહીં ? એમાં તો અતીન્દ્રિય રહી ગયું ને સાવ.
દાદાશ્રી : કયું ?
પ્રશ્નકર્તા ઃ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ નિદિધ્યાસન એ તો બધું અતીન્દ્રિય થયું ને ?!
દાદાશ્રી : એ તો અતીન્દ્રિય જ છે બધું આ. આપણો માલ જ
અતીન્દ્રિય.
४००
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : તો એને જ અખંડ જાગૃતિ કહેવાય ?
દાદાશ્રી : અખંડ જાગૃતિ છે જ આ. તે સંપૂર્ણ પ્રકારે પ્રકાશે એટલે કેવળજ્ઞાન કહેવાય.
સામી બાજુ જે જોવાનું હતું તે ના દેખાય, આ વચ્ચે અંતરાય આવે છે. આ આપણી સંસારી ફિલ્મ આવે છે વચ્ચે. સંસારી ફિલ્મ ના હોય ને ત્યારે ટાંકી ખલાસ થઈ જાય, ઓર મજા આવે.
પ્રશ્નકર્તા : એ સામી બાજુ શું જોવાનું હોય ?
દાદાશ્રી : સામી બાજુ દરઅસલ જ્ઞેય.
પ્રશ્નકર્તા : એટલે ?
દાદાશ્રી : આ દરઅસલ જ્ઞેય ન્હોય. આ તો આપણાં કર્મના ઉદયો
છે બધાં. દરઅસલ જ્ઞેય જેને કહેવામાં આવે છે, તે દરઅસલ જ્ઞેયમાં ત્યાં દેખાય આપણને !
કરવી.
પ્રશ્નકર્તા : દરઅસલ જ્ઞેયમાં જણાય શું ?
દાદાશ્રી : એ પછી સમજાશે. અત્યારે હમણે એકદમ ઉતાવળ ના
પ્રશ્નકર્તા : દરઅસલ જ્ઞેયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય એ વાત આવી ? દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : જ્ઞેયોમાં તન્મય થઈ ગયા, જ્ઞેયોને જાણનારા ના રહ્યા તો એ પછી વિભાવમાં જ રાચ્યાં કરે એવું બની ના જાય?
દાદાશ્રી : ના, ના, ના. આ જ્ઞાન જ એવું છે વિભાવમાં રાચ્યા કરે નહીં. કારણ કે જોનારો આ હાજર રહે છે. જોનારો-જાણનારો હાજર રહે છે. કારણ કે વિભાવિક નથી એ. પોતે સ્વભાવિક છે. આ વિજ્ઞાન જ એવું છે કે વિભાવ ઉત્પન્ન જ ના થાય. વિજ્ઞાન તો, એક્ઝેક્ટ જુદું પડી ગયેલું