________________
જ્ઞાતા-દ્રષ્ટા, સાયક
પ્રશ્નકર્તા : સંપૂર્ણપણે રાગ-દ્વેષ જાય એટલે જ્ઞાતા-દ્રષ્ટાપણું વધારે આવેને ? એ બરોબર છે કે નહીં ?
૩૯૭
દાદાશ્રી : રાગ-દ્વેષ તો ગયેલાં જ છે, કાઢવાના ક્યાં છે તે ? પ્રશ્નકર્તા : હા, એ તો જ્ઞાન લીધાં પછી ગયા.
દાદાશ્રી : અહંકાર ગયો એ જ રાગ-દ્વેષ ગયા. હવે જે રાગ-દ્વેષ છે એ ડિસ્ચાર્જ રાગ-દ્વેષ છે. હવે ચાર્જ રાગ-દ્વેષ તો જાણે ગયા છે, પછી રાગદ્વેષને જવાનો સવાલ જ ક્યાં રહે છે ? હવે જેટલો તમારો ઉપયોગ શુદ્ધ એટલું જ તમે જ્ઞાતા-દ્રષ્ટા અને એ ઉપયોગ શુદ્ધ ના રહે અને આમાં ને આમાં ગુંચવાયા કરે તો એટલું જ્ઞાતા-દ્રષ્ટા ના રહે.
અંતઃકરણતે જાણે-જુએ તે ઊંચું !
એટલે જ્ઞાતા-દ્રષ્ટાનો ઊંચામાં ઊંચો અર્થ પેલો છે. પોતે અંદરખાને શું કરી રહ્યા છે, મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધું શું કરી રહ્યું છે, એ બધાને સર્વસ્વ રીતે જાણે અને જુએ, બસ. બીજું કશું નહીં.
તમે આત્મા જ છો ને જ્ઞાતા-દ્રષ્ટા છો. આ થાય કે તે થાય, તમારે જ્ઞાતા-દ્રષ્ટાપણું જો જરાક છોડ્યું તો મહીં ઉપાધિ થશે. છો એ છો. આ તો જે જ્ઞાન આપ્યું છે, ‘આપણે શુદ્ધાત્મા છે’ એ જ્ઞાન તેનું તે જ રહેવું જોઈએ. '
પ્રશ્નકર્તા : ‘કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.’ તો આપે જે કહ્યું, હવે આત્મામાં જ આખો દહાડો રહ્યા કરે છે, તે એ જ આ અખંડ જ્ઞાન
વર્તે કહેવાય ?
દાદાશ્રી : એ જુદું કહેવા માગે છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એટલે જ્ઞાતા-દ્રષ્ટા નિરંતર સ્વભાવ, એ સિવાય બીજું ન રહેતું હોય તેને કહેવા માંગે છે. હજુ આપણાથી દૂર છે જરા. એ પદ દૂર છે.
વિતાથી જગ જોડે આત્મસંબંધ !
પ્રશ્નકર્તા : આત્માની સમજણ પડ્યા પછી આ જગતની વિનાશી
૩૯૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
ચીજો સાથે આત્માને શું સંબંધ ?
દાદાશ્રી : સિનેમા જોવા ગયેલા તમે કોઈ વખત ? તે આપણે સિનેમા જોડે શું સંબંધ ? એ જે હોય છે ત્યાં એ લૂગડાંનો મોટો પડદો. તે પડદા જોડે આપણો સંબંધ ખરો ? શું સંબંધ આપણે ?
પ્રશ્નકર્તા : જોવાનો ખાલી.
દાદાશ્રી : બસ ત્યારે, એવું આ ય જોવાનું જ છે બધું. બીજો કોઈ સંબંધ નથી. ના જુએ તો આત્મા ઊડી જાય. એટલે જોવું જ પડે. શેય ના હોય તો જ્ઞાતા ના હોય. શેયની હાજરી એ જ્ઞાતાની હાજરી સૂચવે છે. સિનેમા ચાલુ હોય ત્યાં સુધી જોનારની કિંમત, નહીં તો જો એ સિનેમા બંધ હોય તો જોનારની કિંમત નહીં.
આમ રહે જ્ઞાતા-દ્રષ્ટાતી લીંક !
પ્રશ્નકર્તા : આજે નિત્યક્રમમાં બેઠો'તો ત્યારે સાતેક મિનિટ સુધી મારું લક્ષ ચૂકી ગયેલું, વીતરાગના ધ્યાન પ્રત્યેનું. તૂટી ગયા પછી મને ખ્યાલ આવી ગયો કે ‘હું અનંત શક્તિવાળો છું’ ને ‘અનંત શક્તિવાળો’ શબ્દ દસેક મિનિટ સુધી બોલ્યો ને...
દાદાશ્રી : મહીં લક્ષની લીંક તૂટી જાય, ત્યારે આપણે બોલવું પડે, ‘હું અનંત શક્તિવાળો છું’ કે ‘અનંત દર્શનવાળો છું’ એવું બોલે એટલે ફીટ થઈ જાય. લીંક બધી પૌદ્ગલિક છે અને તે જ્ઞેય સ્વરૂપે છે.
પ્રશ્નકર્તા : આવું બને ખરું ?
દાદાશ્રી : હા, બને, આવું તો ઘણાં વખતે બને. અને તે જ્ઞેય સ્વરૂપે છે અને તે લીંક તૂટી જાય. જ્ઞાતા તો હોય જ, લીંક તૂટી ગઈ હોય તો આપણે બોલીએ તો ફરી લીંક ચાલુ થાય.
લીંક તૂટી ગયેલી તે ખબર પડે છે, એનો જ્ઞાતા છું ને સળંગ રહેલી છે તેનો ય જ્ઞાતા છું. આપણે જ્ઞાતા સ્વરૂપે છીએ. બસ, જાણવું જ જોઈએ.