________________
જ્ઞાતા-દ્રષ્ટા, શાયક !
૪૦૧
૪૦૨.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
હોય તો કંપાયમાન થયા વગર રહે નહીં અને જે સાચો હોય તે કંપાયમાન થાય નહીં. એટલે આ આપણા મહાત્માઓ કંપાયમાન ના થાય. કારણ કે અક્રમ વિજ્ઞાનથી બેઠેલાં, એટલે તો લીફટમાં બેસી ગયેલા.
દ્રશ્ય તે દ્રષ્ટા, બે સદા ભિન્ન ! જોવાથી-જાણવાથી કોઈ અસર અડે નહીં. અપમાન આપે ને અભાવ થાય, એ અભાવને જે જુએ એ મહાવીર. માન આપે ને ભાવ થાય, એ ભાવને જુએ તે મહાવીર. તમે તો કહો છો કે આ થાય જ નહીં, ભાવ ને અભાવ, એ કામનું જ નહીં.
- જોનારો ને જોવાની વસ્તુ એક થાય નહીં. એક થાય તો આત્મા કહેવાય નહીં, કોઈ દહાડો ય.
પ્રશ્નકર્તા : એટલે બે કામ એટ એ ટાઈમ હોવા જોઈએ એમ ?
વિજ્ઞાન. એને કશું જ થાય નહીં. કશું અડે નહીં, કશું નડે નહીં, થોડું બીજું જોર કરી જાય. એ કેટલા દા'ડા રહેવાનું છે ? એ ટેમ્પરરી છે ને આપણે પરમેનન્ટ છીએ. જોર કરનાર કોણ છે ? ટેમ્પરરી છે. તારે જે કરવું હોય તે કરને બા. આપણે પરમનેન્ટ છીએ. પરમેનન્ટ ને ટેમ્પરરી શું કરી શકે ? આખા શરીરમાં પરમેનન્ટ જોવા જાય તો આપણે એકલાં જ છીએ.
પ્રશ્નકર્તા: એક પળને માટે એનો ચલિતભાવ આવી જાય છે. તરત પાછું ગોઠવાઈ જાય છે.
દાદાશ્રી : હા. ઘણાં કાળનો અભ્યાસ ખરો ને એટલે સ્લીપ થઈ જાય જરા. પછી સમજી જવું કે આ બીજું કોઈ નથી, આપણે જ છીએ. વાત એવી ખરી કે સ્લીપ થઈ જાય માણસ, કારણ ઘણાં કાળથી આનું આ જ બધું ભાંગફોડ, ભાંગફોડ બધું. આ તો આ વિજ્ઞાને અટકાવી રાખ્યા છે. આ વિજ્ઞાન છે ને, બધામાં સફળતા લાવે. સંપૂર્ણ સફળતા લાવે.
સ્વતે સ્વ જાણે એ મહામુક્ત ! જાણ્યા કરવું એ આપણો સ્વભાવ છે. બગડ્યા કરવું એ પુદ્ગલનો સ્વભાવ છે. જાણનારો એક જ છે. જાણવાની વસ્તુઓ અનંત છે. અન્યને અન્ય જાણે એ મુક્ત. અન્યને અન્ય જાણે અને સ્વને સ્વ જાણે એ મહામુક્ત ! જ્યારે અન્યને અન્ય જાણે, એ સમયે જો મન-વચન-કાયાનો યોગ કંપાયમાન ના થાય તો એ સ્વને સ્વ જાણે અને જો કંપાયમાન થાય તો સ્વને સ્વ જાણું ના કહેવાય.
પ્રશ્નકર્તા : “જ્યારે અન્યને અન્ય જાણે, એ સમયે જો મન-વચનકાયાનો યોગ કંપાયમાન ના થાય, તો એ “સ્વ”ને “સ્વ” જાણે.’ આ સમજાવોને, દાદા આ શું કહેવા માગે છે ?
દાદાશ્રી : સ્વ એટલે આત્મા અને પર એટલે આ પુદ્ગલ એ અન્ય વસ્તુ છે. એને અન્ય જાણે તે સમયે મન-વચન-કાયા અંદર જે પુગલમાં જ છે, તે કંપાયમાન ના થાય તો “સ્વ” પૂરું થઈ ગયું કહેવાય. કંપાયમાન થાય તો “સ્વ”માં આવ્યો નહીં. એટલે જે કંપાયમાન થાય એ જાણેને, તે કાચો
દાદાશ્રી : બે કામ હોય તો જ આત્મા ગણાય ને, નહીં તો ગણાય કેવી રીતે ?
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?
દાદાશ્રી : એકલો જ જોનાર હોય, પણ દ્રશ્ય ના હોય તો જુએ શું તે ?! એટલે જોનાર ત્યાં બંધ થઈ જાય છે. એટલે બે જોઈએ, જોવાની ચીજ અને જાણનાર-જોનાર બે હોવાં જોઈએ. એકલાથી કામ થાય જ નહીં ને !
પ્રશ્નકર્તા : ના થાય. પણ આમાં વાંચવું અને વાતો કરવી એ બેઉ વસ્તુ કેમ કહી ?
દાદાશ્રી : એ તો આત્મા તેનો તે જ ને ! બધાનામાં આત્મા જ હોય ને ! આત્મા જુએ-જાણે જે કંઈ કરે તેમાં કરનાર કરે પણ એ ના હોય તો કરે શું છે ?
પ્રશ્નકર્તા : અને બે વગર તો આ જગત રહેવાનું જ નથી ને !